________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંક સમયસાર કળશ ૨૩૫ અત્ર ત્યાગ - આદાન શૂન્ય અવસ્થિત આ સમયસાર કળશ (૪૩) જ્ઞાનનો શુદ્ધજ્ઞાનઘન મહિમા ઉત્કીર્તન કરે છે -
शार्दूलविक्रीडित अन्येभ्यो व्यतिरिक्तमात्मनियतं बिभ्रत्पृथग्वस्तुता - मादानोज्झनशून्यमेतदमलं ज्ञानं तथावस्थितं । मध्यायंतविभागमुक्तसहजस्फारप्रभाभासुरः, शुद्धज्ञानघनो यथास्य महिमा नित्योदितस्तिष्ठति ॥२३५॥ અન્યોથી વ્યતિરિક્ત આત્મનિયત ધારતું, પૃથગુ વસ્તુતા, આદાન ગ્રહણે સૂનું અમલ તે જ્ઞાન સ્થિતું છે તથા; આદિ મધ્ય જ અંત મુક્ત સહજ સ્કાર પ્રભા દીપતો. શુદ્ધજ્ઞાનઘનો યથા તત્ મહિમા નિત્યોદયો તિષ્ઠતો ર૩પા
અમૃત પદ - ૨૩૫
“ચંદ્ર પ્રભુ મુખચંદ રે સખી દેખવા દે' - એ રાગ શુદ્ધજ્ઞાનઘન સંત... ચેતન ચિંતવ રે ! અન્યોથી અતિ ભિન્ન... ચેતન ચિંતવ રે. આત્મનિયત અત્યંત... ચેતન. પૃથર્ વસ્તુત્વ ધરંત... ચેતન. ૧ ન ત્યાગ ન જ આદાન... ચેતન. લેવું મૂકવું ન યત્ર... ચેતન. એવું અમલ આ જ્ઞાન... ચેતન. તેવું શૂન્ય અવસ્થિત અત્ર... ચેતન. ૨ કે શુદ્ધ જ્ઞાનઘનો યથા... ચેતન. મહિમા એનો મહાન... ચેતન. નિત્ય ઉદયવંતો તથા... ચેતન. સ્થિતિ કરે સ્વસ્થાન... ચેતન. ૩ આદિ મધ્ય ને અંત... ચેતન. વિભાગથી જે મુક્ત... ચેતન. સહજ સ્વાર હુરંત.. ચેતન. પ્રભા ભાસ્કરે યુક્ત. ચેતન. ૪ શુદ્ધ જ્ઞાનઘન આમ... ચેતન. સહજાત્મસ્વરૂપ ધામ. ચેતન. વિજ્ઞાનઘન” સુનામ... ચેતન. ભગવાન અમૃત સ્વામ... ચેતન. ૫
અર્થ - અન્યોથી વ્યતિરિક્ત, આત્મનિયત, પૃથગુ (ભિન્ન) વસ્તુતા ધારતું, આદાન - ત્યાગ શૂન્ય એવું આ અમલ જ્ઞાન તથા પ્રકારે અવસ્થિત થયું - યથાપ્રકારે આદિ - મધ્ય - અંત વિભાગથી મુક્ત સહજ સ્કાર પ્રભાથી ભાસુર (ઝળહળતો) એવો શુદ્ધજ્ઞાનઘનો આનો (જ્ઞાનનો) મહિમા નિત્યોદિત તિષ્ઠ છે (સ્થિતિ કરે છે). ૨૩૫ -
અમૃત જ્યોતિ' મહાભાષ્ય “આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એ જ સર્વ જ્ઞાનનો સાર શ્રી સર્વશે કહ્યો છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૦૫ આમ આત્મખ્યાતિના ગદ્ય વિભાગમાં જે આટલું બધું સ્પષ્ટ નિખુષ તત્ત્વયુક્તિમાં પ્રતિપાદન કર્યું, તેનો સારસમુચ્ચય સંદબ્ધ કરતા આ કળશ કાવ્યમાં ‘વિજ્ઞાનઘન અમૃતચંદ્રાચાર્યજીએ જ્ઞાનના શાશ્વત શુદ્ધજ્ઞાન મહિમાની મુક્ત કંઠે પરમાર્થ સ્તુતિ લલકારી છે - કચેમ્યો તિરિવર્ત - અન્યોથી વ્યતિરિક્ત - બીજાઓથી સાવ જૂદું – અલાયદું, માત્મનિયત - આત્મનિયત – આત્મામાં જ નિયત - નિશ્ચય વૃત્તિથી
૭૬૧