________________
સમયસાર : આત્મખ્યાતિ
स्याद्वादो हि समस्तवस्तुतत्त्वसाधकमेवमेकमस्खलितं शासनमर्हत्सर्वज्ञस्य । स तु सर्वमनेकांतात्मकमित्यनुशास्ति सर्वस्यापि वस्तुनोऽनेकांतस्वभावत्वात् । अत्र त्वात्मवस्तुनि ज्ञानमात्रतया अनुशास्यमानेऽपि न तत्परिकोपः ज्ञानमात्रस्यात्मवस्तुनः स्वयमेवानेकांतत्वात् । तत्र - ___यदेव तत्तदेवातत् यदेवैकं तदेवानेकं यदेव सत्तदेवासत् यदेव नित्यं तदेवनित्यमित्येकवस्तुवस्तुत्व निष्पादकपरस्परविरुद्धशक्तिद्वयप्रकाशनमनेकांतः ।
અર્થ - સ્યાદ્વાદ ખરેખર ! સમસ્ત વસ્તુતત્ત્વનું સાધક જ એવું એક અસ્મલિત શાસન અર્વત્ સર્વજ્ઞનું છે અને તે સર્વ અનેકાંતાત્મક છે એમ અનુશાસે છે. સર્વ જ વસ્તુનું અનેકાંત સ્વભાવપણું છે માટે.
અત્રે તો આત્મ વસ્તુમાં - જ્ઞાનમાત્રપણે અનુશાસવામાં આવી રહેલમાં પણ - તતુ પરિકોપ (તે સ્યાદ્વાદનો પરિકોપ) અથવા તત્પરિદોષ (તે સ્યાદ્વાદનો પરિદોષ) નથી - જ્ઞાનમાત્ર આત્મ વસ્તુનું સ્વયં જ અનેકાંતપણું છે માટે. તેમાં –
જે જ તતુ તે જ અતતુ, જે જ એક તે જ અનેક, જે જ સત્ તે જ અસતુ, જે જ નિત્ય તે જ અનિત્ય, એમ એક વસ્તુના વસ્તુત્વના નિષ્પાદક એવા પરસ્પર વિરુદ્ધ શક્તિદ્વયનું પ્રકાશન તે અનેકાંત
છે.
“અમૃત જ્યોતિ” મહાભાષ્ય સ્યાદ્વાદ સમજણ પણ ખરી.' - શ્રીમદ્ રાજચંદ્ર “સ્યાદ્વાદી વસ્તુ કહીએ, તસુ ધર્મ અનંત લહી જે.” - શ્રી દેવચંદ્રજી
Dાવાદ સિદ્ધાંતના અનન્ય પરિજ્ઞાતા - અદ્વિતીય વ્યાખ્યાતા તરીકે સુપ્રસિદ્ધ અમૃતચંદ્રજી સ્યાદ્વાદ શું છે? તેની પરમ પરમાર્થગંભીર પ્રૌઢ તત્ત્વ મીમાંસા પ્રારંભે છે – યાદવો દિ સમસ્તવસ્તુ
તત્ત્વમેવમેમસ્વનિત શાસનમઈત્સર્વજ્ઞસ્ય - “સ્યાદ્વાદ નિશ્ચય કરીને સ્યાદવાદ તે અહંત સર્વજ્ઞનું સમસ્ત વસ્તતત્ત્વનું સાધક જ એવું અહંત સર્વજ્ઞનું એક અઅલિત શાસન એક અખ્ખલિત શાસન છે. આ ત્રણે કાળમાં ન ફરે એવો અખંડ નિશ્ચય છે, કે સ્વાદુવાદ છે તે
સમસ્ત વસ્તુના “તત્ત્વનું' - તત્પણા રૂપ યથાર્થ સ્વરૂપનું સાધક જ - અવશ્ય સાધનારૂં જ એવું, વિશ્વની પૂજાને અહંતા (Desenving) એવા “અહમ્' સર્વસનું ‘એક’ - અદ્વિતીય - અદ્વૈત - અજોડ “અઅલિત' - ક્યાંય પણ અલના ન પામે એવું, અપ્રતિહત “શાસન' - તત્ત્વ સામ્રાજ્યમાં સર્વત્ર વ્યાપક આજ્ઞા વિધાન છે. અર્થાત “યાત” - કથંચિત - કોઈ અપેક્ષાએ એ પદથી મુદ્રિત આ સ્યાદ્વાદ શાસનની એ અદ્દભુત ચમત્કૃતિ છે, કે આ જગતની અનંત વસ્તુઓમાં કોઈ પણ વસ્તુનું તત્ત્વ - યથાર્થ સ્વરૂપ સાધવું હોય તો સ્વાવાદ જ તેમ કરવાને પરિપૂર્ણ સમર્થ છે, એટલે “સમસ્ત' - સર્વ વસ્તુના “સમસ્ત - સંપૂર્ણ તત્ત્વને સાધનારૂં હોવાથી આ સ્યાદ્વાદ અહંતુ શાસનને “સમસ્ત વસ્તુતત્ત્વ સાધક' કહ્યું તે યથાર્થ છે. અખિલ વિશ્વમાં આવા અનુપમ સર્વજ્ઞ શાસનની જોડી જડે એમ નથી એટલે તે જગતુમાં ‘એક’ - અદ્વિતીય - અજોડ છે. ચક્રવર્તી રાજાનું શાસન જેમ જગતુમાં ક્યાંય પણ કોઈથી પણ ઉલ્લંઘી ન શકાય, ક્યાંય પણ કોઈથી પણ અલિત - ખંડિત ન કરી શકાય, તેમ આ ધર્મચક્રવર્તી અર્હત્ સર્વજ્ઞ મહારાજનું આ સ્યાદ્વાદ શાસન અખિલ વિશ્વમાં ક્યાંય પણ કોઈથી પણ ઉલ્લંઘી ન શકાય, ક્યાંય પણ કોઈથ પણ અલિત - ખંડિત ન કરી શકાય, ક્યાંય પણ. કોઈથી પણ સામનો ન કરી શકાય એવું હોવાથી સર્વત્ર તત્ત્વ જગતમાં અઅલિત – અપ્રતિહત છે. જગતમાં ચક્રવર્તીની રાજમુદ્રા (Royal seal) જેમ કોઈ લોપી શકતું નથી તેમ આ તત્ત્વ ચક્રવર્તી અહતું. સર્વજ્ઞ મહારાજની સ્થાવાદ - મુદ્રા તત્ત્વ જગતમાં કોઈ લોપી શકતું નથી, એટલે વ્યવહારમાં જેમ તે રાજની સત્તા (Authority) - પ્રમાણતા સર્વોપરિ પ્રમાણ ગણાય છે, તેમ પરમાર્થમાં પણ મહારાજ
૮૦૪