________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૨૯
અને તેથી ચારિત્રમોહ પણ ઉપજે છે, (૨) એટલે પરભાવમાં આત્મબુદ્ધિ હોવાથી જીવ પરભાવથી વિરામ પામતો નથી ને અવિરતિ રહે છે, (૩) આમ પરભાવ પ્રત્યે ગમન-પરિણમન કરતો તે સ્વરૂપ ભ્રષ્ટતા રૂપ પ્રમાદ પામી તે પરભાવની પ્રાપ્તિ - અપ્રાપ્તિના નિમિત્તે તે ક્રોધાદિ કષાય કરી રાગ-દ્વેષાદિ વિભાવ ભાવને ભજે છે, (૪) અને તેથી ક્ષોભ પામેલા તેના મન-વચન-કાયાના યોગની પ્રવૃત્તિ પણ તે પરભાવની પ્રાપ્તિ અર્થે તદનુકૂલપણે મુખ્યપણે પ્રવર્તે છે. આમ મૂળ અવિદ્યા રૂપ આત્મસ્રાંતિને લીધે જ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ એ ચાર બંધ હેતુઓ રૂપ આશ્રવદ્વાર - કર્મ આગમનના ગરનાળા ખુલ્લા રહે છે, એટલે તે બંધહેતુઓથી આત્મા કર્મથી બંધાય છે અને કર્મની બેડીથી બંધાયેલો આ જીવ ભવભ્રમણ દુઃખ પામે છે. પણ સમ્યગ્દષ્ટિ જીવ (૧) પરભાવમાં આત્મબુદ્ધિ રૂપ જે આત્મસ્રાંતિ છે તે છોડી દઈ આત્મામાં જ આત્મબુદ્ધિ કરે છે, એટલે મિથ્યાત્વ ટળી દર્શનમોહ નષ્ટ થાય છે અને સમ્યગ્દર્શન પ્રગટે છે, (૨) એટલે પછી અવિરતિ દોષ ટળે છે ને સર્વ પરભાવમાંથી વિરામ પામે છે - ભાવ વિરતિ થાય છે, (૩) એટલે આત્મસ્વરૂપથી ભ્રષ્ટતા રૂપ પ્રમાદ દોષ ટાળી સ્વરૂપને વિષે અપ્રમાદ અપ્રમત્ત સ્થિતિ ધારતો તે પરભાવ નિમિત્તે કષાય કરતો નથી, રાગાદિ વિભાવથી રંગાતો નથી અને નિષ્કષાય પૂર્ણ વીતરાગ થાય છે, (૪) અને કષાયજન્ય સંક્ષોભ નષ્ટ થવાથી એના મન-વચન-કાયાના યોગ પણ આત્મસ્થિરતાને અનુકૂળપણે વર્તે છે અને છેવટે અયોગ દશા પ્રાપ્ત થાય છે. આમ ચાર બંધહેતુઓરૂપ કર્મને આવવાના આશ્રવ-દરવાજા બંધ થવા રૂપ સંવર સમ્યગ્દષ્ટિને થાય છે, દર્શનમોહ નષ્ટ થતાં અનુક્રમે ચારિત્રમોહ પણ નષ્ટ થાય છે, કારણકે દર્શનમોહને હણવાનો અચૂક ઉપાય બોધ છે ને ચારિત્રમોહને હણવાનો અચૂક ઉપાય વીતરાગતા છે બોધ અને આ બન્નેનો વીતરાગતાનો સમ્યગ્દષ્ટ આશ્રય કરે છે, એટલે આમ આ વીતરાગ જ્ઞાનીને કર્મબંધની શંકા કરનારા ઉક્ત મિથ્યાત્વાદિ ચાર બંધહેતુઓનો સર્વથા અભાવ હોય છે, એટલે રખેને કાંઈ બંધ થઈ જશે એવી શંકાનો સર્વથા અસંભવ હોઈ આ સમ્યગ્દષ્ટિને શંકાકૃત બંધ છે જ નહિ, પણ નિર્જરા જ છે.
કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. કર્મ મોહનીય ભેદ બે, દર્શન૧ ચારિત્રર નામ; હણે બોધ૧ વીતરાગતા, અચૂક ઉપાય આમ.’'
-
(સમ્યગ્દષ્ટિ જ્ઞાની
=
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૦૨, ૧૦૩
૩૬૩
=