________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કળશ ૨૩૯
મુમુક્ષુએ સદા સેવ્ય મોક્ષમાર્ગ આત્મ-તત્ત્વ એવા ભાવનો સમયસાર કળશ (૪૭) પ્રકાશે છે –
अनुष्टुप् दर्शनज्ञानचारित्रत्रयात्मा तत्त्वमात्मनः । एक एव सदा सेव्यो, मोक्षमार्गो मुमुक्षुणा ॥२३९॥४११॥ દર્શન – જ્ઞાન - ચારિત્ર - ત્રયાત્મા તત્ત્વ આત્મનું; એક જ આ સદા સેવ્ય, મોક્ષમાર્ગ મુમુક્ષુએ. ૨૩૯
અમૃત પદ - ૨૩૯ દર્શન-જ્ઞાન-ચારિત્રમય આત્મા, મોક્ષમાર્ગ આ એક, દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રયાત્મા, મોક્ષમાર્ગ આ એક... દર્શન-શાનચારિત્રમય આત્મા. ૧ દર્શન-શાનચારિત્ર ત્રય એ તો, આત્મા જેનો છેક, એવું તત્ત્વ આત્માનું એ તો, મોક્ષમાર્ગ આ એક... દર્શન. ૨ દર્શન-શાન ચારિત્રમય આત્મા, એ જ મોક્ષનો માર્ગ, સદા સેવ્ય સહજાત્મસ્વરૂપી, મુમુક્ષુએ એક માર્ગ... દર્શન. ૩ એક આત્માશ્રિત મોક્ષમાર્ગની, ઉદ્ઘોષણા કરી આમ,
દ્રવ્યલિંગ આગ્રહને હરતી, ભગવાન અમૃત સ્વામ... દર્શન. ૪ અર્થ - આત્માનું તત્ત્વ એવો દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રય છે આત્મા જેનો એવો એક જ મોક્ષમાર્ગ મુમુક્ષુએ સદા સેવ્ય છે. ૨૩૯
અમૃત જ્યોતિ' મહાભાષ્ય મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષો મોક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા સપુરુષો એક જ માર્ગથી પામ્યા છે, વર્તમાનકાળને પણ તેથી જ પામે છે, ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૪
દર્શન-જ્ઞાન-ચારિત્રાત્મક એક જ મોક્ષમાર્ગ સેવવાનું મુમુક્ષુને આહવાન કરતા આ ઉત્થાનિકા કળશમાં નીચેની ગાથામાં આવતા ભાવનું સૂચન કર્યું છે - દર્શન-જ્ઞાનવરિત્રત્રયાત્મ તત્ત્વમાત્મનઃ - આત્માનું તત્ત્વ છે - શુદ્ધ સ્વરૂપ છે, એવો દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રય - ત્રિપુટી છે આત્મા જેનો એવો એક જ – અદ્વિતીય જ – અદ્વૈત જ મોક્ષમાર્ગ મુમુક્ષુએ સદા સેવ્ય - સેવવા યોગ્ય, ઉપાસવા યોગ્ય - આરાધવા યોગ્ય છે - એમ પરમ ભાવિતાત્મા અમૃતચંદ્રાચાર્યજીએ અત્રે મુમુક્ષુઓને પરમ ભાવાવેશથી આહ્વાન કર્યું છે - gવ સા સેવ્યો મોક્ષમા મુમુક્ષુIT |
૭૭૫