________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૧૯૪
શાનીનો વિષય વૈરાગ્ય
એમ તું આ મનુષ્ય લોકના તુચ્છ કામભોગની વાંચ્છા કરે છે ! તો તેથી તને શી રીતે તૃષિ ઉપજશે ? સાગર જલથી જે તૃષા નથી છીપી, તે ગાગર જલથી કેમ છીપશે ? પાણીના પૂરથી સમુદ્ર કોઈ રીતે તૃપ્તિ પામે, ઈંધનોથી અગ્નિ તૃપ્તિ પામે,* પણ અતિ ચિરકાળ ભોગવેલ અનંત કામભોગથી પણ પ્રાણી તૃપ્તિ પામતો નથી, માટે આવા તૃષ્ણા-તાપ ઉપજાવનારા દારુણ વિષય સુખથી સર્યું ! આમ આ પુદ્ગલભોગ સર્વથા અશુચિ, અનિત્ય, દુઃખમય અને તૃષ્ણા તાપ ઉપજાવનાર અને હારૂં સ્વરૂપ તો હે ચેતન ! પરમ શુચિ, નિત્ય, પરમ સુખમય ને આત્મતૃપ્તિ જન્ય પરમ શાંતિ ઉપજાવનારૂં છે, માટે તું પરપરિણતિ રસ રૂપ પુદ્ગલ ભોગની આસક્તિ છોડી દે, ને સ્વસ્વરૂપ રસના ભોગનો આસ્વાદ લે ! ઈત્યાદિ પ્રકારે વિષય વૈરાગ્ય ભાવના જેના હૃદયમાં સદોદિત વર્તે છે એવા જ્ઞાનીને ક્વચિત્ પૂર્વ પ્રારબ્ધોદય જનિત ઉપભોગ પણ બંધ નિમિત્ત ન થતાં નિર્જરા જ થાય એમાં શું આશ્ચર્ય ?
‘‘હું છોડી નિજ રૂપ રમ્યો પર પુદગલે, ઝીલ્યો ઉલટ આણી વિષય તૃષણા જલે ! આશ્રવ બંધ વિભાવ કરૂં રુચિ આપણી, ભૂલ્યો મિથ્યાવાસ દોષ દઉં પર ભણી... વિહરમાન ભગવાન ! સુણો મુજ વિનંતિ.’’
‘‘ત્યાગીને સહુ પરપરિણતિ રસ રીઝ જો, જાગી છે નિજ આતમ અનુભવ ઈષ્ટતા રે લો. સહેજે છૂટી આશ્રવ ભાવની ચાલ જો, જાલિમ એ પ્રગટી છે સંવર શિષ્ટતા રે લો. જગતદિવાકર.’
શ્રી દેવચંદ્રજી
k
જે વિદ્યાથી જીવ કર્મ બાંધે છે, તે જ વિદ્યાથી જીવ કર્મ છોડે છે.''
દ્રવ્ય ઉપભોગ
સાતા અસાતા
↓
↓
સુખ દુઃખ
આકૃતિ
મિથ્યાદષ્ટિ
↓
રાગાદિ સદ્ભાવ
↓
બંધ નિમિત્ત
↓ અ-નિર્જરા
-
સમ્યગ્દષ્ટિ જ્ઞાની
શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૫૩, (વ્યાખ્યાન સાર)
સમ્યગ્દષ્ટિ ↓
રાગાદિ અભાવ
↓ બંધ અનિમિત્ત
નિર્જરા
‘વિષયઃ ક્ષીયને મો નેંધનૈવિક પાવર । प्रत्युतप्रोल्लसच्छक्ति भूय एवोपवर्द्धते ॥ अप्राप्तत्वभ्रमादुच्चैरवाप्तेष्वप्यनंतशः 1
હ્રામમોળેવુ મૂળનાં સમીા નોપશાવૃત્તિ ॥' - શ્રી યશોવિજયજી કૃત ‘અધ્યાત્મસાર’
૨૦૧