________________
સમયસાર : આત્મખ્યાતિ
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
* અશરીરી ભાવપણે આત્મસ્થિતિ છે તો તે ભાવનયે ચરમ શરીરીપણું નહીં પણ સિદ્ધપણું છે અને તે અશરીરી ભાવ આ કાળને વિષે નથી એમ અત્રે કહીએ તો આ કાળમાં અમે પોતે નથી એમ કહેવા તુલ્ય છે.''
‘“અન-અવકાશ એવું આત્મસ્વરૂપ વર્તે છે.’'
અત્રે આત્માકારતા વર્તે છે. આત્માનું આત્મ સ્વરૂપ રૂપે પરિણામનું હોવાપણું તે આત્માકારતા કહિયે છૈયે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૩૭, ૩૨૨, ૩૬૮
-
૫૨મ આત્મભાવનાથી ભાવિતાત્મા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ આત્મા કેવા વિધાનથી શુદ્ધ થઈ મુક્ત થાય છે તે સમગ્ર મોક્ષમાર્ગ વિધિ પંચરત્ન કળશ મધ્યેના આ ચતુર્થ કળશ - રત્નમાં પરમ ભાવવાહી શાર્દૂલવિક્રીડિતથી લલકાર્યો છે - ત્યવત્વાડશુદ્ધિવિધાયિ તહિત પરદ્રવ્યું સમદ્રં સ્વયં' તે ખરેખર ! નિશ્ચયે કરીને પ્રગટપણે ‘અશુદ્ધિ વિધાયિ' – અશુદ્ધિ કરનારા - દ્રવ્યકર્મ - ભાવકર્મ - નોકર્મ ૫૨દ્રવ્યને ‘સમગ્રને’ સમસ્તને (whole packet) સ્વયં’ આપોઆપ ત્યજી દઈને, ‘સ્વદ્રવ્યમાં’ આત્મદ્રવ્યમાં જે ‘રતિ' - સુખચેન - રમણતા પામે છે - સ્વે વ્યે રતિમેતિ ય:', તે નિયતપણે - નિશ્ચયે કરીને સર્વ અપરાધથી ‘ચ્યુત થયેલો' - ભ્રષ્ટ થયેલો - સ નિયતં સપરાધબુતઃ', બંધ ધ્વંસને - બંધના સર્વનાશને પામી - ‘વંધધ્વંસમુપેત્વ’, ‘નિત્યમુદિત' થયેલો નિત્ય આનંદમય ‘નિત્યમુદ્રિતો”, નિત્ય નિત્યં વિત' - સ્વજ્યોતિમાંથિ અચ્છ ઉછળતા – ‘ઉચ્ચલતા' - અત્યંતપણે ચાલતા - ‘नित्यमुदितस्वज्योतिरच्छोच्चलञ्चैतन्यामृतपूरपूर्ण महिमा'
‘ઉદિત’
-
પ્રવહતા ચૈતન્ય ‘અમૃત' પૂરથી પૂર્ણ મહિમાવાળો
શુદ્ધ થતો - હોતો - મૂકાય છે - ‘શુદ્ધો ભવન્ મુચ્યતે ।' અત્ર આ સ્પષ્ટ વિધિ ક્રમ છે - (૧) પ્રથમ તો અશુદ્ધિનું કરનારૂં એવું પરદ્રવ્ય સમગ્ર જ ત્યજી દીએ, પરદ્રવ્યનો પરિપૂર્ણ ત્યાગ કરે, પ્રવચન સારમાં કહ્યા પ્રમાણે સમળા ઠંડિયા સળં શ્રમણો સર્વ છાંડી ઘે, તેમ કરે. (૨) સ્વદ્રવ્યમાં જ રતિ - સુખ - રમણતા પામે. (૩) એટલે પરદ્રવ્યગ્રહણ રૂપ સર્વ અપરાધથી વ્યુત થયેલો તે બંધ ધ્વંસને બંધના સર્વનાશને પામે. (૪) એટલે નિત્ય મુદિત - સદા પરમાનંદ નિમગ્ન તેને નિરાવરણ થયેલી આત્મજ્યોતિ ‘નિત્ય ઉદિત' થાય સદોદિતપણે ઝળહળે અને તેનો નિર્મલ પ્રવહતા ચૈતન્ય ‘અમૃત’ પૂરનો પૂર્ણ મહિમા ઉલ્લસે. (૫) આમ તે શુદ્ધ હોતો મુક્ત થાય.
ડ
-
-
-
-
૫૬૦
-
=
-