________________
બંધ પ્રરૂપક અષ્ટમ અંકઃ સમયસાર ગાથા ૨૫ એવાં અખંડ નિશ્ચય રૂપ “નિયત” – નિશ્ચિત “સ્વલક્ષણના' - વિજ્ઞાન વડે “સ્વસ્તક્ષUT વિજ્ઞાનેન સર્વથા જ છેદવા યોગ્ય છે - પરિચ્છેદવા યોગ્ય છે - જાણવા યોગ્ય છે, અર્થાત્ જેમ કોઈ વિજ્ઞાની (Scientist) બે જૂદા જૂદા દ્રવ્યને પોત પોતાના લક્ષણના વિજ્ઞાનથી - વિશેષ જ્ઞાનથી (Scientific knowledge) ઓળખી કાઢી - પરિચ્છેદન કરી - તે બેનું પૃથકકરણ (Analysis) કરે, તેમ આત્મવિજ્ઞાની (spiritual scientist) આત્મા અને બંધ એ બેને પોતપોતાના લક્ષણના વિજ્ઞાનથી - વિશેષ જ્ઞાનથી પ્રથમ તો ઓળખી કાઢી - પરિચ્છેદન કરી તે બેનું પૃથક્કરણ (analysis) કરે.
પછી રાગાદિ લક્ષણ સમસ્ત જ બંધ નિર્મોક્તવ્ય છે - નિશ્ચયપણે નિતાંતપણે સર્વથા જ મૂકવો યોગ્ય છે, અર્થાત્ જેમ વિજ્ઞાની બે જૂદા જૂદા દ્રવ્યોનું પરિચ્છેદન રૂપ – પૃથક્કરણ કરી પછી અનભીષ્ટ દ્રવ્યને નિતારી નાંખી, એની કણિકા માત્ર – પરમાણુ માત્ર પણ ન રહે એમ તેને સર્વથા મૂકી દીએ, તેમ આત્મવિજ્ઞાની આત્માને બંધનકર અનભીષ્ટ રાગાદિ બંધને આત્મામાંથી ઉતારી નાંખી, એ રાગાદિની કણિકા માત્ર - પરમાણુમાત્ર પણ ન રહે એમ તેને સર્વથા મૂકી દીએ અને ૩૫યોતિષ શુદ્ધ મામૈવ પૃહીત: - “ઉપયોગ લક્ષણ' શુદ્ધ આત્મા જ ગૃહતવ્ય - ગ્રહવો યોગ્ય છે, અર્થાત્ જેમ વિજ્ઞાની બે જૂદા જૂદા દ્રવ્યોનું નિયત સ્વલક્ષણથી પરિચ્છેદન રૂપ પૃથક્કરણ કરી, અનભીષ્ટ દ્રવ્યને મૂકી દઈ, સર્વથા અન્ય દ્રવ્યની અશુદ્ધિથી રહિત ઈષ્ટ સ્વલક્ષણ સંપન્ન શુદ્ધ (crystalline clear) ગ્રહણ કરે, તેમ આત્મવિજ્ઞાની આત્મા અને બંધનું નિયત સ્વ લક્ષણથી પરિચ્છેદન રૂપ પૃથક્કરણ કરી, અનભીષ્ટ રાગાદિ બંધને સર્વથા મૂકી દઈ, સર્વથા પારદ્રવ્યની અશુદ્ધિથી રહિત ઈષ્ટ સ્વલક્ષણ - સંપન્ન શુદ્ધ આત્મદ્રવ્યને ગ્રહણ કરે. આમ આત્મા અને બંધનો ભેદ જાણી, બંધને છોડી આત્મા જ ગ્રહવો એ જ ને એટલું જ મુમુક્ષુનું એકમાત્ર કર્તવ્ય છે.
ચેતન ઐસા જ્ઞાન વિચારો, સોડહં સોડહં સોડહં સોડાં, સોડહં અણું ન બીયા સારો... ચેતન. તસ ઍની ગ્રહિયે જે ધન, સો તુમ સોડાં ધારો, સોડહં જાનિ દટો તુમ મોહં, બહૈ હૈ સમકો વારી.. ચેતન.” - આનંદઘન, પદ-૮૧
આકૃતિ
પ્રજ્ઞાથી
આત્મ ગ્રહણ
બંધન છેદન
આત્મ ગ્રહણ
ચૈતન્ય લક્ષણ | રાગાદિ લક્ષણ
શુદ્ધ ચૈતન્ય જ્યોતિ
૫