________________
સમયસાર : આત્મખ્યાતિ
જ્ઞાન વૈરાગ્ય સંપન્ન સમ્યગ્દષ્ટિની સ્વસ્થિતિ - પરવિરતિ પ્રકાશતો સમયસાર કળશ (૪) સંગીત
કરે છે -
मंदाक्रांता
सम्यग्दृष्टेर्भवति नियतं ज्ञानवैराग्यशक्तिः
स्वं वस्तुत्वं कलयितुमयं स्वान्यरूपाप्तिमुक्त्या । यस्माद् ज्ञात्वा व्यतिकरमिदं तत्त्वतः स्वं परं च, स्वस्मिन्नास्ते विरमति परात् सर्वतो रागयोगात् ॥ १३६॥ સમ્યક્ દનેે નિયત જ હુવે જ્ઞાન વૈરાગ્ય શક્તિ, વસ્તુત્વ સ્વ સ્વ-પર ગ્રહણ ત્યાગથી વેદવાને; શક્તા એવી, સ્વ-પર રૂપને તત્ત્વથી જેથી જાણી, સ્વાત્મામાં રહે પરથી વિરમે સર્વતઃ રાગ યોગે. ૧૩૬
અમૃત પદ-૧૩૬
સમ્યગ્દષ્ટિને નિયત હોય છે, જ્ઞાન વૈરાગ્યની શક્તિ,
સ્વ વસ્તુત્વ કળવા સુસમર્થા, જુઓ ! આમ તસ વ્યક્તિ... સમ્યક્ દૃષ્ટિને ૧ સ્વરૂપ ગ્રહણ પરરૂપ ત્યાગથી, એ સ્વ વસ્તુત્વ પ્રવ્યક્તિ,
કળવા સમર્થા નિયત હોય છે, સમ્યક્ દૃષ્ટિની શક્તિ... સમ્યક્ દૃષ્ટિને. ૨ આ સ્વ આ પર એમ તત્ત્વથી, જાણી પ્રગટ વિભક્તિ,
સ્વમાં વિરામે પરથી વિરમે, સર્વ રાગયોગથી વિરક્તિ... સમ્યક્ દૃષ્ટિને ૩ જ્ઞાન-વૈરાગ્યની અદ્ભુત એવી, સમ્યક્ દૃષ્ટિની શક્તિ,
ભગવાન શાની અમૃતચંદ્રની, અનુભવ સિંધુ સક્તિ... સમ્યક્ દૃષ્ટિને ૪
અર્થ - સમ્યગ્દષ્ટિને સ્વરૂપ પ્રાપ્તિ અને પરરૂપ મુક્તિ વડે કરીને સ્વ વસ્તુત્વ કળવાને માટેની જ્ઞાનવૈરાગ્યશક્તિ નિયતપણે હોય છે, જેથી કરીને સ્વ અને પર આ તત્ત્વથી પ્રગટ ભેદ જાણીને આ સ્વમાં રહે છે અને પર રાગયોગથી સર્વતઃ વિરમે છે.
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
‘ત્યાગ વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સહેજ સ્વભાવ રૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે ? પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્તૃત થઈ જાય છે.''
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૩)
ઉપરમાં ભગવતી ‘આત્મખ્યાતિ'ના ગદ્ય વિભાગમાં જે કહ્યું તેની પરિપુષ્ટિ રૂપ અને સમ્યગ્ દૃષ્ટિની સ્વ વસ્તુત્વ અનુભવવાને પરમ સમર્થ જ્ઞાન વૈરાગ્ય શક્તિ કેવી રીતે હોય છે, એ નીચેની ત્રણ ગાથાઓના ભાવસમુચ્ચય સૂચનરૂપ આ પરમ તત્ત્વામૃત સંભૃત અમૃત કળશ, પદે પદે આત્મખ્યાતિ’થી ખ્યાત મહાગીતાર્થ મહાનિર્ગંથ મુનીશ્વર અમૃતચંદ્રજીએ ૫૨મ અદ્ભુત તત્ત્વકળાથી ગ્રથિત કરી અપૂર્વ આત્મભાવાવેશથી સંગીત કર્યો છે. તેનો ભાવાર્થ આ પ્રકારે - સમ્પવૃક્ષે ર્ભવતિ નિયતં જ્ઞાનવૈરાયશક્તિઃ
-
સમ્યક્ દૃષ્ટિથી આત્મા - અનાત્માનું - સ્વ - પર વસ્તુનું સમ્યક્ - જેમ છે તેમ યથાસ્થિત સ્વરૂપ જે દેખે છે, તે ‘સમ્યક્ દૃષ્ટિને' નિયતપણે - ચોક્કસ - ત્રણે કાળમાં ન ફરે એમ નિશ્ચયે કરીને ‘જ્ઞાન -
૨૨૬