________________
બંધ પ્રરૂપક અષ્ટમ અંકઃ સમયસાર કળશ ૧૮૨ ઉક્ત સારસમુચ્ચય રૂપ આ સમયસાર કળશમાં (૩) અમૃતચંદ્રજી ચિન્માત્ર ભાવની પરમભાવ સ્તુતિ પ્રકાશે છે -
शार्दूलविक्रीडित भित्त्वा सर्वमपि स्वलक्षणबलाद्भत्तुं न यच्छक्यते, चिन्मुद्रांकितनिर्विभागमहिमा शुद्धश्चिदेवास्म्यहं । भियंते यदि कारकाणि यदि वा धर्मा गुणा वा यदि, भियंतां न भिदास्ति काचन विभौ भावे विशुद्धे चिति ॥१८२॥ ભેદી સર્વ જ જે સ્વલક્ષણબલે ભેદી શકાયે નહિ, ચિનુદ્રાંતિ નિર્વિભાગ મહિમા છું શુદ્ધ હું ચિત સહી; ભેદાયે અહિ કારકો ગુણ ભલે ભેદાય ધર્મો ભલે, તોયે ભેદ ન કાંઈ છે ભાવ વિભુ વિશુદ્ધ ચિતમાં ખરે! ૧૮૨
અમૃત પદ - ૧૮૨
“જ્ઞાનને ઉપાસીએ' - એ રાગ ભેદી બધું ય જે ભેદી શકાય ના, એવો ચિત્ જ છું હું શુદ્ધ, ચિનુદ્રાની જ્યાં મુદ્રા અંકિત છે, એવા ચિત્ વિભુ હું વિશુદ્ધ... ભેદી બધુંય જે. ૧
સ્વ લક્ષણબલે ભેદી બધુંયે, ભેદી ન જેહ શકાય, ચિત જ કેવલ તે શુદ્ધ છું હું એડવો, નિશ્ચય એમ કળાય... ભેદી બધુંય જે. ૨ ટંકોત્કીર્ણ ચિમ્મુદ્રાની જેમાં, મુદ્રા અંકિત છે એવો, નિર્વિભાગ છે મહિમા મહાજસ, શુદ્ધ હું છું ચિત્ દેવો... ભેદી બધુંય જે. ૩ ભેદાય કારકો ગુણો ભલે વા, ધર્મો ભલે જ ભેદાય, પણ ભેદ કાંઈ પણ છે જ નહિ અહીં, વિભુ વિશુદ્ધ ચિન્મય... ભેદી બધુંય જે. ૪ રાજમુદ્રા શી ચિન્મુદ્રાનો આ, ટેકોત્કીર્ણ મહિમાન,
ટંકોત્કીર્ણ અમૃત વાણી ગાયો, અમૃતચંદ્ર ભગવાન.. ભેદી બધુંય જે. ૫ અર્થ - સર્વને પણ સ્વલક્ષણબલથી ભેદીને જે ભેદી શકાતું નથી, તે ચિમ્મુદ્રાથી અંકિત નિર્વિભાગ મહિમાવાળો શુદ્ધ એવો ચિત્ જ હું છું, જો કારકો અથવા ધર્મો અથવા ગુણો ભેદ પામતા હો તો ભલે ભેદ પામો ! (પણ તેથી કરીને) વિભુ એવા વિશુદ્ધ ભાવ ચિતમાં કોઈ ભિદા છે નહિ. ૧૮૨
- “અમૃત જ્યોતિ' મહાભાષ્ય જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિતિ સ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજ સ્વરૂપ છે, એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પરુષે પ્રકાશ્યો તેનો અપાર ઉપકાર છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૩૩
ઉપરમાં આત્મખ્યાતિના ગદ્ય ભાગમાં જે વિવરીને કહ્યું તેના સારસમુચ્ચય રૂ૫ આ કળશમાં શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવદ્ અમૃતચંદ્રજીએ સર્વ વિશુદ્ધ ચિત્માત્ર ભાવની પરમ ભાવતુતિ પ્રકાશી છે - વનક્ષUT વનતિ - સ્વ લક્ષણના બલ થકી - પોતાના ચૈતન્ય લક્ષણના બલ થકી - સામર્થ્ય થકી સર્વને પણ ભેદીને - ભેદ કરીને મિત્વા સર્વમા - જે પોતે ભેદી શકાતું નથી – ભેદ કરી શકાતું નથી - મેનું
૫૨૧