________________
સમયસાર : આત્મખ્યાતિ
હવે જ્ઞાનનો ઉપભોગ પરિગ્રહરૂપ નથી એમ નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો ઉસ્થાનિકા સમયસાર કળશ (૧૪) કહે છે -
स्वागतावृत्त पूर्वबद्धनिजकर्मविपाका - गनिनो यदि भवत्युपभोगः । तद्भवत्वथ च रागवियोगा - बेनमेति न परिग्रहभावं ॥१४६॥... પૂર્વબદ્ધ નિજ કર્મ વિપાકે, શાનિને યદિ હવે ઉપભોગ, હો ભલે તદપિ રાગ અભાવ, પામતો ન જ પરિગ્રહ ભાવ. ૧૪૬
અમૃત પદ-(૧૪૬).
રોળાવૃત્ત પૂર્વબદ્ધ નિજ કર્મ વિપાકે, શાનિને યદિ હોય ઉપભોગ, હો જ ભલે ! પણ રાગ વિયોગે, પામે ન પરિગ્રહ ભાવ વિયોગ.. આતમ અનુભવ અમૃતરસમાં, પરમ હંસ જે નિત્ય રમત,
ભગવાન જ્ઞાની અમૃત રસી તે, પરિગ્રહ વિષ સદાય વસંત... ૧૪૬ અર્થ - પૂર્વે બાંધેલા નિજ કર્મના વિપાક થકી જ્ઞાનીને જે ઉપભોગ હોય તો ભલે હો ! પણ રાગના વિયોગને લીધે નિશ્ચય કરીને તે પરિગ્રહભાવને પામતો નથી. ૧૪૬
“અમૃત જ્યોતિ મહાભાષ્ય જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતાં નથી અને અભોગવ્ય નિવૃત્ત થવાને વિષે જ્ઞાનીને કંઈ ઈચ્છા નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૮૭ શાનીનો જે ઉપભોગ છે તે રાગના વિયોગે પરિગ્રહ ભાવ પામતો નથી, એવા ભાવની આ
નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો આ કળશ, સમસ્ત પરભાવને “ઉદ્ધત” ઉદય ભોગ જાનીને રાગ (અત્યંત હણી નાંખતો) કરતો જેનો ભવ્ય આત્મ-રથ અનન્ય આત્મભાવની વિયોગે પરિગ્રહ નથી થતો “ઉદ્ધત’ - ઉદામ મસ્તીમાં અધ્યાત્મ પથે ઉદ્ધતપણે દોડી રહ્યો છે એવા પરમ
ભાવિતાત્મા પરમર્ષિ અમૃતચંદ્રજીએ તેવા ભાવને અનુરૂપ “સ્વાગતા વૃત્તમાં લલકાર્યો છે. તેનો ભાવાર્થ આ પ્રકારે - પૂર્વવનિનવવિવાતિ, જ્ઞાનિનો દ્રિ પવન્યુમો: - પૂર્વબદ્ધ' - પૂર્વે બાંધેલા “નિજ' - પોતાના કર્મ વિપાક થકી' - ફલદાન સન્મુખ કર્મ ઉદયથી જ્ઞાનીને જે ઉપભોગ હોય છે, તો ભલે હો ! તદ્મવત્વથ ર “રવિયોત' - પણ રાગના વિયોગને લીધે તે ઉપભોગ નિશ્ચય કરીને તેના “પરિગ્રહ ભાવને પામતો નથી - માલિકીપણારૂપ - સ્વામીપણારૂપ ભાવને પામતો નથી - “નૂનનેતિ પરિક્રમાવ: |’
૩૦૦