________________
સમયસાર : આત્મખ્યાતિ
અત્રે બીજા લોકપ્રસિદ્ધ દૃષ્ટાંત પણ ઘટે છે. જેમકે - ગાય વનમાં ચારો ચરવા જાય છે, ત્યારે દિશામાં ફરે છે, પણ તેનું મન તો પોતાના પરમ પ્રિય વત્સ - વાછડામાં જ હોય છે. ચાર પાંચ સાહેલીઓ હળીમળીને પાણી ભરવા જાય છે, તે પાણીનું બેડું માથા પર મૂકીને ઝપાટા બંધ
વાબભેર ચાલે છે, વાતો કરતી જાય છે, તાલી દીએ છે ને ખડખડાટ હસે પણ છે, પણ તેની નજર તો “ગગુરિઆમાંય” - તેની ગાગરમાં જ હોય છે. તેમ પરભાવના વિક્ષેપથી રહિત એવા જ્ઞાનાક્ષેપકવંત જ્ઞાનીનું મન પણ સંસાર સંબંધી અન્ય કાર્ય કરતાં થકાં પણ સદાય ઋતધર્મના જ ધ્યાનમાં લીન હોય છે.
“જિન ચરને ચિત્ત લાવ, વૈસે જિન ચરને ચિત્ત લાવ, ચારો ચરનકે કારણે રે, ગૌઆ બન મેં જાય, ચારો ચરે ફિરે ચિહું દિશિ, વાંકિ નજર બછુરિઆ માંહ્ય. વૈસે જિન. ચાર પાંચ સાહેલિઆં મિલી, હિલમિલ પાની જાય, તાલી દીએ ખડખડ હસે, વાંકી નજર ગગુરિઆ માંહ્ય... વૈસે જિન.”
- શ્રી આનંદઘનજી, પદ-૫ નિશ દિન સુતાં જાગતાં, હઈડાથી ન રહે દૂર રે, જબ ઉપગાર સંભારીએ, તવ ઉપજે આનંદ પૂર રે મુનિસુવ્રત જિન વંદતાં મહારા તન મન ઉલ્લસિત થાય રે.” - શ્રી યશોવિજાજી
અને આવા સહજ સ્વભાવભૂત આક્ષેપક જ્ઞાનના પ્રભાવને લીધે જ આ જ્ઞાની સમ્યગુદૃષ્ટિ પુરુષને ભોગો પણ ભવહેતુ થતા નથી - સંસાર કારણ બનતા નથી ! જે સાંસારિક ભોગો બીજા સામાન્ય
પ્રાકૃત જનને સંસાર હેતુ હોય છે, તે ભોગો પણ આ દૃષ્ટિવાળા જ્ઞાની ભોગ નહિ ભવહેત’ પુરુષને સંસાર કારણ થતા નથી, એ અત્યંત આશ્ચર્યકારક પણ પરમ સત્ય
ઘટના છે. આનો ખુલાસો એમ છે કે - સામાન્ય સંસારી અજ્ઞાની જીવોને વિષયોનું આક્ષેપણ - આકર્ષણ હોય છે અને આ જ્ઞાની પુરુષને તો નિરંતર શ્રતધર્મનું જ આક્ષેપણ - આકર્ષણ હોય છે. અજ્ઞાની જીવ સદાય વિષયાર્ન હોઈ, વિષયાકાર વૃત્તિને ભજતો રહી વિષયને જ ઈચ્છે છે કે તે પ્રત્યે દોડે છે અને જ્ઞાની પુરુષ તો ઉપરમાં જોયું તેમ સદાય શ્રત ધર્મને જ - આજ્ઞા પ્રધાન સ્વભાવ ધર્મને જ ઈચ્છે છે, એ વિષયને નહિ ઈચ્છતાં તેથી દૂર ભાગે છે, છતાં પૂર્વ પ્રારબ્ધોદયથી ભોગવવા પડે તો અલોલુપપણે - અનાસક્ત ભાવે ભોગવી નિર્જરી નાંખે છે. જ્યારે અજ્ઞાની, જીવ તો અત્યંત લોલુપપણે - આસક્ત ભાવે ભોગવી પુનઃ બંધાય છે. આમ જ્ઞાની - અજ્ઞાનીની વૃત્તિમાં ને દૃષ્ટિબિન્દુમાં આકાશ - પાતાલનું અંતર છે. એટલે જ ભોગને નિરંતર ઈચ્છતો એવો અજ્ઞાની ભોગ નહિ ભોગવતાં છતાં બંધાય છે ! અને ભોગને અનિચ્છતો એવો જ્ઞાની આવી પડેલ ભોગ ભોગવતા છતાં બંધાતો નથી ! એ આશ્ચર્ય કારક ઘટના સત્ય બને છે. કારણકે યંત્રની પૂતળીઓ જેમ દોરી સંચારથી નાચે છે, તેમ નિરિ૭ એવા જ્ઞાની પુરુષની બધી
પ્રવૃત્તિ પૂર્વ પ્રારબ્ધના સૂત્ર સંચારથી જ ચાલે છે. એટલે તે ક્વચિત પૂર્વ વિચરે પૂર્વ પ્રયોગ પ્રારબ્ધોદય પ્રમાણે સાંસારિક ભોગાદિ પ્રવૃત્તિ પણ કરે, તો પણ
જલકમલવતુ નિર્લેપ એવા તે જ્ઞાનીનું ચિત્ત તો મોક્ષમાં જ લીન રહે છે. સંસારમાં રહેલા જ્ઞાની પુરુષ જાણે “યોગમાયા' પ્રકટ કરતા હોય, એમ જણાય છે ! અને લોકાનુગ્રહના હેતુપણાથી આમાં પણ દૂષણ નથી. આમ લોકવર્તી પુરુષ જ્ઞાની યોગી પુરુષ ક્વચિત્ અપવાદ વિશેષ સંસારમાં - ગૃહવાસાદિમાં રહ્યા છતાં, સાંસારિક ભોગાદિ ભોગવતાં છતાં પણ બંધાતા નથી અને અજ્ઞાની નહિ ભોગવતાં છતાં પણ બંધાય છે ! એ વિલક્ષણ વાત આક્ષેપક જ્ઞાનનો મહાપ્રભાવ સૂચવે
૨૨૪