________________
સમયસાર : આત્મખ્યાતિ
મા દિથિR 9
अत्र स्याद्वादशुद्ध्यर्थं, वस्तुतत्त्वव्यवस्थितिः । उपायोपेयभावच्च, मनाक् भूयोऽपि चिंत्यते ॥२४७॥ અત્ર સ્યાદ્વાદ શુલ્યર્થે, વ્યવસ્થા વસ્તુ તત્ત્વની; ઉપાયોપેય ભાવો ય, જરી ચિતાય છે ફરી. ૨૪૭
અમૃત પદ - ૨૪૭ સાવાદ શુદ્ધિ અર્થ... ચેતન ચિંતવ રે, વસ્તુ તત્ત્વ વ્યવસ્થા ય... ચેતન ચિતવ રે. ઉપાય ઉપોયે ભાવ... ચેતન, પુનઃ જરાક ચિંતવાય... ચેતન. ૧ ગંતવ્ય સ્થાન તે મોક્ષ... ચેતન, શુદ્ધાત્મા મોક્ષ ઉપાય... ચેતન. સ્યાદ્વાદથી થાય સિદ્ધ... ચેતન, શુદ્ધાત્મા જ સિદ્ધ થાય... ચેતન. ૨ એમ સ્યાદ્વાદ સિદ્ધાંત... ચેતન, સિદ્ધિ અપૂર્વ કરત... ચેતન.
“આત્મખ્યાતિ માં ખ્યાત... ચેતન, ભગવાન અમૃતચંદ્ર... ચેતન. ૩ અર્થ - અત્રે સ્યાદ્વાદની શુદ્ધિને અર્થે વસ્તુ તત્ત્વની વ્યવસ્થિતિ (વ્યવસ્થા) અને ઉપાયોપેય ભાવ જરાક પુનઃ પણ ચિંતવવામાં આવે છે -
અમૃત જ્યોતિ' મહાભાષ્ય “રચના જિન ઉપદેશ કી, પરમોત્તમ તિન કાલ; ઈનમેં સબ મત રહત હૈ, કરૌં નિજ સંભાલ.” - શ્રીમદ્ રાજચંદ્રજી
જિનવરમાં દર્શન સઘળા છે, દર્શન જિનવર ભજના રે, સાગરમાં સઘળી તટિની સહી, તટિની સાગર ભજના રે.” - શ્રી આનંદઘનજી
આ ચૂલિકા રૂપ સાદ્વાદાધિકારમાં (પરિશિષ્ટમાં) કયો વિષય ચર્ચવામાં આવે છે, તેનું અમૃતચંદ્રજીએ આ કળશ કાવ્યમાં સૂચન કર્યું છે - સત્ર ચાદ્વાદશદ્ધયર્થ - વસ્તુતત્ત્વવ્યવસ્થિતિ: - “અત્રે” - આ સમયસાર શાસ્ત્રના પૂર્ણાહુતિ પ્રસંગે સ્યાદ્વાદની શુદ્ધિ અર્થે (૧) વસ્તુ તત્ત્વ વ્યવસ્થિતિ - વસ્તુ તત્ત્વની વ્યવસ્થા, (૨) અને ઉપાયોપેય ભાવ જરાક પુનઃ પણ ચિંતવવામાં આવે છે - “ઉપાયો - ભાવ મનાવ મૂયોર ચિંત્યતે I' અર્થાત્ અત્રે બે વસ્તુનો જરાક - સંક્ષેપમાં અગાઉ કહેવાઈ ચૂક્યું છતાં ફરીથી પણ વિચાર કરવામાં આવે છે - વસ્તુ તત્ત્વની વ્યવસ્થિતિ’ - “વિ’ - વિશેષે કરીને અવસ્થિતિ - “અવ’ - જેમ છે તેમ સ્વ સમયની સ્વરૂપ મર્યાદાથી “સ્થિતિ” - નિયત નિશ્ચય વૃત્તિ વિચારવામાં આવે છે - તેમજ “ઉપાયોપેય ભાવ” - જેના વડે “ઉપય' - સાધ્ય પ્રત્યે જવાય છે તે સાધન રૂપ ઉપાય અને જેના પ્રત્યે તે સાધન રૂપ ઉપાય વડે જવાનું છે તે સાધ્ય રૂપ ઉપેય, એ બન્નેનો જે પરસ્પર સંબંધ રૂપ ભાવ, તે પણ અત્ર વિચારવામાં આવે છે અને આ બધું ચિંતન પણ શું પ્રયોજન અર્થે ? “સ્યાદ્વાદ શુદ્ધિને અર્થે - ચાદ્વાદશુક્યર્થ, “સ્યાદ્વાદની” - અનેકાંત સિદ્ધાંતની “શુદ્ધિ' - શોધન - ચોખવટને અર્થે. અર્થાત જ્યાં કોઈ પણ દોષરૂપ મનની અશુદ્ધિનો લેશ પણ પ્રવેશ નથી, એવા પરમ નિર્દોષ પરમ શુચિ પરમ શુદ્ધ સ્વાવાદ સિદ્ધાંતનું શુદ્ધ તત્ત્વ સ્વરૂપ શું છે ? તેના શદ્ધિકરણ અર્થે (Purification), સમ્યક શોધન રૂપ સંશોધન અર્થે (searching investigation), વિપર્યસ્ત મતિવંતોના ભ્રાંત ખ્યાલો - દુર્વિકલ્પ રૂપ કલ્પના તરંગો છોડાવતી ચોખવટ અર્થે
૮૦૨