SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા - ૩૧૭ આત્મજ્ઞાન પ્રત્યે અનુક્રમે લઈ જનારી યોગ્યતાની વૃદ્ધિરૂપ મિત્રાદેષ્ટિ વગેરે અવસ્થાઓ પામવા પણ તે અભવ્ય, અયોગ્ય હોય છે. આ મિત્રા વગેરે અવસ્થાઓ ખરેખર ! ઈસુ - શેરડી જેવી છે, કારણકે તેમાંથી સંવેગ રૂપ માધુર્યની - મીઠાશની પ્રાપ્તિ થાય છે. મૂળ શેરડી જ ન હોય તો રસ ક્યાંથી નીક તો ગોળ વગેરે કેમ બને ? મીઠી સાકર કેમ નીપજ ? પણ આ મિત્રા વગેરે તો શેરડી વગેરે જેવી હોઈ, તેમાંથી અવશ્ય પરમાર્થ પ્રેમરૂપ રસાદિની નિષ્પત્તિ થાય છે, ને મીઠી સાકર જેવા - પરમ અમૃત જેવા સંવેગની મધુરતાનો અનુભવ થાય છે, આથી ઉલટું, અભવ્યો તો ન જેવા – બરૂ જેવા છે, તેથી કરીને જ તેમને કોઈ કાળે સંવેગરૂપ માધુર્ય નીપજતું નથી. નલ - બરૂ તો સાવ નીરસ હોય છે, એટલે એને ગમે તેટલો પીલો તો પણ તેમાંથી રસ નીકળતો નથી, તો પછી તેમાંથી મીઠી સાકરની પ્રાપ્તિ તો ક્યાંય દૂર રહી ! તેમ આ અભવ્યો પણ તેવા જ નીરસ, “કોરા ધાકોડ' હોય છે, તેમને ગમે તેટલા બોધથી પણ પરમાર્થ પ્રેમરૂપ રસ ઉપજતો નથી, તો પછી સંવેગ રૂપ મીઠી સાકરની આશા ક્યાંથી હોય ? આવા અભવ્યો ભલે પરમાર્થ પ્રેમ વિનાની નીરસ - સાવ સુક્કી એવી અનંત દ્રવ્ય ક્રિયા કર્યા કરે, અથવા તો ખૂબ શાસ્ત્રો ભણી મોટા પંડિત ઋતધર બને, પણ તેઓ પોતાની પ્રકૃતિને કદી છોડતા નથી - ગોળવાળું દૂધ પીને સાપ નિર્વિષ થાય નહિ તેમ - “દુર્દાપિ વિવંતા U TUUાયા વ્હિસી હૃતિ' | કારણકે તેઓના હૃદયમાં - અંતરાત્મામાં કદી પણ પરમાર્થરસનો અંકુર ફૂટતો નથી. આમ હોવાથી તેઓ મોક્ષમાર્ગ પામવાને સર્વથા અયોગ્ય છે, એટલા માટે જ તે “અભવ્ય' કહેવાય છે. એટલે અર્થોપત્તિ ન્યાયથી તેવા પુરુષો આ મિત્રા વગેરે દેષ્ટિ પામવાને પણ યોગ્ય નથી હોતા, કારણકે જો તે પામે તો તે “અભવ્ય' ક્યાંથી રહે ? આ મિત્રા વગેરે દૃષ્ટિ પામે તે ભવ્ય જ હોય, અભવ્ય હોય જ નહિ.' - શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય વિવેચન (સ્વરચિત) પૃ. ૭૮, ૭૯ આમ અભવ્યની આત્યંતિક અયોગ્યતા હોય છે, પણ ભવ્યની વાત કથંચિત ન્યારી છે. પણ તેથી મિથ્યાત્વ વિષ પ્રકષ્ટપણે મૂકાવવા પરમ સમર્થ દ્રવ્યશ્રતજ્ઞાનનું શક્તિ સામર્થ્ય કાંઈ ઓછું આંકવાનું નથી. કારણકે શ્રુતજ્ઞાનની શક્તિ અમૃત શક્તિ જેવી છે. અમૃત જેમ મરેલાને કે મૂચ્છિતને જીવાડે છે, સજીવન કરે છે, અમર કરે છે, તેમ અમૃત સમી આ શ્રુત શક્તિ પણ મહામોહથી મૃત:પ્રાય અથવા મૂચ્છિત બનેલ જીવને જીવાડે છે, સજીવન કરે છે, પરમાર્થમય ભાવ - જીવન બક્ષે છે અને ક્ષણ ક્ષણ ભયંકર ભાવ-મરણમાંથી ઉગારી અમૃતત્વ આપે છે, કારણકે તે દ્રવ્યશ્રુત જ્ઞાનરૂપ સંજીવની શુદ્ધાત્મજ્ઞાન રૂપ ભાવશ્રુતજ્ઞાન પામવાનું ઉત્તમ ઉપકારી નિમિત્ત થાય છે અને તેમ થાય તો જ અને ત્યારે જ તેનું સફળપણું થાય છે. આ પરથી સાર બોધ એ ફલિત થાય છે કે દ્રવ્યશ્રુત જ્ઞાન આવું પરમ સમર્થ છતાં અભવ્યની બા. માં તો ભાવશ્રુતજ્ઞાનનું નિમિત્ત કદી પણ નહિ બની શકવાને લીધે જેમ અકિંચિકર થઈ પડે છે, તેમ ભવ્યની બા. માં પણ જ્યાં લગી શુદ્ધાત્મ જ્ઞાનરૂપ ભાવશ્રુતજ્ઞાનનું નિમિત્ત થતું નથી ત્યાં લગી તે અકિંચિકર થાય છે, માટે દ્રવ્યશ્રુત જ્ઞાનરૂપ ઉત્તમ નિમિત્તના પ્રબળ અવલંબને જેમ શુદ્ધાત્મ જ્ઞાનરૂપ ભાવશ્રુતજ્ઞાન થાય તેવા જ સતત લક્ષ મુમુક્ષુએ રાખવો યોગ્ય છે અને એમ કરતાં સમસ્ત પરભાવ - વિભાવ રહિત શુદ્ધ આત્માના જ્ઞાન - અનુભવ અભ્યાસ પ્રત્યે નિરંતર દૃષ્ટિ કેન્દ્રિત કરી દ્રવ્યશ્રુતજ્ઞાનનો - પરમ ઉપકારી સત્શાસ્ત્રનો ઈષ્ટ ઉદ્દેશ પાર પાડવો યોગ્ય છે. અસ્તુ ! સતુશાસ્ત્ર એ ભવરોગનો નાશ કરનારી દિવ્ય ઔષધિ અથવા અમૃત સંજીવની છે. એટલે ભવરોગનું નિવારણ ઈચ્છનારે તે પરમ શાંતરસમૂળ વીતરાગ વચનામૃતોનું નિરંતર સેવન કરવા યોગ્ય છે. કારણકે રાગ-દ્વેષમોહરૂપ ત્રિદોષથી આ જીવને સતુ સ્વરૂપથી નિપાતરૂપ સન્નિપાત લાગુ પડ્યો છે, વીતરાગરૂપ સર્વેદ્ય સત્શાસ્ત્રમાં નિરૂપણ કરેલી રત્નત્રયીરૂપ માત્રાનું જીવ જેમ જેમ સેવન કરે, તેમ તેમ તેનો આ ત્રિદોષ સન્નિપાત અવશ્ય દૂર થાય છે અને તેને આત્મામાં સ્થિરતારૂપ સ્વાચ્ય - આરોગ્ય લાભ પ્રાપ્ત થતો જાય છે. પરમ શાંતસુધારસ જેનું મૂળ છે એવી આ શ્રુત ઔષધિની શક્તિ
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy