________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૧૯૭
છે. ભોગ ભોગવતાં છતાં પણ જ્ઞાની બંધાતા નથી, તેનું કારણ તેમનામાં આસક્તિનો - સ્નેહનો અભાવ એ છે. જેમ રેણુબહુલ" વ્યાયામશાળામાં કોઈ સ્નેહાભ્યક્ત - તેલ ચોપડેલો મનુષ્ય વ્યાયામ કરે તો તેને રજ ચોટે છે, પણ સ્નેહાભ્યક્ત ન હોય - તેલ ચોપડેલ ન હોય, તેને સ્નેહ રૂપ - તેલ રૂપ ચીકાશના અભાવે રેણુ ચોંટતી નથી, તેમ અજ્ઞાનીને સ્નેહરૂપ - આસક્તિરૂપ - રાગરૂપ ચીકાશને લીધે કર્મ - પરમાણુ રૂપ રજ ચોટે છે, પણ નિઃસ્નેહ - વીતરાગ - અનાસક્ત એવા “કોરા ધાકોડ' જ્ઞાની સમ્યગુદૃષ્ટિ પુરુષને નેહરૂપ - આસક્તિરૂપ ચીકાશના અભાવે કર્મજ વળગી શકતી નથી. આમ સમર્થ એવા જ્ઞાનીની વાત ન્યારી છે, તે જલમાં કમલની જેમ અલિપ્ત જ રહી શકવાનું અદ્ભુત સામર્થ્ય ધરાવે છે, મૂર્ણ અજ્ઞાનીમાં તેનું અનુકરણ કરવાનું ગજું નથી, ને તેમ કરવા જાય તો ખરા જ ખાય !
ધાર તરવારની સોહલી, દોહલી ચૌદમા જિનતણી ચરણ સેવા; ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા.” - શ્રી આનંદઘનજી સંસારમાં રહીને પણ સર્વથા નિર્લેપ રહેવાનું આવું મહાપરાક્રમ તો કોઈક વિરલા અપવાદરૂપ
- અસાધારણ જ્ઞાની જ કરી શકે, આવી બેધારી તલવાર પર ચાલવાનું કામ ૧તારી તો સમર્થ યોગી પુરુષો જ કરી શકે. બાહ્ય ઉપાધિ મધ્યે રહ્યા છતાં અખંડ
આત્મસમાધિ જાળવવી એ કાંઈ જેવું તેવું વિકટ કાર્ય નથી, પણ “આંખ પાસે રેતી ઉપડાવવા જેવું મહા વિકટ છે', એમ પરમ અધ્યાત્મરસ નિમગ્ન સમર્થ મહાયોગી શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્માનુભવથી યથાર્થ જ કહ્યું છે, - જેમના વચનામૃતમાં આ આક્ષેપક જ્ઞાનના ચમત્કાર પદે પદે દગુગોચર થાય છે. બાહ્ય ઉપાધિ મળે પણ એ મહાત્મા જ્ઞાની પુરુષની આત્મસમાધિ કેવી અખંડ હતી, શુદ્ધોપયોગમય આત્મ જાગૃતિ કેવી અપૂર્વ હતી, સંસાર સંગમાં પણ અસંગતા કેવી અદભૂત હતી, તે તેમના આત્માનુભવમય વચનામૃતમાં સ્થળે સ્થળે નિષ્પક્ષપાતી વિચક્ષણ વિવેકી જનોને સ્વયં પ્રત્યક્ષ થાય છે. ક્ષત્રિજન્યો હિ વિદ્વાનું એ “પાતંજલ યોગભાષ્યનું વચન પણ આવી જ્ઞાનાક્ષેપકવંત જ્ઞાનીદશાની સાક્ષી પૂરે છે.” - યો.દ. વિવેચન (સ્વરચિત) પૃ. ૫૨૭-૫૩૧
જે કે અમારું ચિત્ત નેત્ર જેવું છે, અમને વર્તે છે એવું જે ચિત્ત નેત્રને વિષે એક રજકણ પણ સહન થઈ શકે નહીં. બીજા અવયવો રૂપ અન્ય ચિત્ત છે. અમને વર્તે છે એવું જે ચિત્ત તે નેત્રરૂપ આંખની પાસે જમીનની રેતી ઉપડાવવાનું કાર્ય થવા રૂપ થાય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૮૫
સિમ્યગુદષ્ટિ
જ્ઞાની
"एवं सम्मादिट्ठी बर्सेतो बहुविहेसु जोगेसु । અસંતો ઇવોને રાષ્ટ્ર જ નિ ન ” - શ્રી “સમયસાર' (જુઓ ગા. ૨૪૨-૨૪)
૨૨૫