________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કલશ ૨૧૮ રાગ-દ્વેષ અજ્ઞાન ભાવથી હોય છે, તેથી તે ફુરંત તે ડાંભી નાખે એવા ભાવનો સમયસાર કળશ (૨) પ્રકાશે છે –
मंदाक्रांता रागद्वेषाविह हि भवति ज्ञानमज्ञानभावात्, तौ वस्तुत्वप्रणिहितदृशा दृश्यमानौ न किंचित् । सम्यग्दृष्टिः क्षपयतु ततस्तत्त्वदृष्टया स्फुटतो, ज्ञानज्योतिलति सहजं येन पूर्णाचलार्चिः ॥२१८॥ રાગ-દ્વેષ અહિં થતું જ્ઞાન અજ્ઞાન ભાવે, તે વસ્તુત્વે પ્રશિહિત દેશે દેખતાં કૈં ન હોવે; તેથી સમ્યક દેગ દ્રય જ તે તત્ત્વદષ્ટ ખપાવો ! પું પૂર્ણચિષ અચલ સહજા જ્ઞાનજ્યોતિ જલાવો. ૨૧૮
અમૃત પદ - ૨૧૮ સમ્યગૃષ્ટિ તત્ત્વદૃષ્ટિથી, રાગ ને દ્વેષ ખપાવો ! સહજ સ્વરૂપી આતમની આ, જ્ઞાન જ્યોતિ પ્રક્લાવો... રે ચેતન ! રાગ ને દ્વેષ ખપાવો ! ૧ રાગદ્વેષ વય નિશ્ચય થાય, જ્ઞાન જ અજ્ઞાન ભાવે; અજ્ઞાન પરિણામે પરિણમતો, આત્મા જ રાગ દ્વેષ થાવે.. રે ચેતન ! ૨ વસ્તુત્વ પ્રત્યે દૃષ્ટિ ઠેરાવી, દેખવામાં જો તે આવે; ન કિંચિત્ બન્ને તે હોવે, દીસે ન વસ્તુ સ્વભાવે.. રે ચેતન ! ૩ (તેથી) તે બે ફુટેતાં જ સમ્યગૃષ્ટિ, તત્ત્વ દૃષ્ટિથી ખપાવો ! જેથી પૂર્ણ અચલ અચિષ સ્વજા, જ્ઞાન જ્યોતિ પ્રજ્હાવો... રે ચેતન ! ૪ રાગ દ્વેષ દ્વયને ક્ષય કરવા, રહસ્ય ચાવી આ આવી;
ભગવાન અમૃતચંદ્ર અત્રે, અમૃત કળશે બતાવી... રે ચેતન ! ૫ અર્થ - અહીં નિશ્ચય કરીને રાગ-દ્વેષ અજ્ઞાન ભાવને લીધે હોય છે, તે બે (રાગ-દ્વેષ) વસ્તૃત્વ પ્રત્યે પ્રશિહિત દૃષ્ટિથી દેખવામાં આવતાં ન કિંચિત્ છે, તેથી સમ્યગુષ્ટિ ફુટેતા (ફૂટી નીકળતા) તે બન્નેને તત્ત્વદૃષ્ટિથી ખપાવો ! કે જેથી પૂર્ણ અચલ અર્ચિવાળી સહજ જ્ઞાન જ્યોતિ જ્વલે છે (ઝળહળે છે). ૨૧૮
-- - “અમૃત જ્યોતિ’ મહાભાષ્ય સર્વ વિચારણાનું ફળ આત્માનું સહજ સ્વભાવે પરિણામ થવું એ જ છે. સંપૂર્ણ રાગદ્વેષના ક્ષય વિના સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે નહીં એવો નિશ્ચય જિને કહ્યો છે, તે વેદાંતાદિ કરતાં બળવાનું પ્રમાણભૂત છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૫૦૭), ૫૫
ઉપરમાં જે આત્મખ્યાતિના ગદ્ય વિભાગમાં સિદ્ધાંત વાર્તા વિવરી દેખાડી તેના સાસંદોહ રૂપ આ ઉપસંહાર કળશમાં આચાર્યવર્ય અમૃતચંદ્રજી રાગ-દ્વેષ ખપાવવાની સુગમ રહસ્ય ચાવી (master-key) બતાવે છે - રાકેષાવિદ દિ મતિ જ્ઞાનમજ્ઞાનમાવાતુ - જ્ઞાન અહીં નિશ્ચય કરીને રાગ - દ્વેષ અજ્ઞાન ભાવને લીધે થાય છે. જ્ઞાન અજ્ઞાન ભાવે પરિણમે છે તેને લીધે જ જ્ઞાન પોતે અજ્ઞાનમય રાગ - દ્વેષ
૬૮૧