________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા ૩૮૭-૩૮૯ (અંતર્ગત) : પ્રતિક્રમણ કલ્પ
કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું - અનુમોદિત કર્યું હતું (એમ ત્રણ પ્રકારથી), તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો !' એમ ભૂતકાળ સંબંધી કર્મના સંન્યાસની પરિત્યાગની ભાવના અથવા પ્રતિક્રમણની પ્રક્રિયા પ૨મ ભાવિતાત્મા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અપૂર્વ આત્મભાવોલ્લાસથી પ્રદર્શિત કરી છે અને તેના સમસ્ત સંભવિત પ્રકારો (Parmatations & Combinations) અત્યંત સ્પષ્ટપણે વિવરી દેખાડી તેના કુલ (૪૯) ભંગ આ પ્રકારે સ્પષ્ટ સુરેખ પદ્ધતિથી વર્ણવ્યા છે. તે સુગમતાથી સમજીને સ્મૃતિમાં રાખવા માટે તેની સામાન્ય રહસ્ય ચાવી (master-key) આ પ્રકારે -
अ (૧) મનથી વાચાથી અને કાયથી - એમ ત્રિકસંયોગી એક ભંગ,
ब
(૨) મનથી વાચાથી, (૩) મનથી કાયથી, (૪) વાચાથી કાયથી - એમ દ્વિક સંયોગી ત્રણ ભંગ,
(૫) મનથી, (૬) વાચાથી, (૭) કાયથી એમ એક સંયોગી ત્રણ ભંગ એમ ત્રણ યોગના સા મૂલ ભંગ થાય.
-
-
(૧) કૃતથી કારિતથી અનુમોદિતથી - એમ ત્રિકસંયોગી એક ભંગ,
(૨) કૃતથી કારિતથી, (૩) કૃતથી અનુમોદિતથી, (૪) કારિતથી અનુમોદિતથી દ્વિક સંયોગી ત્રણ ભંગ,
(૫) કૃતથી, (૬) કારિતથી, (૭) અનુમોદિતથી કૃત આદિના પણ સપ્ત મૂલ ભંગ થાય.
-
સર્વ વિશુદ્ધ
જ્ઞાન
૭૧૭
એમ એક સંયોગી ત્રણ ભંગ
-
હવે (૧) ત્રણ યોગના ૩૪ વિભાગમાં વર્ણવેલ સપ્ત મૂલ ભંગને પ્રત્યેકને 7 વિભાગના કૃત-કારિત-અનુમોદિત એ ત્રિકસંયોગી એક ભંગ સાથે ફલાવતાં ૭ × ૧ = ૭ ભંગ
એમ
થાય.
(૨) ત્રણ યોગના ૬ વિભાગમાં વર્ણવેલ સમ્ર મૂલ ભંગને પ્રત્યેકને ૬ વિભાગમાં વર્ણવેલ કૃતાદિના દ્વિક સંયોગી ત્રણ ભંગ સાથે ફલાવતાં ૭ × ૩ = ૨૧ ભંગ થાય.
-
એમ
(૩) ત્રણ યોગના સમ મૂલ ભંગને પ્રત્યેકને વ વિભાગમાં વર્ણવેલ કૃતાદિના એક સંયોગી ત્રણ ભંગ સાથે ફલાવતાં ૭ × ૩ = ૨૧ ભંગ થાય.
આમ ૭ + ૨૧ + ૨૧ = ૪૯ કુલ ભંગ થાય. તે ટૂંકામાં ૬ વિભાગ પ્રમાણે યોગના સમ ભંગને અનુક્રમે ૬ વિભાગના સપ્ત ભંગ સાથે ફલાવતાં સપ્ત ભંગને સમ ભંગથી તાડિત કરતાં (ગુણતાં) ૭ × ૭ = ૪૯ ભંગ થાય, શેષ સુગમ છે.