________________
સમયસાર : આત્મખ્યાતિ
નિષ્પન્ન ભાવમયપણાએ કરીને - ઢોળેજ્ઞાયિકમાવયત્વેન “કર્મબંધ શંકાકર' - કર્મબંધની શંકા કરનારા - ઉપજાવનારા મિથ્યાત્વાદિ ભાવોના - મિથ્યાત્વ અવિરતિ કષાય યોગ એ બંધહેત ભાવોના અભાવને લીધે - નહિ હોવાપણાને લીધે “નિઃશંક - જેની શંકા નિર્ગત છે એવો શંકા રહિત છે, એથી કરીને એ સમ્યગુદષ્ટિને શંકાકત બંધ છે નહિ - શંતિ નતિ વંધ:, શંકાથી કરાયેલો - ઉપજાવાયેલો બંધ છે નહિ, પરંતુ કર્મના ભોગવીને જરી જવા રૂપ - આત્મપ્રદેશથી ખરી જવા રૂપ નિર્જરા જ છે – વિક્રતુ નિરવ |
અર્થાતુ સમ્યગુદૃષ્ટિ પુરુષ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમય હોય છે, એટલે સદા શુદ્ધાત્માનુભૂતિ કરતો તે શુદ્ધ ઉપયોગમય હોય છે, સ્વ-પર ભાવનો વિવેક ઉપજ્યો હોવાથી, ભેદજ્ઞાન પ્રગટ્યું હોવાથી, શુદ્ધ આત્મજ્ઞાન થયું હોવાથી, તેને નિર્મલ શુદ્ધ આત્માનુભવ સાંપડે છે. હંસ જેમ સીર-નીરનો વિવેક કરે છે, દૂધ ને પાણી જુદા કરે છે, તેમ આ આત્માનુભવી સમ્યગુદૃષ્ટિ “પરમ હંસ’ આત્મા - અનાત્માનો વિવેક કરે છે, સ્વ-પરને જુદા પાડે છે. દેહથી જેમ વસ્ત્ર જૂદું છે, મ્યાનથી જેમ તલવાર જૂદી છે, તેમ જડથી ચેતન સ્વરૂપ આત્મા પ્રગટ લક્ષણે જૂદો છે, એમ તે પ્રત્યક્ષ અનુભવે છે, સર્વ અવસ્થામાં જે સદાય ન્યારો - જૂદો ને જૂદો જણાય છે અને જે પ્રગટ ચૈતન્યમય સ્વરૂપ છે, એવો આત્મા તે સાક્ષાત સંવેદે છે. “ચિત્રશાળા ન્યારી - જુદી છે, તેમાં પલંગ ન્યારો - જુદો છે, તેમાં સેજ – પથારી ન્યારી છે. તેની ચાદર પણ ન્યારી છે', આવો પરવસ્તુ સાથેનો મ્હારો સંબંધ છે, એમાં હારી સ્થાપના કરવી - આત્મબુદ્ધિ કરવી જૂઠી છે - એમ સમજી સમ્યગુદૃષ્ટિ ભેદજ્ઞાની પુરુષ અચેતનતા ભાવ ત્યાગીને, ત્યાગી ચેતન બની, દષ્ટિ ખોલીને દેખે છે, તો પોતાનું - આત્માનું સ્વરૂપ દેખે છે અને તે દેખે છે તે સ્વરૂપ કેવું છે ? આત્માથી જ, આત્મામાં, આત્માને હું જે અનુભવું છું તે હું છું, “સોડÉ” તે નથી નપુંસક, નથી નાર, નથી નારી, નથી એક, નથી બે, નથી બહુ, નેતિ નેતિ | જેના અભાવે હું સુષુપ્ત - સૂતો હતો અને જેના સદભાવે હું જાગ્રત થયો - ઉઠ્યો. તે અતીન્દ્રિય અનિર્દેશ્ય એવો સ્વસંવેદ્ય હું છું. આમ સમ્યગુદૃષ્ટિ પુરુષને નિજ સ્વરૂપનું ભાન પ્રગટતાં અનાદિની પ્રમાદ નિદ્રા ટળી છે અને સમ્યગુ જ્ઞાનસુધારસ ધામ એવો આત્મા જાગ્યો છે ને બોલી ઉઠે છે કે -
“જગત દિવાકર શ્રી નમીશ્વર સ્વામ જો, તુજ મુખ દીઠે નાઠી ભૂલ અનાદિની રે લો. જાગ્યો સભ્ય જ્ઞાન સુધારસ ધામ જો, છાંડી દુર્જય મિથ્યા નિંદ પ્રમાદની રે લો. સહજે પ્રગટ્યો નિજ પરભાવ વિવેક જો, અંતર આતમ ઠહર્યો સાધન સાધવે રે લો. સાધ્યાલંબી થઈ જ્ઞાયકતા છેક જ, નિજ પરિણતિ ધિર નિજ ધર્મરસ હવે રે લો.”
- મહામુનીશ્વર શ્રી દેવચંદ્રજી નિજ ગુણ સબ નિજમાં લખે, ન ચખે પરગુણની રેખ રે, ખીર નીર વિવરો કરે, અનુભવ હંસ શું પેખ રે... પ્રણમું પદપંકજ પાર્શ્વના.” - યોગિરાજ શ્રી આનંદઘનજી
આમ સમ્યગુદૃષ્ટિ પુરુષ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમયપણાએ કરીને સદા શુદ્ધાત્માનુભૂતિ કરતો શુદ્ધ ઉપયોગમય હોય છે અને એવા એક જ્ઞાયક ભાવમય શુદ્ધોપયોગદશાસંપન્ન તેને મિથ્યાત્વ - અવિરતિ - કષાય - યોગ એ ચાર બંધહેતુઓનો સર્વથા અભાવ હોય છે. તે આ પ્રકારે - જીવને જગતની મોહમાયામાં લપટાવનાર મોહનીય કર્મના બે ભેદ છે - દર્શનમોહ અને ચારિત્રમોહ. તેમાં - (૧) દેહાદિ પરવસ્તુમાં આત્મભ્રાંતિરૂપ દર્શનમોહને લીધે જીવને મિથ્યાદર્શન અથવા મિથ્યાત્વ હોય છે
"येनात्मनाउनुभूयेऽहमात्मनैवात्मनात्मनि । सोऽहं न तन सा नासौ नैको न द्वौ न वा बहुः ॥ यदभावे सुषुप्तोऽहं यद्भावे युत्थितः पुनः । અતીનિવનિર્દેશચં તત્વ વૈવમસ્થ - શ્રી પૂજ્યપાદસ્વામીજી કત શ્રી “સમાધિ શતક’
૩૬૨