________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંક: સમયસાર કળશ ૨૪૫
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય જ્ઞાનીઓનો સનાતન સન્માર્ગ જયવંત વર્તો."
શ્રીમતુ વીતરાગ ભગવતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ પરમ ઉપકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખનો નિઃસંશય આત્યંતિક ક્ષય કરનાર, પરમ અમૃત સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તો, ત્રિકાળ જયવંતો વર્તો.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫ર (૮૭૨), ૮૪૩
ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે આ શાસ્ત્રની પૂર્ણાહુતિ કરતી આ અંતિમ ગાથામાં પરમ ભાવિતાત્મા શાસ્ત્રકર્તા પરમર્ષિ ભગવદ્દ કુંદકુંદાચાર્યજીએ આ શાસ્ત્રનું પરમ ફલ દાખવ્યું છે - “આ સમય પ્રાભૃતને પઠી અર્થથી તત્ત્વથી જાણીને જે ચેતયિતા અર્થમાં સ્થિતિ કરશે, તે ઉત્તમ સૌખ્ય હોશે - સત્યે તારી યા સો દોહી ઉત્તમ સોઉં- એમ શબ્દબ્રહ્મનો દિવ્યનાદ ગજવતા આ કર્ણામૃતમય અમૃત શબ્દોના દિવ્ય ધ્વનિને અનંતગુણવિશિષ્ટ ભાવથી બહલાવતાં, શબ્દબ્રહ્મના પરમ પારદેશ્વા પરમબ્રહ્મ વેત્તા પરમર્ષિ ભગવતુ અમૃતચંદ્રાચાર્યજી આ ગાથાના પ્રત્યેક પદની પરમ અદ્ભુત અપૂર્વ વ્યાખ્યા કરી, આત્માની અનન્ય ખ્યાતિ કરતી આ યથાર્થનામાં “આત્મખ્યાતિની પરમ મંગલમય પૂર્ણાહુતિમાં આ વિશ્વપ્રકાશક સમયસારની - શુદ્ધ આત્માની અપૂર્વ ખ્યાતિ પ્રકાશે છે - (૧) : સમયસારમૈતા ભવતઃ પરમભિનડચ વિફવાશહત્વેન - જે ખરેખર ! નિશ્ચય કરીને સમયસારભૂત આ ભગવંત પરમાત્માના વિશ્વપ્રકાશકપણાએ કરીને વિશ્વસમયના - સર્વ પદાર્થના પ્રતિપાદનને લીધે સ્વયં - પોતે શબ્દબ્રહ્મરૂપ થઈ રહેલા આ શાસ્ત્રને અધ્યયન કરી - અભ્યાસી - વિવસમસ્ય પ્રતિપાવનાતુ સ્વયં શબ્રહ્માયમાં શાસ્ત્રમમધીત્ય, (૨) વિશ્વ પ્રકાશનમાં સમર્થ પરમાર્થભૂત ચિતૃપ્રકાશરૂપ પરમાત્માને
નિશ્ચય કરતો - વિફવકાશનસમર્થરમાર્થવિહારૂપ પરમાત્માને નિશ્ચિવન - અર્થથી અને તત્ત્વથી પરિચ્છેદીને પરિજ્ઞાન કરીને સર્વતસ્તત્ત્વત: પરિચ્છિદ્ય - (૩) આના જ અર્થભૂત ભગવતું એક પૂર્ણ વિજ્ઞાનઘન પરમ બ્રહ્મમાં ચેતયિતા સર્વોરંભથી સ્થિતિ કરશે - મર્યવાર્થમૂતે માવતિ સ્મિનું પૂ વિજ્ઞાનને ઘરમદ્રમણિ સર્વોરંભે થાસ્થતિ વેતતા, (૪) તે સાક્ષાત્ - પ્રત્યક્ષ તત્પણ વિદ્રંભમાણ - વિવર્ધમાન - વિકસાયમાન - ઉલ્લભાયમાન - ચિદેકર નિર્ભર - પૂર્ણ સ્વભાવમાં સુસ્થિત એવી નિરાકુલ આત્મરૂપતાએ કરીને - તે સાક્ષાત્ તત્સવિતૃમમાં વિદ્ફરસનિર્મરત્વમવિમુસ્થિતનિરd રૂતિયા - “પરમાનંદ' શબ્દથી વાચ્ય - કહેવા યોગ્ય ઉત્તમ અનાકુલપણા લક્ષણવાળું સૌખ્ય સ્વયમેવ - પોતે જ – આપોઆપ જ હોશે – પરમાનંદ્રશદ્વાવ્યમુત્તમમના કુત્તત્વતાં સૌથં સ્વયમેવ ભવિષ્યતિ |
“આ એક અક્ષય જગચક્ષુ પૂર્ણતા પામે છે' એમ ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે આ શાસ્ત્રની પૂર્ણાહુતિ કરતી આ અંતિમ ગાથામાં પરમ બ્રહ્મજ્ઞ પરબ્રહ્મનિષ્ઠ પરમ ભાવિતાત્મા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ આ શાસ્ત્રનું પરમ ફલ પ્રકાશ્ય છે - આ “સમય પ્રાભૃત’ને ‘પઠી - અભ્યાસી અર્થથી - તત્ત્વથી જાણીને જે “ચેતયિતા' - ચેતનારો - ચેતન આત્મા અર્થમાં સ્થિતિ કરશે, તે ઉત્તમ સૌખ્ય હોશે, ‘સત્યે તારી યા તો હોરી ઉત્તમં સોલ્વે ' એમ શબ્દ બ્રહ્મનો દિવ્યનાદ ગજાવતા આ કર્ણામૃતમય અમૃત શબ્દોના દિવ્ય ધ્વનિનો અનંતગુણવિશિષ્ટ ભાવથી બહલાવતાં, શબ્દબ્રહ્મના પરમ પારદેશ્વા પરમબ્રહ્મવેત્તા પરબ્રહ્મનિષ્ઠ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી આ ગાથાના પ્રત્યેક પદની પરમ અદ્દભુત અપૂર્વ વ્યાખ્યા કરી, આત્માની અનન્ય ખ્યાતિ કરતી આ યથાર્થનામાં “આત્મખ્યાતિ'ની મંગલમય પૂર્ણાહુતિમાં આ વિશ્વપ્રકાશક સમયસારની - શુદ્ધ આત્માની અપૂર્વ ખ્યાતિ પ્રકાશે છે - “સમયસારભૂત” – સમયના સારભૂત અથવા “સમયસાર” - શુદ્ધ આત્મા થઈ ગયેલા એવા આ “ભગવત’ - પરમ જ્ઞાનાદિ ‘ભગ’ - ઐશ્વર્ય સંપન્ન આ પરમાત્મા “વિશ્વપ્રકાશક - અખિલ જગતના પ્રકાશક - પ્રકાશનારા છે, આવા આ વિશ્વપ્રકાશક સમયસાર પરમાત્માનું સ્વરૂપ આ સમયસાર શાસ્ત્ર પ્રકાશે છે, એટલે આમ વિશ્વપ્રકાશક સમયસારના પ્રકાશનને લીધે આ સમયસાર શાસ્ત્ર “વિશ્વ સમયનું' - સર્વ જગતુ પદાર્થનું પ્રતિપાદન - પ્રરૂપણ કરે છે અને એટલે જ અખિલ વિશ્વના - અખિલ બ્રહ્માંડના સર્વ પદાર્થને વ્યાપી રહેલું -
૭૯૭