________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૧૪
લેવાય - આંચકી લેવાય એવા) વર્જિત “સહજ રૂપથી ઉપેક્ષિત યથાજાતરૂપપણાએ કરીને બહિરંગ લિંગભૂત કાય પુગલો, (૨) તત્કાલ બોધક ગુરુથી ઉચ્ચારાતા આત્મતત્ત્વદ્યોતક એવા શ્રુત થઈ રહેલા (સંભળાઈ રહેલા) સિદ્ધ ઉપદેશ વચન-પુદ્ગલો, (૩) તથા નિત્યબોધક અનાદિ નિધન શુદ્ધાત્મ તત્ત્વાઘોતનમાં સમર્થ શ્રુતજ્ઞાનના સાધનીભૂત એવા અધીયમાન - અધ્યયન કરાઈ રહેલા (અભ્યાસાઈ રહેલા) શબ્દાત્મ સૂત્ર પુગલો, (૪) અને શુદ્ધાત્મ તત્ત્વના વ્યંજક દર્શનાદિ પર્યાય પ્રત્યે અને તત્પરિણત (ત દર્શનાદિ પર્યાય પરિપાત) પુરુષ પ્રત્યે વિનતતા - અભિપ્રાયના વર્તક- વર્તાવનારા ચિત્ત પગલો હોય છે. આ અત્રે તાત્પર્ય છે કે કાયની જેમ વચન - મન પણ વસ્તુધર્મ નથી, એટલે આ પુગલાત્મક ઉપકરણભૂત પરભાવ પ્રત્યે પણ જ્ઞાનીને ઈચ્છા પ્રતિબંધરૂપ પરિગ્રહ ભાવ હોતો નથી, મમત્વરૂપ પરિગ્રહ બુદ્ધિથી તે તે ઉપકારી ઉપકરણોનું પણ આલંબન પરિગ્રહતા નથી - પકડતા નથી. પ્રવચનસારટીકામાં જેણે આ ઉપરોક્ત અમર વચનો લખ્યા છે, તે પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ આ વચનો લખ્યા જ માત્ર નથી, પણ તથારૂપ સ્વાચરણથી સિદ્ધ કરી દેખાડી પરમ અસંગ પરમ નિગ્રંથ શ્રામનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે - જેની તેઓશ્રીના પુરુષાર્થ સિદ્ધિ ઉપાયના આ અમૃત ૦ સાક્ષી પૂરે છે – “વર્ષોથી' શબ્દ કરાયા, શબ્દોથી વાક્ય કરાયા, વાક્યોથી આ શાસ્ત્ર કરાયું, અમારાથી કરવામાં આવ્યું નથી.” ખરેખરી અસંગતાનું કેવું અદ્ભુત ઉદાહરણ ! અને તેવું જ જીવતું જાગતું
જ્વલંત ઉદાહરણ વર્તમાન યુગમાં શ્રીમદ્ રાજચંદ્રજીના અધ્યાત્મ જીવન વૃત્તમાં અને સ્વાનુભવપૂર્ણ ટંકોત્કીર્ણ વચનામૃતોમાં આત્માર્થી મુમુક્ષુને સ્થળે સ્થળે દગુગોચર થાય છે, જેનું સવિસ્તર દિગદર્શન અને અધ્યાત્મ રાજચંદ્ર' ગ્રંથમાં યથાસ્થાને કરાવ્યું છે.
“કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે.” - શ્રીમદ્ રાજચંદ્રજી
“નિરાશ્રય એવા જ્ઞાનીને બધું ય સમ છે. અથવા જ્ઞાની સહજ પરિણામી છે, સહજ સ્વરૂપ છે, સહજપણે સ્થિત છે, સહજપણે પ્રાપ્ત ઉદય ભોગવે છે, સહજપણે જે કંઈ થાય તે થાય છે, જે ન થાય તે ન થાય છે, તે કર્તવ્ય રહિત છે, કર્તવ્ય ભાવ તેને વિષે વિલય પ્રાપ્ત થાય છે. આ જ્ઞાની ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત એમ કહેવું પણ બનતું નથી, તે સહજ સ્વરૂપ છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૭૭
(સમ્યગુદૃષ્ટિ --- જ્ઞાની ,
૨૯૯