________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કલશ ૨૦૭ વૃત્તિઅંશ ભેદથી વૃત્તિમન્ના નાશ કલ્પનથી એકાંત મ ચકાસો ! એવા ભાવનો સમયસાર કળશ (૧૫) કહે છે -
अनुष्टुप वृत्त्यंशभेदतोऽत्यंतं, वृत्तिमन्नाशकंल्पनात् ।। अन्यः करोति भुंक्तेऽन्यः, इत्येकांतश्चकास्तु मा ॥२०७॥ વૃવંશ ભેદથી સાવ, વૃત્તિમનું નાશ કલ્પને; બીજો કરે બીજો ભોગે, એ એકાંત પ્રકાશ મા !... ૨૦૭
અમૃત પદ - ૨૦૭. ક્ષણિક એકાંતનો વાદ મ પ્રકાશ ! વાદ સ્યાદ્વાદ અમૃત પ્રકાશો !... ધ્રુવ પદ. વૃત્તિનો અંશ તે સમયવર્તિ અને, વસ્તુની વૃત્તિ ત્રયકાળ વર્તા, વૃત્તિનો અંશ તે વૃત્તિથી ભિન્ન નહિ, વૃત્તિ અંતર રહ્યો તેહ વર્તા... ક્ષણિક એકાંતનો. ૧ અંશ તે પૂર્ણમાં પૂર્ણ તે અંશમાં, વંશ તે પર્વમાં પર્વ તે વંશમાં, અંગ તે દેહમાં દેહ તે અંગમાં, અંશ વ્યતિરેક હંસ અન્વય વંશમાં... ક્ષણિક. ૨ પ્રવાહ ક્રમવર્તિ પરિણામો સદા, એક પ્રવાહ વૃત્તિ પરોવ્યા, એક જ દ્રવ્ય મુક્તાવલીમાં, ભિન્ન પર્યાય મોતી પરોવ્યા... ક્ષણિક. ૩ વૃત્તિ અંશ નાશથી વૃત્તિમાન નાશ નહિ, વૃત્તિમાન વૃત્તિમાં નિત્ય વર્તે રહી, એમ વૃત્તિ અંશ ભિન્નતા છે ખરી ભિન્નતા છે, ન એક પ્રવાહે વહી... ક્ષણિક. ૪ તેથી એકાંતથી વૃત્તિ અભેદથી, સર્વથા નાશ એકાંત કલ્પો, કરે અન્ય ભોગવે અન્ય એકાંત આ, મા પ્રકાશો જ ! મિથ્યાત્વ જલ્પો.... ક્ષણિક. ૫ લીએ લાલો અને ભારે હરદાસ એ, ન્યાય અન્યાય એવો ન કીજે, વદે અનુવાદી આ દાસ ભગવાન એ, ન્યાય સ્યાદ્વાદ અમૃત પીજે... ક્ષણિક. ૬
અર્થ - વૃત્તિઅંશના ભેદથી અત્યંતપણે વૃત્તિમંતના નાશના કલ્પન થકી અન્ય કરે છે, અન્ય ભોગવે છે, એવો એકાંત મ ચકાસો ! (પ્રકાશો !). ૨૦૭
અમૃત જ્યોતિ' મહાભાષ્ય “અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર', ઈ. “વદનારો તે ક્ષણિક નહીં, કર અનુભવ નિરધાર.”
- શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, સૂત્ર-૬૯ આવા ક્ષણિક એકાંતને નિષેધતો આ ઉત્થાનિકા કળશ કહ્યો છે - વૃત્યંશભેદતોડત્યંત વૃત્તિમન્નાશકલ્પનાતુ - વૃત્તિઅંશના ભેદ થકી - ભિન્નપણા થકી અત્યંતપણે - સર્વથા વૃત્તિમંતના નાશના કલ્પનને લીધે અન્ય - બીજો કરે છે, અન્ય – બીજો ભોગવે છે, એવો એકાંત મ ચકાસો - મ પ્રકાશો !
૬૩૫