________________
સમયસાર : આત્મખ્યાતિ
વ્યવહાર વિમૂઢ દૃષ્ટિએ જનો પરમાર્થ કળતા નથી એવા ભાવનો સમયસાર કળશ (૫૦) પ્રકાશે છે -
વૈતાનિ વૃત્ત व्यवहारविमूढदृष्टयः, परमार्थं कलयंति नो जनाः । तुषबोधविमुग्धबुद्धयः, कलयंतीह तुषं न तंडुलं ॥२४२॥ વ્યવહાર વિમૂઢ દૃષ્ટિઓ, પરમાર્થો કળતા જ ન જના; તુષબોધ વિમુગ્ધ બુદ્ધિઓ, કળતા હ્યાં તુષ તંડુલો જ ના. ૨૪૨
અમૃત પદ - ૨૪૨ વ્યવહાર મૂઢને પરમાર્થ ભાન ના, જુઓ ! ઢંગ અજ્ઞાનના ! ધાન્ય છાંડી તે ખાંડે છે ફોતરાં, મંડાણ એ મહા મોહના... વ્યવહાર મૂઢને. ૧ વ્યવહારમાં વિમૂઢ દૃષ્ટિ છે જેહની, એવા વ્યવહાર મૂઢ દૈષ્ટિ, કળતા નહિ અહિં પ્રકટ પરમાર્થને, ભાનુને જેમ ઘેડ દૃષ્ટિ... વ્યવહાર મૂઢને. ૨ તુષના બોધથી બુદ્ધિ વિમુગ્ધ છે, એવા જનો મુગ્ધ બુદ્ધિ, તુષને કળે અહિં કળે ન તંડુલને, મુગ્ધ બાલ શું મુગ્ધ બુદ્ધિ !... વ્યવહાર મૂઢને. ૩ ફોતરાંને અહિં ધાન્ય માનીને, મુગ્ધ ધાન્યને છાંડતા, ધાન્ય કદી પણ પામે નહિ તે, રહે તે ફોતરાં જ ખાંડતા !... વ્યવહાર મૂઢને. ૪ વ્યવહારને તેમ માની પરમાર્થ જે, પરમાર્થ ધાન્યને છાંડતા, પરમાર્થને કદી પામે નહિ તે, વ્યવહાર ફોતરાં ખાંડતા... વ્યવહાર મૂઢને. ૫ બાળો ભોળો બાળ ભોળવાઈ રમકડે, પરમાર્થ રત્નને છાંડતો, ભોળવાઈ તેમ આ વ્યવહાર રમકડે, પરમાર્થ રત્નને છાંડતો !... વ્યવહાર મૂઢને. ૬ લાકડાનો ઘોડો સાચો માનીને, મુગ્ધ બાલ આરોહતો, ખોટો વ્યવહાર તેમ સાચો માનીને, મુગ્ધ બાલ આ રોહતો !... વ્યવહાર મૂઢને. ૭ અભૂતાર્થ વ્યવહારને ભૂતાર્થ માનતાં, પરમાર્થને જે છાંડતા, વ્યવહાર મૂઢ તે કેમ ભૂતાર્થમાં, પરમાર્થમાં પદ માંડતા ?.. વ્યવહાર મૂઢને. ૮ સાર સમયનો છોડી નિઃસારમાં, વ્યવહારમાં જે મોહે,
ભગવાન સમયનો સાર અમૃત તે, કેમ વિમૂઢ તે રહે?... વ્યવહાર મૂઢને. ૯ અર્થ - વ્યવહાર વિમૂઢ દષ્ટિવાળા જનો પરમાર્થને કળતા નથી, તુષબોધથી (ફોતરાંના બોધથી) વિમુગ્ધ બુદ્ધિવાળાઓ અહીં તુષને (ફોતરાંને) કળે છે, તંતુલને (ચોખાને) નહિ ! ૨૪૨
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય અનંત કાળ વ્યવહાર કર્યો છે, તેની જંજાળમાં પરમાર્થ ભૂલાઈ જાય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર
આત્મખ્યાતિ' ના ગદ્ય ભાગમાં વ્યવહારવિમૂઢ દૃષ્ટિવાળાનું કથન કર્યું. તેના અનુસંધાનમાં વ્યવહારવિમૂઢ દૃષ્ટિવાળા “તુષ' ફોતરાંથી ભોળવાઈ “તેંડુલ'ને ઓળખતા નથી એમ અન્યોક્તિથી આત્માને વિંધી નાખે એવો ‘વેધક' માર્મિક કટાક્ષ આ કળશમાં કરતાં અમૃતચંદ્રજી પરમ પરમાર્થનું દિવ્યગાન ગાનારા પરમ મહાકવિ વદે છે – “વ્યવહારવિમૂઢય:' - વ્યવહાર વિમૂઢ દ્રષ્ટિવાળા જનો
૭૮૬