________________
સમયસાર : આત્મખ્યાતિ
તેના (વિશ્વના) આકારનું અવભાસન (જેમ છે તેમ અવભાસવું) છે અને જે મુકુન્દના (દર્પણના) હૃદયાભોગની જેમ યુગપત - એકી સાથે અવભાસમાન સ્વપરાકાર અર્થ વિકલ્પ તે જ્ઞાન છે.” અર્થાતુ દર્પણમાં જેમ તત્સમ્મુખ સ્થિત સમસ્ત વસ્તનો આકાર યથાવસ્થિતપણે જેમ છે તેમ દેખાય છે. દેશને સ્વમુખાકારનું તેમજ પર દશ્ય વસ્તુ આકારનું જેમ છે તેમ દર્શન થાય છે, તેમ જ્ઞાન-દર્પણમાં તતુ ઉપયોગ સન્મુખ સ્થિત સમસ્ત વસ્તુ આકાર યથાવસ્થિતપણે જેમ છે તેમ દેખાય છે. દેણને દેશ ૩૫ સ્વ સ્વરૂપાકારનું તેમ જ દશ્ય રૂપ પરરૂપાકારનું જેમ છે તેમ દર્શન - અનુભવન થાય છે. આમ સ્વ-૫ર વિભાગમાં વિભક્ત સ્વ-પરાકારરૂપે જ્યાં અવભાસે છે, તે “જ્ઞાન” છે. આવું આ જ્ઞાન સ્વ સંવેદનથી સંવેદાય છે, અત્રે ઉપર વ્યાખ્યામાં કહ્યું તેમ પરમાર્થરસતાથી - શુદ્ધ આત્મસપણે - શુદ્ધ ચેતનારણપણે અનુભવાય છે, શુદ્ધ આત્માનુભૂતિ રૂપ જ્ઞાનાનુભૂતિ થાય છે, જ્ઞાન પોતે પોતાને વેદે છે - સંવેદે છે, અનુભવે છે.
કારણકે આ વેદ્ય સંવેદ્ય પદ સ્વ સંવેદન રૂપ - આત્માનુભવ પ્રધાન છે અને આ આત્મ પદ જ વાસ્તવિક પદ છે, બાકી બીજા બધા અપદ છે. કારણકે જે સહજ આત્મસ્વરૂપ છે, સહજ આત્મસ્વભાવ છે. તે જ ત્રિકાલાબાધિતપણે સ્થિર હોય છે, એટલે તે સહાત્મસ્વરૂપ પદનું - શુદ્ધ આત્મસ્વભાવનું જે નિશ્ચય રૂ૫ ભાન હોઈ “પદ' નામને યોગ્ય છે. તે સિવાયના - આત્મસ્વભાવ પદથી અતિરિક્ત એવા હોવાથી અસ્થિર છે, અનિયત છે. એટલે પ્રસ્તુત ગાથામાં કહ્યું છે તેમ આ અસ્થિર રૂપ દ્રવ્ય - ભાવો એવા અપદોને મૂકી દઈ, નિશ્ચય સમ્યગુદૃષ્ટિ પુરુષ આ એક, નિયત, સ્થિર એવો સ્વભાવથી અનુભવાઈ રહેલો - પ્રાપ્ત થતો ભાવ (પદ) ગ્રહણ કરે છે. તાત્પર્ય કે સહજ સ્વભાવ રૂપ જ્ઞાયક એવો એક આત્મભાવ જ - આત્મપદ જ સ્થાયી છે, સ્થિર છે, એટલે ત્યાં જ સ્થિતિ - સ્થિરતા થઈ શકે, માટે તે જ પરમાર્થથી ખરેખરું “પદ' છે, બાકી એ આત્મભાવ સિવાયના બીજા બધાય ભાવો પોતે જ અસ્થાયી છે, અસ્થિર છે, ડગમગતા છે, એટલે ત્યાં સ્થિતિ - સ્થિરતા થઈ શકવી સંભવતી નથી, માટે તે બધાય “અપદ છે અને આ આત્મપદ રૂપ પારમાર્થિક પદ તો સ્વ સંવેદનશાની સમ્યગુદૃષ્ટિને સાક્ષાતુ. અનુભવગોચર હોય જ છે. એટલે તે સ્થિર પદમાં તેની સ્થિતિ હોવાથી, એના એ વેદ્ય સંવેદ્ય પદને પદ' કહ્યું તે સર્વથા યથાર્થ છે. આ શુદ્ધ સહજાત્મસ્વરૂપ પદની પરમ સમ્યગુદૃષ્ટિ આત્મજ્ઞાની સત્પરુષોએ ઠેર ઠેર મુક્ત કંઠે સ્તુતિ કરી, તે જ્ઞાનમય સ્વરૂપ પદનો ખૂબ મહિમા ગાયો છે. જેમકે -
“જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. ઈચ્છે છે જે જોગીજન, અનંત સુખ સ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિન સ્વરૂપ.” - શ્રીમદ્ રાજચંદ્રજી “ચરણ કમલ કમલા વસે રે, નિર્મલ થિર પદ દેખ; સમલ અથિર પદ પરિહરી રે, પંકજ પામર પેખ... વિમલજિન દીઠા તો પણ આજ. મુજ મન તુજ પદ પંકજે રે, લીનો ગુણ મકરંદ, રંક ગણે મંદર ધરા રે, ઈદ્ર ચંદ્ર નાગૅદ્ર... વિમલ જિન. અમિયભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કોય, શાંત સુધારસ ઝીલતી રે, નીરખત તૃપતિ ન હોય... વિમલ જિન.”
- યોગિરાજ શ્રી આનંદઘનજી
"अर्थविकल्पस्तावत् ज्ञानं । तत्र कः खल्वर्थः ? स्वपरविभागेनावस्थितं विश्वं, विकल्पस्तदाकारावभासनं । વસ્તુ મુકુરહયાપોળ વ યુપદ્રવમાસમાનસ્વરબ્રિારાર્થવિરૂસ્તત્ જ્ઞાન !” - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પ્રવચનસાર ટીકા' દ્વિ. અધિ. ગાથા. ૩૨
૨૪૮