________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા ૩૭૨ દર્શન થતું નથી માટે. જે એમ છે તો પછી સર્વ દ્રવ્યો નિમિત્તભૂત પરદ્રવ્યના સ્વભાવે નથી ઉપજતા, પણ સ્વસ્વભાવે જ ઉપજે છે - કારણકે સ્વસ્વભાવે દ્રવ્ય પરિણામના ઉત્પાદનું દર્શન છે માટે અને એમ સતે - એમ હોતાં, સ્વસ્વભાવના અનતિક્રમને લીધે સર્વ દ્રવ્યોના નિમિત્તભૂત દ્રવ્યાંતરો - અન્ય દ્રવ્યો સ્વપરિણામના ઉત્પાદકો જ - ઉપજાવનારા જ છે - સર્વદ્રવ્યાનું નિમિત્તમૂતદ્રવ્યાંતર સ્વરિામાન્ચેવ અને સર્વ દ્રવ્યો જ, નિમિત્તભૂત દ્રવ્યાંતરોના - અન્ય દ્રવ્યોના સ્વભાવનો અસ્પર્શતા - નહિ સ્પર્શતા સતા - મિત્તમૂતદ્રવ્યાંતર સ્વભાવમસ્યુશંતિ, સ્વસ્વભાવે કરી સ્વપરિણામથી ઉપજે છે - સ્વસ્વમાન પરિણામમવેનોત્પદંતે - એથી કરીને પરદ્રવ્ય જીવના રાગાદિનું ઉત્પાદક - ઉપજવનારું એવું અમે ઉભેખતા' - ઉશ્રેષતા નથી - ગમે તે કોઈ કલ્પનાથી દેખતા નથી, કે જે પ્રત્યે અમે કોપીએ - કોપ કરીએ - ર પરદ્રવ્ય નીવસ્ય લાવીનામુપાવવમુવામો સુચામઃ | આમ અખંડ નિશ્ચય સિદ્ધાંત રૂપ અનુપમ સ્વભાવ નિયમ અત્ર સુપ્રતિષ્ઠાપિત કર્યો છે અને તેનું
અત્રે મુખ્ય ઈષ્ટ પ્રયોજન સમસ્ત પરદ્રવ્ય પ્રત્યેનો જીવનો રાગ છોડાવી આ સ્વભાવ - નિયમનો સમસ્ત પ૨દ્રવ્યના પરિત્યાગે કરી જીવને શુદ્ધ આત્મ સ્વભાવમાં આણવાનો તાત્પર્ય રૂપ ફલિતાર્થ છે. એટલે આનો તાત્પર્ય રૂપ ફલિતાર્થ એ છે કે - જીવના રાગાદિ કોઈ
અન્ય દ્રવ્ય ઉપજાવતું નથી, પણ જીવ પોતે જ ઉપાડે છે, એટલે રાગાદિ એ જીવની પોતાની જ વિકતિ - કતિ છે - જીવનું પોતાનું જ “ભાવકર્મ છે અને તેની પૂરેપૂરી જોખમદારી કેવળ જીવને પોતાને જ શિરે જ છે, માટે તે રાગાદિની ઉત્પત્તિમાં માત્ર નિમિત્તભૂત પરદ્રવ્યનો દોષ કાઢવો ને તેના પ્રત્યે નિષ્ફળ કોપ કરવો એ જીવની કેવળ વિમૂઢતા જ છે. જીવે છે દોષ કાઢવો હોય ને કોપ કરવો હોય તો કેવળ પોતા પ્રત્યે જ કરવા યોગ્ય છે. એટલે પર કાંઈ કરતું નથી માટે પરને સ્વચ્છેદે ભોગવ્યા કરો, એવા મહા અનર્થકારક અર્થમાં નિશ્ચયને ઉતારનારા નિશ્ચયવિમૂઢોના સ્વચ્છંદનો અત્ર આત્યંતિક નિષેધ છે, કારણકે પર પ્રત્યયી રાગની જોખમદારી જીવની પોતાની જ છે, એટલે જો પર પ્રત્યેનો રાગ નથી તો પર કેમ રહો છો ? ને પર ગ્રહો છો તો પર પ્રત્યેનો રાગ કેમ નથી ? એમ સીધા પ્રશ્નથી (Poser) નિશ્ચયવિમૂઢ નિશ્ચયાભાસી સ્વચ્છંદી શુકશાનીઓને નિરુત્તર કરી મૂકે એવો કેવળ શુદ્ધ પરમાર્થ જ અત્ર ફલિત થાય છે.
સિવી
વિશુદ્ધ
જ્ઞાન
૬૮૭