________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૦૩
‘શ્રી ચંદ્રપ્રભ જિન પદ સેવા, હેવા એ જે હળિયાજી;
આતમ અનુભવ ગુણથી મળિયા, તે ભવભયથી ટળિયા જી.'' તત્ત્વરંગી મુનિવર્ય શ્રી દેવચંદ્રજી સારાંશ કે અંતર્મુખ થઈને અવલોકીએ તો આ જ્ઞાયક સ્વભાવી ભગવાન્ આત્મામાં અનેક દ્રવ્ય-ભાવો અવલોકાય છે. તેમાં મુખ્ય બે પ્રકાર છે શેય ભાવો, ભાવક ભાવો. એક પછી એક અથવા એકી સાથે અનેક શેય ભાવો જ્ઞાનમાં જણાઈ પસાર થતા જણાય છે. એક શેય જાણ્યું, બીજું જાણ્યું, ત્રીજું જાણ્યું, એમ અનેકાનેક શેય પરંપરા જ્ઞાનમાં ક્ષણસ્થિતિ કરી પસાર થતી જણાય છે. તેમજ અનેક ભાવક ભાવ પસાર થતા પ્રદર્શનની જેમ (Passing Show) એક પછી એક વા એકી સાથે અનેક એમ પસાર થતા જણાય છે. ક્વચિત્ રાગભાવ જણાય છે તો ક્વચિત્ દ્વેષભાવ જણાય છે, ક્વચિત્ ક્રોધ ક્વચિત્ માન, ક્વચિત્ માયા ક્વચિત્ લોભ ઈ. ભાવો ચમકીને ચાલ્યા જતા (Passing Show) જણાય છે. આત્માના સ્વભાવપણે નહિ અનુભવાતા આ બન્ને પ્રકારના ભાવો શેય ભાવો ભાવક ભાવો અનેક છે, ક્ષણિક છે, અનિયત અવસ્થાવાળા છે, વ્યભિચારી છે, પણ આ બધા ભાવો મધ્યે આત્માના સ્વભાવપણે અનુભવાતો - અનુભૂતિ સ્વરૂપ એક જ જ્ઞાયક ભાવ એવો છે કે જે સર્વ અવસ્થાને વિષે સર્વ કાળને વિષે નક્કર ખડકની જેમ અડગ ઉભો છે, મહામેરુ અચલની જેમ અચલ ‘સ્થિત' છે અને તે શાયક ભાવ એ જ સદા સ્થાયી જ્ઞાન પદ' જ છે. માટે અસ્થિર એવા તે અપદભૂત' અન્ય ભાવો છોડીને, સુસ્થિર એવો આ ‘પદભૂત' એક જ્ઞાયક ભાવ જ મુમુક્ષુએ આશ્રય કરી સદા અનુભવવા યોગ્ય છે, આ એક એક ‘જ્ઞાન પદ' જ અવલંબન કરી સદા સ્વસંવેદનથી આસ્વાદવા યોગ્ય છે.
આકૃતિ
અસ્થાયી સર્વ પરભાવ
અતંત્ સ્વભાવ અનિયત
અનેક
ક્ષણિક
વ્યભિચારી
અપદ મૂક
સ્વયં
અસ્થાયી
સ્થાતાનું
સ્થાન
નહિ
-
1 2
૨૪૯
તત્ સ્વભાવ નિયત
એક
નિત્ય
અવ્યભિચારી
સમ્યગ્દષ્ટ
-
પદ ગ્રહ
સ્વયં
સ્થાયી
સ્થાતાનું
સ્થાન
–
સ્થાયી સ્વભાવ
જ્ઞાન