________________
સમયસાર : આત્મખ્યાતિ
અદ્ભુત સામ્ય દાખવી અમૃતચંદ્રજી આ સમયસાર કળશમાં (૧૭) પ્રકાશે છે કે અમને ચિતુ ચિંતામણિ માલિકા એકા ચકાસે છે -
शार्दूलविक्रीडित कर्तुर्वेदयितुश्च युक्तिवशतो भेदोऽस्त्वभेदोपि वा, कर्ता वेदयिता च मा भवतु वा वस्त्वेव संचिंत्यतां । प्रोता सूत्र इवात्मनीह निपुणैर्भर्तुं न शक्या क्वचि - चिचिंतामणिमालिकेयमभितोप्येका चकास्त्येव नः ॥२०९॥ કર્ણ ભોçતણો જ યુક્તિવશથી હો ભેદ નિર્ભેદ હો ! હો ભોક્તા કરતા જ વા ઈમ મ હો વસ્તુ સંચિતવો ! પ્રોતા સૂત્ર શું આત્મમાં, ન નિપુણે શક્યા ક્વચિત્ ભરવી, ચિત્ ચિંતામણિ માળ એક અમને આ તો ચકાસે બધે. ૨૦૯
અમૃત પદ - ૨૦૯
ભૈયા ! વિષમ આ સંસાર” - એ રાગ ચિચિંતામણિ માળ ચકાસે, અમને બધે આ એક, ભગવાનનું અમૃતચંદ્ર પ્રકાશે, અનુભવ અમૃત છે... ચિચિંતામણિ માળા. ૧ કર્તા ને ભોક્તાનો યુક્તિ, વશ હો ભેદ અભેદ ! હો કર્તા તે ભોક્તા મવા હો, વસ્તુ જ ચિતવો અભેદ.. ચિચિંતામણિ માળા. ૨ સૂત્ર શું આત્મામાંહિ પરોવી, ચિચિંતામણિ માલ, અમને તો સર્વતઃ જ પ્રકાશે, એક સદા ત્રણ કાળ... ચિચિંતામણિ માળા. ૩ નિપુણોથી પણ જેહ ભરવી, શક્ય નહિ કો કાળ, ચિચિંતામણિ માળા એવી, ભગવાન અમૃત ભાળ !... ચિચિંતામણિ માળા. ૪ તત્ત્વચિંતામણિ પ્રતિપદ ગૂંથી, તત્ત્વચિંતામણિ માળ, તત્ત્વચિંતામણિ અમૃતચંદ્ર, અમૃત પાયું રસાળ... ચિચિંતામણિ માળા. ૫
અર્થ - કર્તાનો અને વેદયિતાનો (ભોક્તાનો) યુક્તિ વશથી ભેદ હો, વા અભેદ પણ હો અને કર્તા વેદયિતા (ભોક્તા) ભલે મ હો, (પણ) વસ્તુ જ સમ્યફપણે ચિંતવાઓ ! સૂત્રની જેમ અહીં આત્મામાં પરોવાયેલી જે નિપુણોથી ક્વચિત્ ભેદવી શક્ય નથી એવી આ ચિચિંતામણિ માલિકા અમને સર્વતઃ પણ એક પ્રકાશે જ છે. ૨૦૯
અમૃત જ્યોતિ” મહાભાષ્ય ભાસું નિજ સ્વરૂપ છે, શુદ્ધ ચેતના રૂપ; અજર અમર અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ.”
- શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૨૦ અત્રે અનેકાંત સિદ્ધાંતના અનન્ય પુરસ્કર્તા અમૃતચંદ્રાચાર્યજી મતમતાંતર અંગે અદ્ભુત સામ્ય દાખવી અલૌકિક આત્મઅનુભવ-નિશ્ચયથી પ્રકાશે છે - યુક્તિવશથી - યુક્તિને આધીનપણે કર્તાનો અને વેદયિતાનો - ભોક્તાનો ભેદ હો, વા અભેદ હો ! અને કર્તા છે તે વેદયિતા - વેદનારો ભલે મે હો
૬૪૨