________________
સમયસાર : આત્મખ્યાતિ
આત્મખ્યાતિ ટીકાર્ય આ ચેતયિતા ખરેખર ! - આસંસારથી જ પ્રતિનિયત સ્વલક્ષણના અનિર્ણાને કરીને પર - આત્માના એકત્વ અધ્યાસના કરણને લીધે કર્તા સતો - પ્રકૃતિ નિમિત્તે ઉત્પાદ - વિનાશ પામે છે, પ્રકૃતિ પણ ચેતયિતા નિમિત્તે ઉત્પત્તિ - વિનાશ પામે છે, એમ આ આત્મા અને પ્રકૃતિ એ બન્નેનો - કર્તકર્મ ભાવના અભાવે પણ - અન્યોન્ય નિમિત્ત - નૈમિત્તિક ભાવથી બંધ દેષ્ટ છે, તેથી સંસાર છે અને તેથી જ તે બન્નેનો કર્તા - કર્મ વ્યવહાર છે.
અમૃત જ્યોતિ' મહાભાષ્ય “સંયોગી ભાવમાં તાદાભ્ય અધ્યાસ હોવાથી જીવ - જન્મ મરણાદિ દુખોને અનુભવે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. દ૨૫, હાથનોંધ
કનકોલિવતુ પયડી પુરુષ તણી, જોડી અનાદિ સ્વભાવ; અન્ય સંયોગી જ્યાં લગી આતમા, સંસારી કહેવાય... પદ્મપ્રભ જિન.” - શ્રી આનંદઘનજી આ ગાથાની ઉત્થાનિકારૂપ આગલા કળશ કાવ્યમાં સૂચવ્યા પ્રમાણે અજ્ઞાનથી આત્મા કર્તા હોય
છે, એટલે અજ્ઞાનથી જ બંધ અને તેથી સંસારની ઉત્પત્તિ થઈ છે એમ અત્ર ચેતન અને પ્રકૃતિના અન્યોન્ય નિરૂપણ કર્યું છે અને તેનું સુંદર સ્પષ્ટીકરણ આત્મખ્યાતિકારજીએ કર્યું છે - નિમિત્તે બંધ અને સંસાર નિશ્ચયે કરીને આ પ્રત્યક્ષ અનુભવાતો ચેતયિતા - ચેતનારો આત્મા “આ
સંસારથી જ' - આસંસારથી માંડીને જ કર્તા સતો પ્રકૃતિ નિમિત્તે ઉત્પાદ - વિનાશ પામે છે. કર્તા શાને લીધે ? પરત્વનોઃ ઋત્વાધ્યાસી શરત - પર - આત્માના એકત્વ - અધ્યાસના કરણને લીધે, એકપણું માની બેસવાપણું કરવાને લીધે, તે પણ શાથી કરીને ? પ્રતિનિયત - પ્રત્યેકના નિયત - ચોક્કસ - મુકરર સ્વલક્ષણના અનિર્ણાને કરીને - નિશ્ચય નિર્ધારરૂપ જ્ઞાનના અભાવે કરીને - પ્રતિનિયતિ-સ્વતણખનિજ્ઞનેન - આમ કર્તા સતો ચેતયિતા પ્રકૃતિ નિમિત્તે ઉત્પાદ – વિનાશ પામે છે. એમ ઉક્ત પ્રકારે આત્મા અને પ્રકૃતિનો - કર્તકર્મભાવના અભાવે પણ જમાવામાપિ - અન્યોન્ય નિમિત્ત - નૈમિત્તિક ભાવથી અન્યોન્યનિમિત્ત-નૈમિત્તિમાન' - બન્નેયનો બંધ દષ્ટ છે. તેથી સંસાર છે અને તેથી જ તે બેનો - આત્મા અને પ્રકૃતિનો કર્તકર્મવ્યવહાર છે - તત વ તયોઃ कर्तृकर्मव्यवहारः । અર્થાતુ - ચેતન જેનો સ્વભાવ છે એવો આ જે પ્રત્યક્ષ અનુભવાઈ રહેલો ચેતયિતા - ચેતક
* આત્મા અચેતન - જડ સ્વભાવી પ્રકૃતિ નિમિતે નાના પ્રકારના પર્યાયરૂપ એકત્વ અધ્યાસથી બંધ અને ઉત્પાદ - વિનાશ પામે છે અને અચેતન જડ પ્રકૃતિ પણ ચેતયિતા નિમિત્તે સંસાર : જડ-ચેતન સંસાર નાના પ્રકારના પર્યાયરૂપ ઉત્પાદ - વિનાશ પામે છે. આ ઘટના અરઘટ્ટઘટ્ટી
ન્યાયે અનાદિથી ચાલી આવે છે. આમ શાથી થવા પામ્યું છે ? તો કે - (૧) “આસંસારથી જ' - જ્યારથી આ સંસાર છે ત્યારથી જ અને આ સંસારની કોઈ આદિ છે નહિ એટલે અનાદિથી જ અજ્ઞાની આત્માને પ્રતિનિયત સ્વલક્ષણનું અનિર્ણાન હોય છે, ચેતન - અચેતન પ્રત્યેકનું નિયત નિશ્ચય સિદ્ધ ત્રણે કાળમાં ન કરે એવું - ચોકકસ (Difinite) સ્વલક્ષણ પોતપોતાનું પ્રતિવિશિષ્ટ – ખાસ (special, distinguished) નિઝુન - નિશ્ચય નિર્ધારરૂપ જ્ઞાન નથી હોતું, (૨) તેથી કરીને આ ચેતયિતા - પર આત્માનો એકત્વ અધ્યાસ કરે છે, પરનું અને આત્માનું (પોતાનું) એકપણું માની બેસે છે, (૩) અને આમ પર - આત્માના એકત્વ અધ્યાસના કરણને લીધે - એકપણું માની બેસવાપણું કરવાને લીધે તે કર્તા હોય છે, (૪) અને આમ કર્તા - હોતો ચેતયિતા અચેતન પ્રકૃતિ નિમિત્તે ઉત્પત્તિ - વિનાશ પામે છે અને અચેતન પ્રકૃતિ પણ ચેતયિતા નિમિત્તે ઉત્પત્તિ – વિનાશ પામે છે અને આમ ઉપરમાં કહેવાઈ ચૂક્યું તેમ, નિશ્ચયથી ચેતન આત્મા અને અચેતન પ્રકૃતિનો કકર્મ
૫૭૪