________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર કળશ ૧૩૫ રુચે છે - ગમે છે, પણ તેવી બાલકની રમત રમવી જેમ મોટા માણસને ન રુચે - ન ગમે, અથવા
શરમાવા જેવી લાગે, તેમ આ ભવચેષ્ટા રૂપ ધૂલિગૃહ ક્રીડા પણ પંડિત શાનીનો સંગતિશય જનને - જ્ઞાની સમ્યગૃષ્ટિ પુરુષને રુચતી નથી અને ભૂલેચૂકે તેમાં રમવું -
આનંદ માનવો તે લજ્જાનું કારણ લાગે છે, શરમાવા જેવું લાગે છે ! અને આ સકલ ભવચેષ્ટા તેને બાલધૂલિગૃહ ક્રિીડા જેવી લાગે છે, તેનું કારણ તેને તમોગ્રંથિનો વિભેદ થયો છે, તે છે. આ તમોગ્રંથિના વિભેદથી તેને વેદ્યસંવેદ્યપદ રૂપ શુદ્ધાત્માનુભૂતિ રૂપ સમ્યગુદર્શન પ્રગટ્ય
સંસારનું યથાર્થ દુ:ખદ સ્વરૂપ સંવેદાય છે. અર્થાત આ વેદસંવેદ્યપદ થકી સંવેગાતિશય વૈરાગ્યાતિશય ઉપજે છે, સમ્યગદર્શન થતાં ભવસાગરનું સાચેસાચું સ્વરૂપ પ્રતીત થાય છે - સંસારનું દારુણ અનંત દુઃખમય સ્વરૂપ સાક્ષાતુ જણાય છે અને આત્માનું અનંત સુખમય સ્વરૂપ પ્રત્યક્ષ પ્રગટ અનુભવગોચર થાય છે. એટલે તે જીવ આવા દુઃખમય ભયરૂપ સંસારમાં રમતો નથી, પણ જેમ ભયસ્થાનથી કોઈ મૂઠીઓ વાળીને વેગે દૂર ભાગી જાય, તેમ આ સમ્યગુદૃષ્ટિ જ્ઞાની જીવ પણ સંવેગથી અત્યંત વેગથી તે સંસારથી ભડકીને ભાગે છે. ક્ષણભર તેને સંસારની મોહિની રુચિકર લાગતી નથી. પરમ સંવેગરંગી શ્રીમદ્ રાજચંદ્રજીનું પરમ સંવેગભાવમય વચનામૃત છે કે –
- “હે નાથ ! સાતમી તમતમ પ્રભાનરકની વેદના મળી હોય તો વખતે સમ્મત કરત. પણ જગતની મોહિની સમ્મત થતી નથી.” - શ્રીમદ્ રાજચંદ્રજી, અં. ૮૫ આમ શુદ્ધાત્માનુભૂતિમય નિશ્ચય સમ્યગદર્શનરૂપ નિશ્ચય વેદ્યસંવેદ્યપદ થકી ઉલ્લસિત
સંવેગાતિશયને લીધે જ - પરમ વૈરાગ્યાતિશયને લીધે જ ક્વચિત્ પ્રારબ્ધ અપવાદરૂપ વિશિષ્ટ શાની : યોગથી ભોગ મધ્યે પણ અલિપ્ત રહેવાનું મહાપરાક્રમ તીર્થંકરાદિ જેવા ઉચ્ચ તીર્થંકરાદિ દેષ્ટાંત કોટિના અસાધારણ જ્ઞાનીઓ જ કરી શકે છે. કારણ કે કાંતા આદિ ઉચ્ચ
યોગદષ્ટિને પામેલા તીર્થંકરાદિ સમ્યગુદૃષ્ટિ સમર્થ જ્ઞાની પુરુષોની વાત ન્યારી છે. તેઓ પૂર્વ કર્મથી પ્રેરાઈને પ્રારબ્ધોદયથી સંસારમાં રહ્યા હોય તો પણ તે સંસારથી પર - અસંસારી છે, ને ભોગ ભોગવતાં છતાં નથી ભોગવતા – એવો પરમ અભુત વૈરાગ્ય તેમનો હોય છે ! કારણકે તેમનું શરીર - ખોળીયું સંસારમાં છે, પણ ચિત્ત તો મોક્ષમાં જ છે, શ્રીમાનું હરિભદ્રસૂરિજીએ કહ્યું છે તેમ મોક્ષે વિત્ત મ તનુ | “લોકમાં વર્તતા જ્ઞાની યોગીની પ્રવૃત્તિઓ કાષ્ઠયંત્રની પૂતળીઓના નૃત્ય જેવી હોઈ તેમને બાધાર્થે થતી નથી અને લોકાનુગ્રહના હેતુપણાથી આ “યોગ માયા' છે એમ અન્ય દર્શનીઓ પણ કહે છે અને એમાં પણ દૂષણ નથી.'
"दारुयंत्रस्थपांचाली नृत्यतुल्याः प्रवृत्तयः । યોનિનો નવ વાઘા જ્ઞાનિનો તહર્તિનઃ ” - શ્રી યશોવિજયજી કૃત શ્રી “અધ્યાત્મસાર
અને આવા અપવાદરૂપ પરમ સમર્થ જ્ઞાની વીતરાગ સમ્યગુષ્ટિ આત્માનું દૃષ્ટાંત શોધવાને આપણે વધારે દૂર જવાની જરૂર નથી. હજુ હમણાં જ વર્તમાન યુગમાં થઈ ગયેલા પરમ તત્ત્વદેણ
દ્વિજીના પરમ અધ્યાત્મમય જીવનવૃત્તમાંથી આનું જ્વલંત ઉદાહરણ મળી આવે છે.* એ પરમ સમ્યગુદૃષ્ટિ જ્ઞાની પુરુષને પૂર્વ પ્રારબ્ધોદયથી અનિચ્છતાં છતાં સંસાર પ્રસંગમાં રહેવું પડ્યું હતું, છતાં પ્રતિક્ષણે તેમને તેનો અત્યંત અત્યંત ખેદ વર્તતો હતો અને મહામુનિવરોને પણ દુર્લભ એવી પરમ ઉદાસીન અદ્ભુત વૈરાગ્યમય ભાવ નિગ્રંથ દશા ને ઉત્કટ આત્મસ્થિતિ તેમને વર્તતી હતી, અખંડ આત્મસમાધિ અનુભવાતી હતી - એ એમના આત્માનુભવમય વચનામૃત પરથી નિષ્પક્ષપાત અવલોકનારને પદે પદે સપ્રતીત થાય છે. પણ આવા અપવાદરૂપ (Exceptional - Extraordinary જલકમલવત્ નિર્લેપ મહાનુભાવ સમ્યગુષ્ટિ મહાત્માઓ વિરલ જ હોય છે, અતિ અતિ અલ્પ હોય છે.
"वेयसंवेयपदतः संवेगातिशयादिति । રવિ પવિત્યષા નજીત્યોતઃ ” શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્લો. ૭૧
૨૧૭