________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા ૩૮૭-૩૮૯ (અંતર્ગત) : પ્રત્યાખ્યાન કલ્પ
વાચાથી ન હું કરાવીશ. ૪૫
વાચાથી ન હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરીશ. ૪૬
કાયથી ન હું કરીશ. ૪૭
કાયથી ન હું કરાવીશ. ૪૮
કાયથી ન હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરીશ. ૪૯
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
‘‘સર્વ પ્રકારની ક્રિયાનો, યોગનો, જપનો, તપનો અને તે સિવાયના પ્રકારનો લક્ષ એવો રાખજો કે આત્માને છોડવા માટે સર્વે છે, બંધનને માટે નથી.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૧૬), ૧૮૩
અત્રે પણ ‘મનથી વાચાથી અને કાયથી ન હું કરીશ, ન હું કરાવીશ, ન હું અન્ય કરતાને પણ સમનુજ્ઞાત અનુમોદિત કરીશ’ એમ ભવિષ્ય કાળ સંબંધી કર્મના સંન્યાસની - પરિત્યાગની ભાવના અથવા પ્રત્યાખ્યાનની પ્રક્રિયા પ૨મ ભાવિતાત્મા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અપૂર્વ આત્મભાવોલ્લાસથી પ્રદર્શિત કરી છે અને તેના સમસ્ત સંભવિત પ્રકારો અત્યંત સ્પષ્ટપણે વિવરી દેખાડી તેના પણ ઉક્ત રીત્યા કુલ (૪૯) ભંગ સ્પષ્ટ સુરેખ પદ્ધતિથી વર્ણવ્યા છે. તે સુગમતાથી સમજવાની રહસ્ય ચાવી પ્રતિક્રમણ પ્રકારોના વિવેચનમાં દર્શાવી તે જ છે. શેષ સુગમ છે.
-
સર્વ વિશુદ્ધ શાન
૭૨૭