________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કલશ ૨૧૯
રાગ-દ્વેષોત્પાદક અન્ય દ્રવ્ય કંઈ પણ છે નહિ, એવા ભાવનો સમયસાર કળશ (૨૭) સંગીત કરે છે – शालिनी
रागद्वेषोत्पादकं तत्त्वदृष्ट्या, नान्यद् द्रव्यं वीक्ष्यते किंचनापि । सर्वद्रव्योत्पत्तिरंतश्चकास्ति, व्यक्तात्यंतं स्वस्वभावेन यस्मात् ॥ २१९॥ રાગદ્વેષોત્પાદક તત્ત્વ દૃષ્ટ, અન્ય દ્રવ્ય દ્રશ્ય ૐ ના જ દૃષ્ટ;
સર્વ દ્રવ્યોત્પત્તિ અંતઃપ્રકાશે, વ્યક્તા સાવ સ્વ સ્વભાવે જ ભાસે. ૨૧૯ અમૃત પદ ૨૧૯
વસ્તુ સ્થિતિ જીવ ! જોને, રે ચેતન ! વસ્તુ સ્થિતિ તું જોને ! અન્ય દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યમાં, ઉપજાવે અહિં કોને... રે ચેતન ! ૧ રાગદ્વેષ ઉપજાવનારૂં, દ્રવ્ય અન્ય ના દીસે,
અન્ય દ્રવ્ય પ્રત્યે તો તું શાને, જીવ ! જુએ રાગ રીસે ?... રે ચેતન ! ૨ સર્વ દ્રવ્યની ઉત્પત્તિ તો, અંતરમાં જ પ્રકાશે,
સ્વ સ્વભાવથી જ વ્યક્ત સર્વથા, વસ્તુ સ્થિતિ એ ભાસે... રે ચેતન ! ૩
અન્ય દ્રવ્ય પ્રતિ રાગ દ્વેષ તો, જીવ ! કરે તું શાને ?
ભગવાન અમૃત અમૃત કળશે, અનુભવ અમૃત પાને... રે ચેતન ! ૪
અર્થ - રાગ-દ્વેષનું ઉત્પાદક એવું અન્ય દ્રવ્ય કંઈ પણ તત્ત્વદૃષ્ટિથી દેખવામાં આવતું નથી, કારણકે સ્વ સ્વભાવે કરી સર્વ દ્રવ્યની ઉત્પત્તિ અત્યંત વ્યક્ત એવી અંતરમાં ચકાસે છે - પ્રકાશે છે. ૨૧૯
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી, એમ જાણનારને કંઈ કર્રાવ્ય કહી શકાય નહીં, પણ તે ક્યારે ? સ્વદ્રવ્ય, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે યથાવસ્થિત સમજાયે, સ્વદ્રવ્ય સ્વરૂપ પરિણામે પરિણમી અન્ય દ્રવ્ય પ્રત્યે કેવળ ઉદાસ થઈ, કૃતકૃત્ય થયે કંઈ કર્તવ્ય રહેતું નથી. એમ ઘટે છે અને એમ જ છે.’’
શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૮૬), ૪૭૧
-
‘દ્રવ્યે દ્રવ્ય મળતું નથી, ભાવ તે અન્ય અવ્યાપ્ત.'' - શ્રી દેવચંદ્રજી
રાગ દ્વેષ ઉપજાવનારૂં અન્ય દ્રવ્ય નથી
રાગ-દ્વેષ આત્માનો સ્વભાવ નથી, તો પછી રાગ-દ્વેષનો ઉપજાવનાર કોણ છે ? સ્વ દ્રવ્ય ? કે પરદ્રવ્ય ? એનો પ્રસ્પષ્ટ ખુલાસો કરતા આ ઉત્થાનિકા કળશમાં નીચેની ગાથામાં આવતા ભાવનું સૂચન કર્યું છે - રાજદ્વેષોલાવવાં તત્ત્વવૃયા નાચવ્યું વીક્ષ્યતે વિશ્વનાપિ રાગ દ્વેષનું ઉત્પાદક - ઉપજાવનારૂં બીજું કંઈ પણ દ્રવ્ય તત્ત્વ દૃષ્ટિથી દેખવામાં આવતું નથી. કારણકે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ સ્વ સ્વભાવે કરી પોતાના સ્વભાવે કરી અત્યંત વ્યક્ત - પ્રગટ એવી અંતરમાં - દ્રવ્યની પોતાની જ અંદરમાં ચકાસે છે - પ્રકાશે છે સર્વદ્રવ્યોપત્તિ તથાપ્તિ વ્યવસ્તાતંત સ્વસ્વમાવેન યસ્માત્ । - એટલે વસ્તુસ્થિતિના આ સામાન્ય નિયમ પ્રમાણે રાગ-દ્વેષરૂપ વિકૃત આત્મભાવની ઉત્પત્તિ વ્યક્તપણે પ્રગટપણે આત્મદ્રવ્યની અંતર અંદર જ ચકાસે છે - પ્રકાશે છે તેની ઉત્પત્તિ આત્માની બ્હાર પરદ્રવ્યમાં ક્યાંથી હોઈ શકે ? માટે રાગદ્વેષનો ઉત્પાદક ઉત્પાદન કરનારો (manufacturing) ઉપજાવનારો આત્મા જ પોતે જ છે અને તે રાગદ્વેષ દોષ ઉપજાવવાની પૂરેપૂરી જોખમદારી આત્માને શિરે જ છે - એમ નીચેની ગાથાના ભાવનું આ ઉત્થાનિકા કળશ કાવ્યમાં સૂચન છે.
-
-
-
૬૮૩
-
-
-
-