________________
સમયસાર : આત્મખ્યાતિ
ત્રિકાળ વૈરાગ્યવંત તેમના ચિત્ત સમુદ્રનો તાગ લેવાનું કે અનુકરણ કરવાનું બીજાનું ગજું નથી, તેમ કરવા જતાં બીજ પ્રાકૃત જનો તો ખત્તા જ ખાય ! કારણકે જ્ઞાનીઓએ પોતે કાંઈ સ્વચ્છંદનો પરવાનો (Licence) લીધો નથી કે કોઈને દીધો નથી,
પણ સર્વત્ર ભોગ ત્યાગનો જ ડિડિમ નાદથી ઉદ્ઘોષ કર્યો છે અને તીવ્ર નકલી' જ્ઞાની કે વિરાગ ભાવને લઈ પોતાની પણ તેમજ કરવાની અંતરંગ ભાવના છતાં “શુષ્ક શાનીના બેહાલ કોઈ અનિવાર્ય પ્રારબ્ધ સંયોગ યોગે ક્વચિત ભોગ પ્રવૃત્તિ કરવી પડે તો.
પણ તેનું બંધફળ તે ભોગવતા નથી, અર્થાતુ ભોગથી પણ બંધાય નહિ એવા તે સમર્થ “સામર્થ્ય યોગી' હોય છે. આવા અસાધારણ જ્ઞાનવૈભવ ને વિરાગતા બલસંપન્ન સમર્થ સમ્યગુદૃષ્ટિ જ્ઞાનીની આવી વિલક્ષણ પ્રવૃત્તિનું પ્રાકૃત જન કે સાધારણ મુમુક્ષુ કે સામાન્ય જ્ઞાની અનુકરણ કેમ કરી શકે ? ને કોઈ નકલી (Immitation) જ્ઞાની કે જ્ઞાનની નિશ્ચયમુખ માત્ર વાતો કરનારા મહામોહ મૂઢ “શુષ્ક જ્ઞાની' તેવી અનધિકાર ચેઝ કરવા જાય તો મહામોહિનીય કર્મથી બંધાઈ ભવસાગરમાં બૂડ્યા વિના કેમ રહે? આ ‘નકલી જ્ઞાની” કે “શુષ્ક શાની'નું ગમે તેમ હો, પણ જ્ઞાન વૈભવ ને વિરાગતાબલ સંપન્ન સાચો શાની વિરાગી ભોગી છતાં અભોગી - સેવક છતાં અસેવક કેવી રીતે છે તે હવેની ગાથામાં સ્પષ્ટ કહે છે: -
સમ્યગુદૃષ્ટિી જ્ઞાની
FO
આના દિગ્ગદર્શનાર્થે જુઓ આ વિવેચક લેખકે લખેલો “અધ્યાત્મ રાજચંદ્ર'.
૨૧૮