________________
સમયસાર : આત્મખ્યાતિ
સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખ સ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું ત્યાં વિક્ષેપ શો? વિકલ્પ શો? ભય શો? ખેદ શો? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું.” હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ - (શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૩૩)
એક આત્મા આત્મા ને આત્મા જ એ દિવ્ય ધ્વનિ ગજ્યા કરતો હતો, એવા સહજસ્વરૂપસ્વામી શુદ્ધ ચૈતન્યમૂર્તિ શ્રીમદ્ આવા શુદ્ધ આત્મા - પ્રયોગસિદ્ધ સમયસાર હતા ! નમસ્કાર હો ! નમસ્કાર હો ! આવા જીવતા જાગતા આ પ્રયોગસિદ્ધ સમયસારને* नमः समयसाराय !
સર્વ
વિશુદ્ધ જ્ઞાન
•
વિશેષ માટે : “અધ્યાત્મ રાજચંદ્ર (સ્વરચિત) પ્રકરણ-૧૦૧ : જીવતો જાગતો પ્રયોગસિદ્ધ સમયસાર.
૭૬૦