________________
સમયસાર : આત્મખ્યાતિ
અતિ અતિ દુષ્કર ‘મોક્ષોન્મુખ’ - મોક્ષથી ઉલટા મુખવાળા
મોક્ષથી પરાફુખ ‘કર્મોથી' - મન – વચન કાયાના અનેક પ્રકારના ક્રિયાકાંડ રૂપ કર્મોથી ‘ક્લેશ કરો’ - કષ્ટ કરો, મોટી જહેમત ઉઠાવો ! क्लिश्यतां च परे महाव्रततपोभारेण भग्नाश्चिरं અને બીજાઓ ભલે મહાવ્રત - તપોભારથી ચિરકાળ ભગ્ન થયેલાઓ ક્લેશ કરો !' ‘ચિરકાળ’ ઘણો લાંબો વખત સુધી મહાવ્રતોના અને તપના ‘ભારથી' - વજનથી ‘ભગ્ન થયેલાઓ - ભાંગી ગયેલાઓ - બેવડ વળી ગયેલાઓ ક્લેશ કરો - કષ્ટ કરો, મોટી જહેમત ઉઠાવો ! પણ ‘સાક્ષાત્ મોક્ષ તું નિરામયપર્વ સંવેદ્યમાન સ્વયં
‘સાક્ષાત્ મોક્ષ’ - પ્રત્યક્ષ પ્રગટ મોક્ષ એવું ‘આ નિરામય પદ’ નિરોગી પદ સ્વયં - આપો આપ સંવેદાઈ રહેલું જ્ઞાન જ્ઞાનગુણ વિના તેઓ ‘કેમે કરીને' - કોઈ પણ પ્રકારે મથી મથીને પણ પ્રાપ્ત કરવાને ‘ક્ષમ' - સમર્થ થતા નથી - ‘જ્ઞાનં જ્ઞાનમુળ વિના થપિ પ્રાછું ક્ષમંતે ન હિ ।' આમ ભલે ગમે તેટલી કષ્ટ ક્રિયા કરો કે ચિરકાળ ગમે તેટલા મહાવ્રત - તપભાર ઉઠાવો, પણ જ્ઞાન વિના કોઈ પણ પ્રકારે મથી મથીને મરી જાય તો પણ સાક્ષાત્ મોક્ષ રૂપ આ નિરામય જ્ઞાનપદ પામે નહિ.
એવા પ્રકારે નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો આ પરમ પરમાર્થ ગંભીર ઉત્થાનિકા કળશ પરમર્ષિ પરમપુરુષ શાર્દૂલ અમૃતચંદ્રજીએ શાર્દૂલવિક્રીડિતની વીરગર્જનાથી લલકાર્યો છે.
-
-
-
૨૬૪
-
-