________________
સમયસાર : આત્મખ્યાતિ
સ્વામીજીએ તેમની લાક્ષણિક તત્ત્વતલસ્પર્શી શૈલીમાં કહ્યું છે તેમ લિંગ એ દેહાશ્રિત દૃષ્ટ છે, દેહ એ આત્માનો ભવ છે, તેથી આ લિંગમાં આગ્રહ કરનારાઓ ભવથી -સંસારથી મુક્ત થતા નથી મોક્ષ પામતા નથી.*
5
-
આ કળશનો ભાવ ઝીલી બનારસીદાસજી કહે છે - શુદ્ધ જ્ઞાનનો દેહ નથી મુદ્રા વેષ કોઈ નથી, તેથી મોક્ષનું કારા દ્રવ્યર્નિંગ હોય નહિ. દ્રવ્યલિંગ પ્રગટ ન્યારૂં છે, ક્લા, વચન, વિજ્ઞાન, અષ્ટ મહાઋદ્ધિ, અષ્ટ સિદ્ધિ એ જ્ઞાન હોય
નહિ.
(દોહરા)
“સુદ્ધ ગ્યાન કૈ દેહ નહિ, મુદ્રા ભેષ ન કોઈ,
તાતૈ કારન મોખકૌ, દરબ લિંગ ન હોઈ,
-
દરબ લિંગ ન્યારી પ્રગટ, કલા વચન વિગ્નાન,
અષ્ટ મહાસિધિ અષ્ટ સિધિ, એઊ હોહિ ન ગ્યાન.'' - શ્રી બનારસીદાસજી કૃત સ.સા. સર્વ વિ.અ. ૧૧૦-૧૧૧ આ ભાવને ઓર બતાવતાં બનારસીદાસજી ખીલે છે - વેષમાં જ્ઞાન નથી, ગુરુ વર્તનમાં જ્ઞાન નથી - ભેષમૈં ન ગ્યાન નહિ ગ્યાન ગુરુ વર્તન મેં, મંત્ર-તંત્ર-તંત્રમાં જ્ઞાનની કહાણી નથી, ગ્રંથમાં જ્ઞાન નથી, કવિ ચાતુરીમાં જ્ઞાન નથી - ‘ગ્રંથમૈં ન ગ્યાન નહિ ગ્યાન કવિ ચાતુરીમૈં', વાતમાં જ્ઞાન નથી, વાણીમાં જ્ઞાન નથી, તેથી કરીને વેષ, ગુરુત્તા, કવિત્વ, ગ્રંથ, મંત્ર, વાત – એથી અતીત જ્ઞાન ચેતના નિશાની છે, શાનમાં જ શાન છે, જ્ઞાન બીજા કોઈ સ્થળે નથી - ‘ગ્યાનહી મેં ગ્યાન નહિ ગ્યાન ઔર ઠૌર કહૂં', જેના ઘટમાં શાન છે, તે જ જ્ઞાનનો નિદાની (કારણ) છે.
(સવૈયા–૩૧)
મેષ મૈં ન ગ્યાન નિષ્ઠ ગ્યાન ગુરુ વર્તનમૈં, મંત્ર જંત્ર મૈં ન ગ્યાન કી કહાની 1, ગ્રંથમૈં ન ગ્યાન નહિ ગ્યાન કવિ ચાતુરી મૈં, બાતનિમૈં ગ્યાન નહિ ગ્યાન કહા બાન હૈ, તાતેં ભેષ ગુરુતા કવિત્ત ગ્રંથ મંત્ર બાત, ઈનð અતીત ગ્યાન ચેતના નિસાની હૈ, ગ્યાનહીમેં ગ્યાન નહિ ગ્યાન ઔર ઠૌર કહ્યું, જા કૈ ઘટગ્યાન સોઈ ગ્યાનકા નિદાની હૈ.''
-
-
- શ્રી બના. કૃત સ.સા. સર્વ વિ.અ. ૧૧૨ તેમજ – વૈપ ધરીને લોકોને વર્ગ - છેતરે તે ધર્મ ઠગ છે - ભેષ ધરિ લોકનિકો બચે સૌ પરમ ઠગ', જેને રાવાઈ ગુરુતા જોઈએ – તે ગુરુ કહાવે છે - 'ગુરુ સૌ કામૈ ગુરુવાઈ જાહિ ચાહિયે, મંત્ર તંત્ર સાધક તે ગુન્ની જાગર કહેવાય છે, જેમાં પંડિતાઈ લહિયે તે પંડિત કહેવાય છે, કવિત્વની કળામાં પ્રવીશ તે કવિ કર્મવાય છે, વાત કહી જાશે તે પવારગીર (કથાકાર) કહેવાય છે, એ તો સર્વ વિષયના ભિખારી માયાધારી જીવ છે, એને વિલોકીને દયાળ રૂપ રહીયે - ‘એ તો સબ વિઐકે ભિખારી માથાધારી જીવ, ઈન્દી વિકિ દયાલ રૂપ રશ્ચિય.'
- તે
(સવૈયા–૩૧)
“ભૈય ધરિ લોકનિકી બેંચે સૌ પરમ હંગ, ગુરુ સો કહાવૈ ગુરુવાઈ જાતિ ચાહિયે, મંત્ર તંત્ર સાધક કહાવૈ ગુની જાદૂગર, પંડિત કહાવૈ પંડિતાઈ જામ સહિયે, કવિત્તકી કલામે પ્રવીન સો કહાવૈ કવિ, બાત કષ્ઠિ જાનૈ સૌ પવાગીર કહિયે, એ તૌ સબ વિશ્વ ભિખારી માયાધારી જીવ, ઈન્દ્રૌં વિલોકિક દયાલ રૂપ રચાય.'
૭૭૦
- શ્રી અનારસીદાસ કૃત સ.સા. સઈ. વિ.અ. ૧૧૩