SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કલશ ૨૦૮ આત્મા લેવા જતાં આત્મા ગુમાવિયો, અહો ! પરોની આ બુદ્ધિ ! ક્ષણિક એકાંતની જાલ જટિલ એ, એમ વિદારો સુબુદ્ધિ !... આત્માને શોધતા. ૧૨ તત્ત્વામૃતભૂત અમૃત કળશમાં, મંથી તત્ત્વાબ્ધિ વસાવ્યો ! ભગવાન અમૃતચંદ્ર સુદર્શને, સ્યાદ્વાદ સિંધુ લસાવ્યો... આત્માને શોધતાં. ૧૩ અર્થ - આત્માને પરિશુદ્ધ ઈચ્છતા અંધકોથી અતિવ્યાપ્તિ અંગીકાર કરી, કાલોપાધિના બલ થકી ત્યાં પણ અધિક અશુદ્ધિ માનીને, શુદ્ધ જુસૂત્રથી પ્રેરિત એવા પૃથકોથી ચૈતન્ય ક્ષણિક પ્રકલ્પીને, નિઃસૂત્ર (સૂત્ર-દોરા વગરના) મુક્તોલિઓથી (મોતી દેખાડનારાઓથી) હારની જેમ, અહો ! આત્મા જ છોડી દેવાયો ! ૨૦૮ “અમૃત જ્યોતિ' મહાભાષ્ય “અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર.” - શ્રી આત્મસિદ્ધિ, ગાથા-૬૯ આત્મખ્યાતિના ગદ્ય ભાગમાં આ જે કહ્યું, તેનો સાર સંદોહ સંદબ્ધ કરતા આ શાર્દૂલવિક્રીડિત નિબદ્ધ કળશ કાવ્યમાં પુરુષશાર્દૂલ અમૃતચંદ્રજી અદૂભૂત આત્મ વિનિશ્ચયથી ક્ષણિકવાદીઓનો માર્મિક ઉપહાસ કરતાં ગર્જે છે - આત્માને પરિશુદ્ધ - સર્વથા એકાંતે શુદ્ધ ઈચ્છતા એવા અંધકોથી - કંઈક અંધોથી અતિવ્યામિ અંગીકાર કરી, કાળ ઉપાધિના બળથી ત્યાં - આત્મામાં પણ અધિક અશુદ્ધિ અધ્યાસી - માની બેસી, શુદ્ધ જુસૂત્રથી પ્રેરિત એવા તે “પૃથકોથી” - પૃથક પૃથક છૂટા છૂટા વિશૃંખલ પર્યાય માનનારા “પરોથી” - અન્યદર્શનીથી ચૈતન્ય ક્ષણિક પ્રકલ્પીને, “નિઃસૂત્ર મુક્તક્ષીઓથી’ - નિઃસૂત્ર - સૂત્ર રહિત દોરા વિનાના મુક્તા - મોતી દેખનારાઓથી હારની જેમ, અહો ! આત્મા છોડી જ દેવાયો ! માત્મા ભુતિ પર્વ દરવર નિસૂત્રમુત્તેલિમિઃ | - અર્થાત્ એકાંત પક્ષ ગ્રહણ રૂપ મિથ્યાત્વથી જેની મતિ અંધ બની છે એવા અંધકો - અજ્ઞાનાંધો આત્માને પરિશુદ્ધ - સર્વથા સર્વ - ઉપધિશુદ્ધ પામવા ઈચ્છે છે, એટલે તેઓ વસ્તુના સ્વ લક્ષણથી વ્હાર જતી અતિવ્યાપ્તિને અંગીકાર કરી, કાળ ઉપાધિના બળથી આત્મામાં પણ રખેને અધિક અશુદ્ધિ આવી જશે એમ માની બેસી, માત્ર વર્તમાન યને જ અંગીકાર કરનારા શુદ્ધ સૂત્ર નયને જ અવલંબે છે અને એમ કરતાં તેઓ ચૈતન્યને ક્ષણિક - ક્ષણભંગુર કહ્યું છે, તે અજ્ઞાનગંધ જનો કેવા છે ? કોઈ મોતીનો હાર છે. તેમાં નિઃસૂત્ર - સૂત્ર વિનાનો છૂટા છૂટા મોતી પ્રત્યે જ જેની દૃષ્ટિ છે એવા જનોથી જેમ હાર છોડી દેવાય છે, તેમ આત્મા એ ચૈતન્ય ચિંતામણિનો હાર છે, તે ચૈતન્ય અન્વયરૂપ સૂત્રથી પરોવાયેલો છે, તેમાં છૂટી છૂટી વર્તમાન ક્ષણ પ્રત્યે જ જેની દૃષ્ટિ છે એવા આ અજ્ઞાનાધ જનોથી આ ચૈતન્ય ચિંતામણિના હરરૂપ આત્મા જ છોડી દેવાયો જ છે ! ૬૪૧
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy