________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા ૪૧૩ પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય પર અનારૂઢ' - નહિ આરૂઢ એવાઓ - પ્રૌઢવિવે નિશ્ચયમનાક્ટી., પરમાર્થસત્ય એવા ભગવંત સમયસારને નથી દેખતા – પરમાર્થસત્ય માવંતં સમયસારું પયંતિ | અર્થાત જેઓ તેવા તેવા દ્રવ્યલિંગના મમકારથી મિથ્યા અહંકાર કરે છે, તેઓ અનાદિથી “રૂઢ' - ઊંડા મૂળ ઘાલી ગયેલા “વ્યવહારથી” - પરનો આશ્રય કરનારા અભૂતાર્થ - અસતુ વ્યવહારથી ‘વિમૂઢ' - વિશેષે કરીને મૂઢ - અત્યંત મૂઢ થઈ ગયેલાઓ હોય છે. અત એવ અવિવેકી જે હજુ વર્તતા હોય તે, “પ્રૌઢ' - પરિપક્વ અવસ્થા પામેલ પુરુષના જેવા પ્રૌઢ વિવેક પર આરૂઢ થઈ શકે નહિ - ચઢી શકે નહિ, અને જેઓ પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય પર આરૂઢ થયેલા નથી, તેઓ “પરમાર્થ સત્ય” - પરમાર્થ સતુ - “પરમાર્થથી” - તત્ત્વથી - નિશ્ચયથી ભૂતાર્થથી સત્ય - સાચા - સતુ “ભગવંત’ - જ્ઞાનાદિ ‘ભગ’ - ઐશ્વર્યવંત “સમયસારને” - શુદ્ધ આત્માને નથી દેખતા - અનુભવનેત્રથી નથી નિહાળતા, અનુભવ પ્રત્યક્ષ નથી કરતા.
સર્વ
વિશુદ્ધ જ્ઞાન
૭૮૫