________________
પ્રતિક્રમણ
સમયસાર : આત્મખ્યાતિ
- સાર આ સમયસાર કળશ (૩૪) ચૈતન્ય ભાવના ભાવે છે
-
आर्या मोहाद्यदहमकार्षं समस्तमपि कर्म तत्प्रतिक्रम्य । आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्त्ते ॥ २२६ ॥ // કૃતિ પ્રતિમાપ: સમાપ્ત: ||
મોહથી જે મેં કર્યું'તું, પ્રતિક્રમી સમસ્ત પણ તે કર્મ, વર્તુ નિત્ય આત્માથી, ચૈતન્યાત્મ આત્મમાં નિષ્કર્મ. ૨૨૬ અમૃત પદ ૨૨૬
(રાગ - ઉપર પ્રમાણે) ‘સિદ્ધ ચક્ર પદ વંદો’
મોહથી જે મેં કર્યું હતું રે, પ્રતિક્રમી સહુ તે કર્મ,
વર્તુ ચૈતન્યાત્મ આત્મમાં રે, આત્માથી નિત્ય નિષ્કર્મ... વર્તી ચૈતન્યાત્મ આત્મમાં રે.
અર્થ - મોહને લીધે જે મેં કર્યું હતું, તે સમસ્ત પણ કર્મ પ્રતિક્રમીને, નિષ્કર્મ એવા ચૈતન્યાત્મ આત્મામાં હું નિત્ય આત્માથી વત્તું છું. ૨૨૬
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
‘ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૨૦૯), ૨૮૦ “આકાશવાણી : તપ કરો, તપ કરો, શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો, શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. હાથનોંધ, ૩-૧૦
ઉપરમાં ‘આત્મખ્યાતિના' ગદ્ય ભાગમાં દ્વિક-ત્રિક આદિ સંયોગથી જે ભૂતકાલીન દોષના મિથ્યા દુષ્કૃતના ૪૯ પ્રકાર સ્પષ્ટ વિવરી દેખાડ્યા, તેના સારસમુચ્ચય રૂપ આ પ્રતિક્રમણનો ઉપસંહાર કળશ કહ્યો છે - મોહાવું - મોહને લીધે જે મેં કર્યું હતું તે સમસ્ત પણ પ્રતિક્રમીને, નિષ્કર્મ - કર્મ રહિત એવા आत्मनि સદાય આત્માથી વત્તું છું
ચૈતન્યાત્મ - ચૈતન્ય છે આત્મા જેનો એવા આત્મામાં નિત્ય चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते ।
૭૧૮
-
-