________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર કળશ ૧૪૨
હવે ગમે તેટલી કષ્ટ ક્રિયા કરતાં પણ જ્ઞાન ગુણ વિના સાક્ષાત્ મોક્ષ એવું જ્ઞાનપદ પ્રાપ્ત થાય નહિ એમ નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો ઉત્થાનિકા સમયસાર કળશ (૧૦) અમૃતચંદ્રજી લલકારે છે
-
शार्दूलविक्रीडित क्लिश्यतां स्वयमेव दुष्करतरै मोक्षोन्मुखैः कर्मभिः, क्लिश्यतां च परे महाव्रततपोभारेण भग्नाश्चिरं । साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमानं स्वयं, ज्ञानं ज्ञानगुणं विना कथमपि प्राप्तुं क्षमंते न हि ॥ १४२ ॥
પામો ક્લેશ સ્વયં જ દુષ્કર અતિ મોક્ષોન્મુખા કર્મથી !
પામો ક્લેશ ચિરં મહાવ્રત તપો ભારે જ ભગ્ના અતિ 1
સાક્ષાત્ મોક્ષ નિરામયં પદ સ્વયં આ પ્રાપ્ત સંવેદવા,
જ્ઞાન જ્ઞાનગુર્ણ વિના ક્યમ કરી ના શક્ત આ પામવા. ૧૪૨ અમૃત પદ-(૧૪૨)
‘વીર સુતો કાં સુતા રહ્યા છો ?' - એ રાગ
ક્લેશ કરો ભલે ક્લેશ કરો કોઈ, કર્મો કરી ભલે ક્લેશ કરો !... ધ્રુવ પદ...૧ દુષ્કર અતિશય મોક્ષ પરામુખ, કર્મો કરી ભલે ક્લેશ કરો !
મહાવ્રત - તપ ભારથી ભાંગી, કોઈ ભલે ચિર ક્લેશ કરો !... ક્લેશ કરો. ૨ એમ અનેક પ્રકારે ક્લેશે, ભલે અતિશય તે મથતા,
કિંતુ જ્ઞાન ગુણ વિના જ્ઞાનપદ, પામવા ન જ સમર્થ થતા... ક્લેશ કરો. ૩
જેહ જ્ઞાનપદ નિરામય જ આ, સ્વયં જ સંવેદાઈ રહ્યું,
જેહ જ્ઞાનપદ મોક્ષ જ સાક્ષાત્, ભગવાન અમૃતચંદ્ર કહ્યું... ક્લેશ કરો. ૪
અર્થ - કોઈ અતિ દુષ્કર મોક્ષોન્મુખ કર્મોથી સ્વયમેવ ભલે ક્લેશ કરો ! અને બીજાઓ મહાવ્રત
તપોભારથી ચિ૨ કાળ ભગ્ન થયેલાઓ (ભાંગી ગયેલાઓ) ભલે ક્લેશ કરો ! પણ સાક્ષાત્ મોક્ષ એવા આ સ્વયં સંવેદાઈ રહેલા નિરામય પદ જ્ઞાનને તેઓ જ્ઞાન ગુણ વિના કેમે કરીને પ્રાપ્ત કરવાને ક્ષમ · સમર્થ થતા નથી.
-
-
-
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
જે પદ દીઠું શ્રી સર્વશે જ્ઞાનમાં, કહી શક્યા નહિ તે પણ શ્રી ભગવાન જો,
તેહ સ્વરૂપને અન્ય વાણીને શું કહે ? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો... અપૂર્વ અવસર.''
શ્રીમદ્ રાજચંદ્ર ગમે તેટલી કષ્ટક્રિયા કરતાં કે મહાવ્રત - તપભાર ઉઠાવતાં પણ જ્ઞાનગુણ વિના સાક્ષાત્ મોક્ષ એવું આ જ્ઞાનપદ પ્રાપ્ત થાય નહિ, એવા ભાવનો આ નીચેની ગાથાનો ભાવ સૂચવતો આ ઉત્થાનિકા કળશ પુરુષ શાર્દૂલ અમૃતચંદ્રાચાર્યજીએ શાર્દૂલવિક્રીડિત છંદની વીર ગર્જનાથી ઉદ્ઘોષ્યો છે क्लिश्यतां स्वयमेव दुष्करतरै र्मोक्षोन्मुखैः कर्मभिः કોઈ ભલે સ્વયમેવ’ પોતે જ આપોઆપ જ ‘દુષ્કરતર મોક્ષોન્મુખ કર્મોથી ક્લેશ કરો !' દુષ્કરતર મોક્ષોન્મુખ કર્મોથી ક્લેશ કરો !' દુષ્કરતર -
૨૬૩
-
-