________________
સમયસાર : આત્મખ્યાતિ
બુમુક્ષ - વિષયનો ભિખારી અજ્ઞાની જીવ નાના પ્રકારના વિષયો સંબંધી મનોરથો સેવ્યા કરે છે - યાવતુ તે ચક્રવર્તીપણાના મનોરથ પણ કરે છે અને વિષયનો ભિખારી આ ચક્રવર્તી પણ “ભગવાનું સતુસાધુઓને શુદ્ર રંક જેવો પ્રતિભાસે છે, તો પછી શેષ અવસ્થાઓનું તો પૂછવું જ શું ?' કારણકે ગમે તેટલી વિષય પ્રાપ્તિથી આ વિષયના ભિખારીની વિષયની ભૂખ ભાંગતી નથી, પણ ઉલટી વધતી જાય છે - જેનું સુંદર શબ્દચિત્ર મહાત્મા સિદ્ધર્ષિજીએ ત્યાં “ઉપમિતિ ભવપ્રપંચા કથા'માં આલેખ્યું છે.
આમ વિષય તૃષ્ણાકુલ વિષય ભિખારી અજ્ઞાની વિષય-કદનના મનોરથ સેવે છે, પણ ચારિત્ર-પરમાન્નના રસીયા જ્ઞાનશ્રીસંપન્ન શ્રીમંત જ્ઞાની તો “વિષય વાસના ત્યાગો ચેતન'ની જ ભાવના
ભાવે છે. જેમકે - પાંચે ઈદ્રિયના વિષયભોગ પરિણામે અત્યંત દુઃખદાયી જ્ઞાનીની ભાવનાઃ “વિષય છે. “જે આપાતમાશે - આરંભ માત્રે સુખદાયક લાગે છે, તે વિષય ભોગ વાસના ત્યાગો ચેતન !” વિપાકે કિંપાક ફલ જેવા દારુણ પરિણામી છે. આ ભોગ ખરેખર ! સાપની
ફેણ* જેવા આત્મઘાતી છે. વિષયમાં ને કાલકૂટ વિષમ મેરુ ને સર્ષવ જેટલું અંતર છે.' એકેક ઈદ્રિયને પરવશપણાથી હાથી આદિને પ્રાપ્ત થતા આ પ્રત્યક્ષ ભયંકર પરિણામ તું જે ! સ્પર્શનેંદ્રિયને વશ થવાથી મદોન્મત્ત હાથી પણ બંધન પામે છે, રસનેંદ્રિયને વશ થવાથી માછલું ગલની લાલચે આરમાં સપડાઈ પસ્તાય છે, ઘ્રાણેદ્રિયને વશ થવાથી ભમરો કમળમાં પૂરાઈ જઈ પ્રાણાંત દુઃખ પામે છે, ચક્ષુ ઈદ્રિયને વશ થવાથી પતંગીઓ દીપકમાં ઝંપલાવી બળી મરે છે, શ્રોસેંદ્રિયને વશ થવાથી મૃગલાં પારધિની જાલમાં સપડાઈ નાના પ્રકારના દુઃખ અનુભવે છે. આમ એકેક ઈદ્રિય વિષયના પરવશપણાથી પ્રાણી દારુણ વિપાક પામે છે, તો પછી પાંચે ઈદ્રિય જ્યાં મોકળી હોય, ત્યાં પાંચે ઈદ્રિયના પ્રબળપણાથી તો કેટલું બધું દુઃખ થાય ? માટે હે સચ્ચિદાનંદ આત્મન તું વિષય વાસના છોડીને નિજ સ્વભાવમાં સ્થિતિ કર !
“મનમથ વશ માતંગ જગત મેં, પરવશતા દુઃખ પાવે રે, રસના લુબ્ધ હોય ઝખ મૂરખ, જાળ પડ્યો પછતાવે રે.. વિષય વાસના ત્યાગો ચેતન, સાચે મારગ લાગો રે. પ્રાણ સુવાસ કાજ સુન ભમરા, સંપુટ માંહે બંધાવે રે, તે સરોજ સંપુટ સંયુત ફુન, કરીકે મુખ જાવે રે... વિષય વાસના. રૂપ મનોહર દેખ પતંગા, પડત દીપમાં જાઈ રે, દેખો યાકું દુઃખ કારન મેં, નયન ભયે હૈ સહાઈ રે... વિષય વાસના. શ્રોબેંદ્રિય આસક્ત મિરગલા, છિનમેં શિશ કટાવે રે, એક એક આસક્ત જીવ એમ, નાનાવિધ દુઃખ પાવે રે... વિષય વાસના. પંચ પ્રબળ વર્તે નિત્ય, જાકું, તાર્ક કહા જ્યે કહીએ રે ? ચિદાનંદ એ વચન સુણીને, નિજ સ્વભાવમેં રહીએ રે... વિષય વાસના.” - શ્રી ચિદાનંદજી
વળી તે ભાવે છે - હે ચેતન ! આ અનાદિ સંસારમાં તેં અનેકવારદેવલોકાદિના અનંત સુખ ભોગવ્યા, છતાં તને તૃપ્તિ ઉપજી નથી અને હજુ ભૂખાળવાની જેમ જાણે કોઈ દિવસ દીઠા ન હોય
"भोगा भुजङ्गभोगाभाः सयः प्राणापहारिणः । सेव्यमानाः प्रजायन्ते संसारे त्रिदशैरपि ॥ न हि केनाप्युपायेन जन्मजातसंभवा । વિષયેષુ માતૃળા પર કંતાં પ્રશાસ્થતિ '' - શ્રી શુભચંદ્રાચાર્યજી કૃત શ્રી શાનાર્ણવ "करिझषमधुपा रे शलभमृगादयो, विषयविनोदरसेन । हंत लभंते रे विविधा वेदना, बत परिणतिविरसेन ॥ હળીયા રે સુમિરાભવઃ ” - શ્રી વિનયવિજયજી કૃત શાંતસુધારસ
૨૦૦