SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ જ્ઞાનીને પાનનો પરિગ્રહ છે નહિ એમ અત્ર શાસ્ત્રકારે “ગમિક સૂત્રથી' કથન કર્યું છે અને “આત્મખ્યાતિ' સૂત્રકારે પરમ અદ્ભુત તત્ત્વ સંકલનાથી ગ્રથિત તે જ “ગમિક સૂત્રથી' તેનું પરમ તત્ત્વ વૈજ્ઞાનિક (most scientific) પરિદઢ પરિભાવન કર્યું છે. તેનો ભાવાર્થ આ પ્રકારે - ઈચ્છા પરિગ્રહ છે - કંઈ પણ ઈચ્છવા રૂપ “ઈચ્છા’ - અભિલાષા - કામના - સ્પૃહા - આશા - તૃષ્ણા - મૂચ્છ તે જ પરિગ્રહ છે, “પરિ' - સર્વથા ચોતરફથી ગ્રહની જેમ ગ્રહતો “ગ્રહ’ એવો મમત્વ રૂપ - મૂચ્છ ભાવરૂપ “પરિગ્રહ છે. “તી પરિપ્રદો નાતિ વચ ચ્છા નાતિ- - તેને પરિગ્રહ છે નહિ, જેને ઈચ્છા છે નહિ. ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે – “છી ત્વજ્ઞાનમયો માવ:' - કંઈ પણ ઈચ્છવા રૂપ ઈચ્છા તો કેવળ અજ્ઞાન અજ્ઞાન ને અજ્ઞાનથી જ નિષ્પન્ન થયેલો “અજ્ઞાનમય જ' ભાવ છે અને અજ્ઞાનમય ભાવ તો જ્ઞાનીનો છે નહિ, શાનીનો જ્ઞાનમય જ ભાવ છે, જ્ઞાનીને કેવળ જ્ઞાન જ્ઞાન ને જ્ઞાનથી જ નિષ્પન્ન થયેલો “જ્ઞાનમય જ ભાવ છે. તેથી જ્ઞાની ઈચ્છા રૂપ અજ્ઞાનમય ભાવના અભાવને લીધે’ - નહિ હોવાપણાને લીધે “પાન' - (પીણું - પીવાનું) નથી ઈચ્છતો, તેથી જ્ઞાનીને પાન પરિગ્રહ છે નહિ, જ્ઞાન જ્ઞાન ને જ્ઞાનથી જ નિષ્પન્ન થયેલ કેવલ “જ્ઞાનમય’ એક’ - અદ્વિતીય - અદ્વૈત “જ્ઞાયક ભાવના' - જાણપણા રૂપ ભાવના ભાવને લીધે’ - હોવાપણાને લીધે પાનનો કેવલ' - માત્ર “જ્ઞાયક જ - જાણનારો જ - જ્ઞાતા જ ‘આ’ - જ્ઞાની હોય. આમ આ પરિગ્રહ ત્યાગ ભાવનાની ગાથાઓનું અદ્ભુત તત્ત્વ કલાથી ગ્રંથેલ “ગમિક સૂત્રથી વ્યાખ્યાન કરતાં મહાનિગ્રંથ મુનીશ્વર અમૃતચંદ્રાચાર્યજીએ પરિગ્રહ ત્યાગ ભાવનાને અનંત ગુણવિશિષ્ટ વજલેપ દેઢ કરાવી છે. સ્વ પરનો ભેદ જાણી જેણે આત્માનુભવ રસનું પાન કર્યું છે એવા જ્ઞાનીને પરભાવરૂપ કોઈ પણ રસનું પાન કરવાની ઈચ્છા હોતી જ નથી, વિષય તૃષ્ણા નિવૃત્ત થઈ - શાનીની વિષય તૃષ્ણા છે. કારણકે તે ભાવે છે કે - આ તૃષ્ણાથી આ જીવ અત્યંત અત્યંત જય ભાવના વ્યાકુલ થઈ રહ્યો હતો. જેમ જેમ તે તૃષ્ણાને તૃપ્ત કરવા પ્રયાસ કરતો હતો, તેમ તેમ તે તૃષ્ણા બળવત્તર બનતી જતી હતી. અગ્નિમાં ઈધન નાંખતાં તે જેમ પ્રજ્વલતો જય, તેમ વિષય રૂપ આહુતિથી આ તૃષ્ણા અગ્નિ ઉલટો પ્રજ્વલિત થઈ જીવને પરિતાપ પમાડ્યા કરતો હતો. ગમે તેટલા પાણીના પૂરથી સમુદ્ર પૂરાય નહિ, તમે ગમે તેટલી નદીઓના પૂરથી આ તૃષ્ણા સમુદ્રનો ખાડો પૂરાતો ન્હોતો. સાગર જેટલા દેવલોકાદિના મહાસુખ આ જીવે અનંતવાર ભોગવ્યા, છતાં જે તૃષ્ણા શમાઈ નહિ, તે ગાગર જેટલા મનુષ્યના તુચ્છ ભોગોથી શી રીતે શમાવાની હતી ? પણ ગઈ તે ગઈ ! હવે તો માત્ર મોક્ષને જ ઝંખતો આ મ્હારો જીવ જગ્યો છે ને તેને વૈરાગ્યનો દઢ રંગ લાગ્યો છે. એટલે તે તેવા અસતુ તૃષ્ણારૂપ મગજલ પાછળ દોડતો નથી ને નકામો દુઃખી થતો નથી. મહારો આત્મા પૂર્વે જે પરરસીયો થઈ પરતૃષ્ણાથી તપ્ત થતો હતો, તે હવે સ્વરસીયો બની સ્વાત્મામાં સંતોષથી તૃપ્ત થાય છે, સબુદ્ધિના - સુમતિના સેવનથી સમતારસ અનુભવે છે. તો હવે તે ફરીથી દુઃખી થવા માટે વિષય રૂપ મૃગજળ પાછળ દોડે જ કેમ ? તે ઓકેલું અન્ન ફરી ખાવા ઈચ્છે જ નહિ, જીવવા માટે વિષપાન કરે જ નહિ. હે ચેતન ! સમુદ્રના પાણી કરતાં પણ વધારે માતાના* ધાવણ તું ધાવ્યો છે, ભુવનોદરમાં વર્તતા સર્વ પુદ્ગલો તેં ફરી ફરી પ્રસ્યા છે ને મૂક્યા છે - જગતની એઠ તેં વારંવાર હોંશે હોંસે ખાધી છે, તો પણ તું તૃપ્તિ પામ્યો નથી ! તૃષ્ણાથી પીડિત થઈને તેં ત્રણે ભુવનનું” પાણી પીધું છે, તો પણ હારી તૃષ્ણાનો છેદ થયો નથી ! માટે હે જીવ ! હવે તો તું વિષયતૃષ્ણાથી વિરામ પામી પરવસ્તુના પાનની સ્વપ્રાંતરે પણ ઈચ્છા કરીશ મા !' “पीओसि चणच्छीरं अणंत जम्मतराई जणणीणं । મહાજન ! સાયર સરિતાદુ અવિવાં ” - શ્રી કુંદકુંદાચાર્યજી કૃત “ભાવ પ્રાભૃત’ "तियणसलिलं सयलं पीयं तिहाइ पीडिएण तुमे । તો વિ જ નg oો નાગો ચિંતો બવગરનું ”. “ભાવ પ્રાકૃત' ૨૯૪
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy