________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત જેવી છે. અમૃત જેમ મરેલાને કે મૂચ્છિતને જીવાડે છે, સજીવન કરે છે, અમર કરે છે, તેમ અમૃત સમી આ શ્રુતશક્તિ જીવને જીવાડે છે, સજીવન કરે છે, પરમાર્થમય ભાવજીવન બક્ષે છે અને ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણમાંથી ઉગારી અમૃતત્વ આપે છે, યાવત્ મોક્ષફળ પ્રાપ્ત કરાવે છે.”
- શ્રી પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા (સ્વરચિત) પાઠ-૯ “વચનામૃત વીતરાગના, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરોગના, કાયરને પ્રતિકૂળ.” - શ્રીમદ્ રાજચંદ્રજી
શ્રીમતુ વીતરાગ ભગવતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખોનો નિઃસંશય આત્યંતિક ક્ષય કરનાર, પરમ અમૃત સ્વરૂપ, એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવર્તી, ત્રિકાળ જયવંત વર્તો.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૪૩, (૭૬૭)
સર્વ વિશુદુ શાન
૫૯૨