________________
સમયસાર : આત્મખ્યાતિ
આવરી લેતું આ સમયસાર શાસ્ત્ર “સ્વયં” - આપોઆપ “શબ્દ બ્રહ્મરૂપ” - વિશ્વ વ્યાપક - વિશ્વ પ્રકાશક પરમાગમ રૂ૫ થઈ પડે છે. આમ જે “ખરેખર !” નિશ્ચય કરીને તથાભૂત ભાવથી શુદ્ધાત્મ દશાથી - (૧) સમયસારભૂત આ ભગવત પરમાત્માના વિશ્વપ્રકાશકપણાએ કરીને વિશ્વસમયના પ્રતિપાદનને લીધે સ્વયં શબ્દબ્રહ્મરૂપ થઈ રહેલા આ શાસ્ત્રને અધ્યયન કરી - અભ્યાસી, (૨) વિશ્વ પ્રકાશનમાં - અખિલ જગન્ને પ્રકાશવામાં સમર્થ એવા પરમાર્થભૂત ચિપ્રકાશ રૂપ પરમાત્માને નિશ્ચય કરતો અર્થથી અને તત્ત્વથી “પરિચ્છેદીને' - પરિજ્ઞાન કરીને - સર્વથા જાણીને, (૩) આના જ અર્થભૂત ભગવત એક પૂર્ણ વિજ્ઞાનઘન પરમબ્રહ્મમાં ચેતયિતા' - ચેતનારો - ચેતન - અનુભવયિતા સવરંભથી સ્થિતિ કરશે. (૪) તે “સાક્ષાત્ - પ્રત્યક્ષ “તતુ ક્ષણે' - તે જ ક્ષણે “વિજુંભમાણ’ - વિવર્ધમાન - વિકસાયમાન - ઉત્તરોત્તર વૃદ્ધિગત થતા – ઉલ્લસી રહેલા ચિદેકરસ નિર્ભર - ચિરૂપ એક – અદ્વૈત રસથી નિર્ભર' - પરિપૂર્ણ સ્વભાવમાં “સુસ્થિત' - સારી પેઠે સ્થિત એવી “નિરાકુલ - આકુલતા રહિત આત્મરૂપતાએ કરીને, પરમાનંદ' શબ્દથી વાચ્ય' - કહેવા યોગ્ય એવું ઉત્તમ અનાકુલપણા લક્ષણવાળું સૌખ્ય “સ્વયમેવ' - સ્વયં જ - પોતે જ - આપોઆપ જ થશે. અર્થાતુ ઉક્ત વિધાનથી જે ચેતયિતા પૂર્ણ વિજ્ઞાનઘન પરંબ્રહ્મની અનુભૂતિ કરતો સ્થિતિ કરશે, તે ચિકરસ નિર્ભર સ્વભાવમાં સુસ્થિત નિરાકુલ આત્મરૂપતાએ કરી પોતે જ પરમાનંદ સ્વરૂપ અનાકુલત્વ લક્ષણ ઉત્તમ - પરમ સૌખ્ય બની જશે. એમ પૂર્ણ વિજ્ઞાનઘન ભગવાન કુંદકુંદાચાર્યની અનુપમ અમૃત કૃતિ આ સમયસારની અંતિમ ગાથાની અનન્ય વ્યાખ્યા પ્રકાશમાં પૂર્ણ વિજ્ઞાનઘન ભગવાન્ અમૃતચંદ્રાચાર્યજીએ અપૂર્વ અત્ર તત્ત્વકળાથી ગૂંથેલ સૂત્રાત્મક અનુપમ અમૃત “આત્મખ્યાતિના દિવ્ય ધ્વનિથી ઉદ્ઘોષણા કરી.
સર્વ
વિશુદ્ધ
જ્ઞાન,
૭૯૮