________________
સંવર પ્રરૂપક પંચમ અંકઃ સમયસાર કળશ ૧૨૬ આ સમયસાર કળશમાં (૨) અમૃતચંદ્રજી ભેદજ્ઞાન ને તેના ફલ શુદ્ધ આત્મોપલંભ (શુદ્ધ આત્માનુભૂતિ) થકી પ્રભવે છે એમ કથન કરે છે –
शार्दूलविक्रीडित चैद्रूप्यं जडरूपतां च दधतोः कृत्वा विभाग द्वयो - रंतर्दारुणदारणेन परितो ज्ञानस्य रागस्य च । भेदज्ञानमुदेति निर्मलमिदं मोदध्वमध्यासिताः, शुद्धज्ञानघनौघमेकमधुना संतो द्वितीयच्युताः ॥१२६॥ ચિદ્ રૂપ– અચિત્ રૂપત્વ ધરતા તે જ્ઞાનનો રાગનો, અંતર્ કરવતથી વિભાગ કરી બે ક્યું કાષ્ઠ બે ભાગનો; ભેદજ્ઞાન ઉદંત નિર્મલ જ આ, સંતો દ્વિતીય ત્યજો ! શુદ્ધશાન ઘનૌઘ એક અધુના અધ્યાસી આનંદજો ! ૧૨૬
અમૃત પદ-૧૨૬ ભેદજ્ઞાન ચંદ્ર ઉદયતો, ભેદજ્ઞાન ચંદ્ર ઉદયતો, શુદ્ધ જ્ઞાન અમૃત વરયંતૌ, દૈત યુત આનંદો સંતો !... ભેદજ્ઞાન ચંદ્ર ઉદયતો. ૧ ચિરૂપતા ધતુ જ્ઞાન, જડરૂપતા રાગ અજ્ઞાન, એવા જ્ઞાન અને આ રાગ, એ બેનો કરી વિભાગ.. ભેદજ્ઞાન ચંદ્ર. ૨ ભેદજ્ઞાન તીક્ષણ કરવતથી, કરી કાષ્ઠ શું ફાડ સતતથી, અંતર દારુણ ધારણ કરતું, ભેદજ્ઞાન અમલ ઉદયંત... ભેદજ્ઞાન ચંદ્ર. ૩ સંતો દૈતચુત આનંદો ! ફગવી સૌ પરભાવ ફંદો, શુદ્ધ જ્ઞાનઘનૌઘ અધ્યાસી, એક અમૃત ધામે વાસી... ભેદજ્ઞાન ચંદ્ર. ૪ આત્મખ્યાતિ' સૂત્ર સર્જતા, ભગવાન અમૃત ગર્જતા,
એ દિવ્ય વાણી ઉચતા, નાટક સમયસારમાં સંતા... ભેદજ્ઞાન ચંદ્ર. ૫ અર્થ - ચિદ્રુપતા અને જડ રૂપતા (અનુક્રમે) ધારતા એવા જ્ઞાનનો અને રાગનો - એ બેનો અંતરમાં દારુણ દારણ (કરવત) વડે સર્વથા વિભાગ કરીને, આ નિર્મલ ભેદશાન ઉદય પામે છે. તો હવે દ્વિતીયથી (બીજથી-પરભાવથી) ટ્યુત થયેલા એવા સંતો શદ્ધ જ્ઞાનૌઘ એકને અધ્યાસિત સતા મોદ પામો ! (આનંદો !)
અમૃત જ્યોતિ” મહાભાષ્ય “તે ભગવાન જે શુદ્ધ ચૈતન્ય ધાતુપણે પરિણમ્યા છે તેવી શુદ્ધ ચૈતન્ય વૃત્તિ કરવાથી જ તે ધાતુમાંથી પ્રતિકૂલ સ્વભાવ નિવૃત્તવાથી ઐક્ય થવાનો સંભવ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭પ૩
જાન્યો આતમ જ્ઞાનસો, આતમ આસ્રવ ભેદ, તબ આગ્નવ સંવર ભયો, ગયો કર્મ કો ખેદ.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્ય પ્રકાશ', ૩-૧૦
ઉપરમાં “આત્મખ્યાતિના ગદ્ય ભાગમાં જે કહ્યું, તે ભાવની પુષ્ટિ અર્થે પરમ આત્મભાવોલ્લાસથી પરમ ભાવિતાત્મા આચાર્યવર્ય અમૃતચંદ્રજી ઉપરોક્ત ભાવના સારસમુચ્ચય રૂપ આ કલશ લલકારી ભેદજ્ઞાન અને તેના ફલ રૂપ શુદ્ધાત્માનુભવને અભિનંદે છે. તૂર્થ નડતાં ૪ થતો. દયો. જ્ઞાનસ્ય રાજસ્થ = - એક “ચિતૂપપણું - ચેતનરૂપપણું ધારે છે અને બીજું જડરૂપપણું - અચેતનરૂપપણું ધારે
૧૫૯