________________
બંધ પ્રરૂપક અષ્ટમ અંકઃ સમયસાર ગાથા ૩૦૦ ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે સ્વ-પર ભાવનો પરમ વિવેક અહીં પ્રકાશ્યો છે - “ો મ માઝ તુદો' - કયો “બુધ’ - જ્ઞાની વારુ - આત્માને શુદ્ધ એવાને જાણંતો, સર્વ ભાવોને “પરકીય” - પારકા - પરાયા જાણી, “હારું આ' એવું વચન વદે - ઉચ્ચારે ? આ પરમ વિવેક પ્રકાશતી ગાથાના ભાવનું “આત્મખ્યાતિકાર પરમર્ષિએ ઓર ઉપબૃહણ કર્યું છે. તે આ નિયતQતક્ષાવિમાં પતિન્યા પ્રજ્ઞયા' નિયત સ્વલક્ષણવિભાગ પાતિની પ્રજ્ઞાથી અર્થાતુ પર ને આત્માના “નિયત' - નિશ્ચિત - ચોક્કસ
સ્વલક્ષણના - પોતાના લક્ષણના વિભાગમાં “પાતિની” - પડનારી પ્રજ્ઞાએ કરીને જે જ્ઞાની હોય, તે નિશ્ચયે કરીને ‘એક’ - અદ્વિતીય - અદ્વૈત ચિન્માત્ર ભાવને “આત્મીય' - આત્માનો સંબંધી - આત્માનો પોતાનો જાણે છે અને “શેષ' - બાકીના સર્વે જ ભાવોને “પરકીય” - પરસંબંધી - પારકા - પરાયા જાણે છે અને એમ જણતો તે જ્ઞાની તે પરભાવોને “મ્હારા આ’ એમ કેમ કહે ? કારણકે પર - આત્માને નિશ્ચયથી સ્વ-સ્વામી સંબંધનો અસંભવ છે માટે – પરત્મનો ર્નિશ્ચયેન વનસંવંધાસંમવાત, અર્થાત્ આ આનું “સ્વ” - પોતાની માલિકીની વસ્તુ અને આ આનો “સ્વામી' - માલિક – ધણી એમ પરને-આત્માને સ્વ - સ્વામિ સંબંધનો સંભવ છે જ નહિ માટે. આ પરથી શું પરમાર્થ ફલિત થયો ? એથી કરીને સર્વથા - સર્વ પ્રકારે ચિદૂ ભાવ જ “ગૃહીત” - ગ્રહવો યોગ્ય છે - સર્વથા વિમાન વિ Tદીતવ્ય: અને શેષ - બાકીના સર્વે જ ભાવો “મહાતવ્ય - પ્રષ્ટિપણે - સર્વથા - અત્યંતપણે “હાતવ્ય” - ત્યક્તવ્ય - ત્યજવા યોગ્ય - છોડી દેવા યોગ્ય છે - શેષા: સર્વે જીવ માવ: પ્રાંતવ્ય:, એમ ત્રણે કાળમાં ન ચળે એવો અખંડ નિશ્ચય રૂપ “સિદ્ધાંત” - સિદ્ધ અંત - ધર્મ છે - રૂત સિદ્ધાંતઃ |
આકૃતિ
ચિન્મય ભાવે આત્મીય
પરભાવો પરકીય
ચિદ્ ભાવો ગૃહીતવ્ય
શેષ સર્વે જ ભાવો | પ્રહાતવ્ય (પરિત્યાગ યોગ્ય) |
-
શુદ્ધ ચૈતન્ય જ્યોતિ
૫૩૩