________________
સમયસાર : આત્મખ્યાતિ
ક્ષણિકવાદીનું નિરસન આ સમયસાર કળશમાં (૧૪) કરે છે -
मालिनी क्षणिकमिदमिहैकः कल्पयित्वात्मतत्त्वं, निजमनसि विधत्ते कर्तृभोक्त्रोविभेदं । अपहरति विमोहं तस्य नित्यामृतौघैः स्वयमयमभिषिंचंश्चिचमत्कार एव ॥२०६॥ ક્ષણિક કલપિ આંહી આત્મનું તત્ત્વ એક, નિજ મન અવધારે કર્યું ને ભોક્ત ભેદ; તસ અપહરતો આ મોહ નિત્યામૃતો થૈ, અતિશય જ સિચંતો ચિત્ ચમત્કાર પોતે. ૨૦૬
અમૃત પદ - ૨૦૬ નિત્ય અમૃત ઓઘ સિંચંતો, ચિત્ ચમત્કાર “અમૃત' સંતો ! નિત્ય અમૃત” પ્રતિપદ ગાવે, અનુભવ અમૃત સિંધુ વહાવે... નિત્ય અમૃત. ૧ અહિં ક્ષણિક આત્મા કો કલ્પ, કર્તા-ભોક્તા વિભેદ જ જન્મે ! વાદ ક્ષણિક એકાંત વદંતા, મોહ મૂચ્છમહિ સીદતા... નિત્ય અમૃત. ૨ તસ મોહમૂચ્છ ત્યે ખેંચી, નિત્ય અમૃત ઓથે સિંચી,
ચિત્ ચમત્કાર જ પોતે આ, પદ ભગવાન નિત્ય અમૃત આ... નિત્ય અમૃત. ૩ અર્થ - અહીં એક આ આત્મતત્ત્વને ક્ષણિક કલ્પીને, નિજ મનમાં કર્તા-ભોક્તાનો વિભેદ ધારે છે, તેના વિમોહને નિત્ય અમૃત ઓઘોથી અભિસિંચતો આ ચિચમત્કાર સ્વયં દૂર કરે છે. ૨૦૬
અમૃત જ્યોતિ' મહાભાષ્ય “અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય” “એ અનુભવથી પણ નહિ, આત્મા નિત્ય જણાય. (
શિષ્ય શંકા).”
- શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૬૯ હવે એક ક્ષણિકવાદી કર્તા અને ભોક્તા જૂદો માને છે, જે કર્તા છે તે ભોક્તા નથી એમ એકાંતિક કથન કરે છે, તેવું નિરસન નીચેની ગાથાઓમાં કરવામાં આવે છે, તેનું સૂચન કરતો આ અને આ પછીનો એમ બે ઉત્થાનિકા કળશ અમૃતચંદ્રજીએ સંગીત કર્યા છે :- અહીં - આ લોકને વિષે “આ” - પ્રત્યક્ષ અનુભવાઈ રહેલા આત્મતત્ત્વને કોઈ એક ક્ષણિક - ક્ષણભંગુર કલ્પીને – કલ્પનાથી માની બેસીને, પોતાના મનમાં કર્તા અને ભોક્તાનો વિભેદ - વિભિન્નપણું - જૂદાપણું ધારે છે. તેના આ વિમોહને નિત્ય અમૃત
ઓઘોથી સ્વયં અભિષિચતો આ ચિતુચમત્કાર જ અપહરે છે - દૂર કરે છે - અપહરતિ વિમોહં તસ્ય નિત્યામૃતોદૈઃ વયમયમમણિંવંશ્ચિમાર ઇવ | જેમ કોઈ મોહ - મૂચ્છ પામી ગયેલો હોય તેને કોઈ જલસિંચન કરી વિમોહ – મૂચ્છ દૂર કરે છે, તેમ આ ક્ષણિકવાદીના વિમોહને જ્યાં નિત્ય ચિતુના-ચૈતન્યના ચમત્કાર - ચમકારા ચમક્યા જ કરે છે એવો આ ચિતુચમત્કાર જ સ્વયં - પોતે નિત્ય અમૃત ઓઘોથી - સદા અમૃત પ્રવાહોથી અભિસિંચન કરતો દૂર કરે છે. અત્રે કળશના અંતે “અમૃત શબ્દની ચમત્કૃતિથી ગર્ભિતપણે કળશ કર્ના પરમ અમૃત અમૃતચંદ્રજીનું નામ પોતાનું નામ ધ્વનિત છે.
૪૩૪