________________
બંધ પ્રરૂપક અષ્ટમ અંકઃ સમયસાર કળશ ૧૯૨ સમયસાર (૧૩) લલકારે છે –
मंदाक्रांता बंधच्छेदात्कलयदतुलं मोक्षमक्षय्यमेत - नित्योद्योतस्फुटितसहजावस्थमेकांतशुद्धं । एकाकारस्वरसभरतोऽत्यंतरंभीरधीरं, पूर्ण ज्ञानं ज्वलितमचले स्वस्य लीनं महिम्नि ॥१९२॥ બંધચ્છેદે અતુલ કળતું મોક્ષ અક્ષય, નિત્યોદ્યોત સ્ફટિત સહજાવસ્થ એકાંત શુદ્ધ; એકાકાર સ્વરસભરથી અત્યંત ગંભીર ધીર, પૂર્ણ જ્ઞાન જ્વલિત અચલે સ્વ મહિમુમાંહિ લીન. ૧૯૨
અમૃત પદ - ૧૯૨ પૂર્ણ જ્ઞાન જ્વલિત આ એવું, મોક્ષ અક્ષયને કળતું, મોક્ષ અક્ષયને કળતું એવું, પૂર્ણ જ્ઞાન ઝળહળતું... પૂર્ણ જ્ઞાન. ૧ અચળ મહિમામહિ આત્માના, લીન થયેલું ન ચળતું, બંધ છેદથી મોક્ષ અક્ષયને, અતુલને જે કળતું... પૂર્ણ શાન. ૨ નિત્ય ઉદ્યોત જે સ્ફટિત થયેલી, સહજ અવસ્થા ધરતું, પરમાણુય ન અશુદ્ધિ એવું, એકાંત શુદ્ધ ન કરતું... પૂર્ણ જ્ઞાન. ૩ એકાકાર સ્વરસભરથી જે, ગંભીર ધીર અતિ ઠરતું, સ્વના અચલ મહિનામાં લીનું, પૂર્ણ જ્ઞાન ઝળહળતું.. પૂર્ણ શાન. ૪ પૂર્ણ જ્ઞાન જ્વલિત આ એવું, મોક્ષ અક્ષયને કળતું,
ભગવાન આ અમૃત આત્માના, સહજાત્મસ્વરૂપે ભળતું... પૂર્ણ જ્ઞાન. ૫ અર્થ - બંધ છેદ થકી અતુલ અક્ષય મોક્ષને કળતું (અનુભવતું) એવું આ નિત્યોદ્યોત સ્ફટિત (સ્ફટ થયેલી) સહજ અવસ્થાવાળું એકાંત શુદ્ધ, એકાકાર સ્વરસભરથી અત્યંત ગંભીર ધીર પૂર્ણ જ્ઞાન સ્વના અચલ મહિનામાં લીન થયેલું જ્વલિત થયું (ઝળહળી રહ્યું). ૧૯૨
આકૃતિ
સ્વના
એકાંત શુદ્ધ
એકાકાર _બંધ છેદ
નિત્યોદ્યોત (અતુલ (મોક્ષ) સહજ) મહનિ લીન
સ્વરસભર અનુભવનિર્ભર
અક્ષય જવલિત પૂર્ણ જ્ઞાન પ૧
અચલ,