________________
સમયસાર : આત્મખ્યાતિ
પણ જ્ઞાનીને તો રાગ-દ્વેષ-મોહ એ અજ્ઞાનમય ભાવોનો અભાવ જ હોય છે એમ અત્ર દર્શાવ્યું છે
અને તેનું વ્યાખ્યાન કરતાં “આત્મખ્યાતિ કારજી દે છે - કારણકે નિશ્ચયે જાનીને આસવ કરીને જ્ઞાનીને અજ્ઞાનમય ભાવો અવશ્યમેવ - અવશ્ય જ નિસંધાય છે - નિરોધ, અબંધ રોકાય છે, શાથી? જ્ઞાનમય ભાવોથી, તે જ્ઞાનીને આગ્નવ નિરોધ હોય જ
છે. શાને લીધે ? આ સવભૂત એવા રાગ-દ્વેષ-મોહના નિરોધને લીધે. કેવા છે આ રાગ-દ્વેષ-મોહ ? અજ્ઞાનમય ભાવો. આમ અજ્ઞાનમય ભાવ એવા આસવભૂત રાગ-દ્વેષ-મોહના નિરોધને લીધે જ્ઞાનીને આગ્નવ નિરોધ હોય જ છે, એથી કરીને જ્ઞાની આગ્નવ નિમિત્ત એવા પુદ્ગલ કર્મો બાંધતો નથી અને આમ નિત્યમેવ - સદાય અકર્તાપણાને લીધે નવાં કર્મો ન બાંધતો તે સદ્ અવસ્થાવાળા - સત્તામાં રહેલા પૂર્વબદ્ધ - પૂર્વે બાંધેલા કર્મોને કેવલ જ – માત્ર જ જાણે છે, શાને લીધે ? શાન સ્વભાવપણાને લીધે – “જ્ઞાનસ્વભાવવત્ દેવમેવ નાનાતિ !' અર્થાતુ અજ્ઞાનીને ભલે રાગ-દ્વેષ-મોહ હો, પણ જ્ઞાનીને તો રાગ-દ્વેષ-મોહ એ અજ્ઞાનમય
ભાવોનો અભાવ જ હોય છે એમ અત્ર પ્રતિપાદન કર્યું છે. જેણે સ્વ-પરનો શાનમય ભાવોથી ભેદ દીઠો છે અને આત્મસ્વરૂપને જાણ્યું છે એવા સમ્યગુદૃષ્ટિ આત્મજ્ઞ
જ્ઞાનીને જ્ઞાનમય ભાવો જ હોય. એટલે જ્ઞાનીને આ જ્ઞાનમય ભાવો વડે ભાવોનો વિરોધ : શાની કરીને - “જ્ઞાનમઃ મા . તેના પ્રતિપક્ષ રૂપ અજ્ઞાનમય ભાવો અવશ્યમેવ અબંધ અર્જા, વલ શાતા જ,
નિધાય છે - ' “માનમાં: ભાવ: સવરાવ નિકંપ્ન', નિશ્ચય કરીને
નિતાંતપણે - અત્યંતપણે રોધાય છે - રોકાય છે. કારણકે જ્યાં જ્ઞાનમય ભાવો છે ત્યાં અજ્ઞાનમય ભાવો નથી અને જ્યાં અજ્ઞાનમય ભાવો છે ત્યાં શામય ભાવો નથી એમ બનો પરસ્પર વિરોધી છે. એથી કરીને રાગ-દ્વેષ-મોહ જે આત્મામાં આસ્રવતા અજ્ઞાનમય ભાવો છે, તે આ “આસવભૂત અજ્ઞાનમય ભાવોનો' શાનીને “નિરોધ” (અટકાયત - રુકાવટ) હોય છે અને આ રાગાદિ આગ્નવભૂત અજ્ઞાનમય ભાવોનો જ્ઞાનીને નિરોધ હોય છે, એથી કરીને તે રાગાદિ ભાવ આગ્નવોના નિમિત્તે ઉદ્ભવતા ઈતર દ્રવ્ય આગ્નવોનો પણ જ્ઞાનીને આપોઆપ નિરોધ હોય છે. આમ જ્ઞાનીને ભાવથી અને દ્રવ્યથી સર્વથા આસવનિરોધ હોય જ છે અને આમ આઝવનિરોધ હોય છે એટલે બંધનિરોધ પણ હોય જ છે, કારણકે બંધ આસ્રવ પૂર્વક હોય છે, આસ્રવ થાય તો જ પછી બંધ થાય છે, એથી “જ્ઞાની આસ્રવ નિમિત્ત પુદગલ કર્મો બાંધતો નથી” - આસ્રવ જેનું નિમિત્ત છે એવા પુદ્ગલકર્મો બાંધતો નથી, અબંધક જ હોય છે. આ પ્રકારે નિત્યમેવાફૂંકાત્તાનિ ન વધ્યનું - “નિત્યમેવ અકર્તપણાને લીધે નવાં ન બાંધતો' તે સત્તામાં રહેલા - “સદ્ અવસ્થાવાળા પૂર્વબદ્ધોને' (પૂર્વે બાંધેલાને) જ્ઞાન સ્વભાવપણાને લીધે કેવલ જ જાણે છે. કારણકે જાણપણું – જ્ઞાન એ તો શાનીનો - આત્માનો સ્વભાવ છે અને સ્વભાવનો તો કોઈ કાળે નાશ ન થાય, એટલે જ્ઞાન સ્વભાવપણાને લીધે જ્ઞાની તે સત્તામાં વર્તતા પૂર્વબદ્ધ કર્મોને માત્ર જાણે જ છે, પણ જૂનાં કર્મ સાથે નવાં કર્મનું અનુસંધાન (Link) કરવા રૂ૫ બંધ નહિ બાંધતો તે કર્મ કરતો જ નથી. તાત્પર્ય કે - જ્ઞાની કર્મનો કર્તા - બંધક મટી જઈ અકર્તા-અબંધક હોય છે અને રાગ-દ્વેષ-મોહ રૂપ અજ્ઞાનમય આસ્રવ ભાવ રહિતપણે કેવલ દણ શાયક જ રહે છે. આવી અદભુત જ્ઞાની દશાનો જીવનમાં સત્યકાર કરનારા પરમ આત્મદે, શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત છે કે -
ઉદય આવેલાં પ્રાચીન કર્મો ભોગવવાં, નૂતન ન બંધાય એમાં જ આપણું આત્મહિત છે. એ શ્રેણીમાં વર્ણન કરવા મારી પ્રપૂર્ણ આકાંક્ષા છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૦
કારણકે જે ખરેખરો જ્ઞાની છે તેને “સમ્યગ જ્ઞાન સુધારસ ધામ' એવો આત્મા જાગ્યો છે અને નિજ - પરભાવના ભેદજ્ઞાન રૂપે સહજ વિવેક પ્રગટ્યો છે, એટલે તેનો અંતરાત્મા સાધ્ય એવા આત્મ સ્વભાવનું સાધન સાધવામાં સ્થિત થયો છે - ઠર્યો છે અને તેની લાયકતા સર્વથા શુદ્ધ સહજાત્મ
૧૦૪