________________
સમયસાર : આત્મખ્યાતિ
ઉક્ત સિદ્ધાંતના સાર રૂપ સમયસાર કળશ (૫) પ્રકાશે છે –
शार्दूलविक्रीडित सिद्धांतोऽयमुदात्तचित्तचरितैर्मोक्षार्थिभिः सेव्यतां, शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहं । एते ये तु समुल्लसंति विविधा भावा पृथग्लक्षणा .... स्तेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि ॥१८५॥ આ સિદ્ધાંત ઉદાત્ત ચિત્ત ચરિતા સેવાવ મોક્ષાર્થિથી, જ્યોતિ ચિન્મય શુદ્ધ એક જ પરં છું હું સદા તત્ત્વથી; ભાવો પૃથ લક્ષણા સમુલ્લસે જે ચિત્ર આ તે ન હું, મહારે તો પરદ્રવ્ય કારણ અહીં છે તે સમગ્રા અપિ. ૧૮૫
અમૃત પદ - (૧૮૫). સેવક કિમ અવગણીએ ? હો મલ્લિજિન !' - એ રાગ સેવો સદા આ સિદ્ધાંત મુમુક્ષુ ! એવો સદા આ સિદ્ધાંત, ચિન્મય જ્યોતિ હું પર હું ના, એ સિદ્ધાંત અબ્રાંત... રે મુમુક્ષુ સેવો સદા. ૧ ઉદાત્ત ચિત્તચરિત મોક્ષાર્થી, તેવો સિદ્ધાંત જ આજ, શુદ્ધ ચિન્મય આ એકજ છું હું, જ્યોતિ પરમ સદા જ... રે મુમુક્ષુ સેવો સદા. ૨ પૃથર્ લક્ષણ વિવિધ ઉલસે જે, ભાવો આ તે હું ના જ, કારણ સમગ્ર જ ભાવો તે, મહારે તો પરદ્રવ્ય આ જ... રે મુમુક્ષુ સેવો સદા. ૩ ત્રણે કાળે ય ચળે નહિ એવો, સિદ્ધાંત એહ અખંડ,
અમૃત કળશે નિશ્ચય ગાયો, ભગવાન અમૃતચંદ્ર... રે મુમુક્ષુ સેવો સદા. ૪ અર્થ - આ સિદ્ધાંત ઉદાત્ત ચિત્ત ચરિતવાળા મોક્ષાર્થીઓથી સેવાઓ ! - શુદ્ધ ચિન્મય એક જ પરમ જ્યોતિ સદૈવ છું હું અને આ જે પૃથ લક્ષણવાળા વિવિધ ભાવો સમુલ્લસે છે, તે હું છું નહિ, કારણકે અત્રે તેઓ (ભાવો) સમગ્ર પણ હારે પરદ્રવ્ય છે. ૧૮૫
અમૃત જ્યોતિ' મહાભાષ્ય -“શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છઉં. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. દ૯૨
આ જે “આત્મખ્યાતિના ગદ્યભાગમાં કહ્યું તેની પરિપુષ્ટિ રૂપ ઉક્ત નિશ્ચળ સિદ્ધાંતનું પ્રતિષ્ઠાપન કરતું આ કળશ કાવ્ય પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અપૂર્વ ભાવાવેશથી લલકાર્યું છે - “સિદ્ધાંતોષય મુલાવિવરિલૈ ક્ષાર્થમઃ સેવ્યતાં', “ઉદાત્ત ચિત્ત” ઉચ્ચ ઉદાર ઊર્ધ્વગામિ ચિત્ દશાવાળું જેનું “ચરિત' - સ્વરૂપાચરણ રૂપ ચારિત્ર છે એવા “મોક્ષાર્થી - મોક્ષના અર્થી - કામી ખરેખરા મુમુક્ષુઓથી આ ત્રિકાળાબાધિત અખંડ નિશ્ચયરૂપ સિદ્ધાંત સેવાઓ ! કે – શુદ્ધ વિન્સયમેવમેવ પરમ જ્યોતિ વૈવાચદં - શુદ્ધ ચિન્મય એક જ એવી પરમ જ્યોતિ સદૈવ હું છું અને જે આ “પૃથગ્ય લક્ષણ” - પૃથક - ભિન્ન લક્ષણવાળા વિવિધ' - નાના પ્રકારના ભાવો સમુલસે છે, તે હું છું નહિ - “તે છે તુ સમુસંતિ
૫૩૪