________________
સમયસાર : આત્મખ્યાતિ
ઉત્થાનિકા રૂપ સમયસાર કળશ (૭) પ્રકાશે છે -
वसंततिलका अज्ञानमेतदधिगम्य परात्परस्य, पश्यंति ये मरणजीवितदुःखसौख्यं । कर्माण्यहंकृतिरसेन चिकीर्षवस्ते,
मिथ्यादृशो नियतमात्महनो भवंति ॥१६९॥ અજ્ઞાન આ લહી ખરે ! પરનું પરેથી, જે દેખતા મરણ જીવિત દુઃખ સૌખ્ય, કર્મો અહંકતિ રસે કરવા ચહંતા, મિધ્યાદેશો નિયત આત્મહણા હવંતા. ૧૬૯
અમૃત પદ-૧૬૯ “પંથડો નિહાળું રે બીજા જિનતણો રે' - એ રાગ પરનું કરે પર તે અજ્ઞાન છે રે, કહે નિશ્ચય ભગવાન, પણ અહંકાર રસે વહ્યા જતા રે, જાણે ન જન અજ્ઞાન... પરનું કરે પર તે અજ્ઞાન છે રે. ૧ એવા આ પામી અજ્ઞાનને રે, પર થકી પરના જેહ, મરણ જીવિત દુઃખ સુખ સર્વ એ રે, દેખે છે અહીં એહ.. પરનું કરે પર. ૨ હું કરું હું કરું તે અહંકૃતિ રસે રે, કરવા કર્મ ચહંત, આત્મઘાતી તે મિથ્યાષ્ટિઓ રે, નિયતપણે જ હવંત... પરનું કરે પર. ૩ હુંકાર વિષ હોંશે હોંસે પીતા રે, કરતા આત્મની ઘાત, પોતે પોતાના વૈરી બને રે, કેવી ખરી આ વાત'... પરનું કરે પર. ૪ અજ્ઞાન વિષ વસાવી કરાવવા રે, પરમ જ્ઞાનામૃત પાન, ભગવાન અમૃતચંદ્ર આ કહી રે, અમૃત અમૃત વાણ... પરનું કરે પર. ૫
અર્થ - આ અજ્ઞાનને પામીને જેઓ પર થકી પરના મરણ – જીવિત - દુઃખ - સૌખ્ય દેખે છે, તેઓ અહંકૃતિ રસથી કર્મો કરવાને ઈચ્છતા મિથ્યાદેષ્ટિઓ નિયતપણે આત્મહંતા (આત્મઘાતી) હોય છે.
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય પોતે પોતાનો વૈરી આ કેવી ખરી વાત છે.” - શ્રીમદ્ રાજચંદ્રજી
હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જિમ શ્વાન તાણે.” - શ્રી અખા ભક્ત
નીચેની ગાથાના ભાવનું સૂચન કરતા આ ઉત્થાનિકા કળશમાં અહંકૃતિ રસથી કર્મ કરવા ઈચ્છતા મિથ્યાષ્ટિઓનું આત્મઘાતિપણું-આત્મજ્ઞપણું સૂચવ્યું છે - જ્ઞાન તથાગ્યે પરતિરસ્ય, જયંતિ રે મરણ નીવિતદુ:હસીā - આ અજ્ઞાનને પામીને જેઓ પર થકી પરના મરણ - જીવિત - દુઃખ - સુખ દેખે છે, તે “અહંકૃતિ રસથી' – અહંકાર રસથી કર્મો કરવા ઈચ્છતા – ‘ ષદંઋતિરસેન વિર્ષિવર્તે’ - મિથ્યાદેષ્ટિઓ નિયતપણે આત્માનો ઘાત કરનારા - “આત્મહનો' - આત્મઘાતિઓ - આત્મનો હોય છે - “મિથ્યાડ્રિો નિયત માત્માનો અવંતિ ' અર્થાત્ પર પરનું મરણાદિ કરે એમ માનવું તે વસ્તુ સ્થિતિનું અજાણપણું હોવાથી પ્રગટ અજ્ઞાન જ છે, આ અજ્ઞાનને લીધે જેઓ પર થકી પરનું મરણાદિ દેખે છે, તે મિથ્યા - અસત્ દેખતા હોવાથી “મિથ્યાદેષ્ટિ' છે અને આવા અજ્ઞાની મિથ્યાષ્ટિ છે, તેઓ
૪૧૮