________________
આસવ પ્રરૂપક ચતુર્થ અંકઃ સમયસાર કળશ ૧૧૩
આકૃતિ
બોધ
ઉદાર - ગંભીર
મહોદય
આસવ
ધનુધર
અમૃત જ્યોતિ' મહાભાષ્ય દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચળ અનુભવ છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૫૭ “ચેતન ચતુર ચોગાન લરે રી, જીત લિયો મોહરાય કો લશકર, મિષકર છાંડ અનાદિ ધરીરી, નાગી કાઢલે તાડલે દુશ્મન, લાગે કાચી દોય ધરીરી.. ચેતન.” - શ્રી આનંદઘન, પદ
પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ આ મંગલ કલશ કાવ્યમાં જગજ્જયી આસ્રવ મહા સુભટનું અને તે જગજ્જલીનો પણ વિજય કરનારા પરમ જગજ્જયી બોધ - ધનુર્ધરનું તાદેશ્ય ચિતાર રૂપ સુંદર શબ્દચિત્ર રજૂ કરી સ્વભાવોક્તિમય કવન કર્યું છે અને તે મહાકવીશ્વરના ભાવને યથાર્થપણે ઝીલીને કવિવર બનારસીદાસજીએ તે સ્વભાવોક્તિનું સંવિધર્ન કરતું હૃદયંગમ શબ્દચિત્ર આલેખ્યું છે. તેનો સંક્ષેપ ભાવાર્થ આ પ્રકારે - આ આસ્રવ મહાયોધાએ આખા જગતને પાદાક્રાંત કરી જીતી લીધું છે, જેટલા કોઈ સ્થાવર -
જંગમ રૂપ જગતવાસી જીવ છે, તેને નિજ વશ કરી તેનું બલ તોડી નાંખ્યું મહામદમન આસવ છે. તેથી અભિમાનને લીધે તેને પોતાના બલનો મામદ ભારી મદ ચઢ્યો મહાયોદ્ધાને જીતનારો છે. એટલે મદિરાનો મદ જેને ચહ્યો હોય તે મદ્યપાયિ દારૂડીઓ જેમ દુર્જય બોધ ધનુર્ધર
ગર્વભરી મદભરી મંથર - મંદગતિએ ડોલતો ડોલતો ચાલે અને માઈનો પૂત
કોઈ હોય તે સામો ચાલ્યો આવે એમ મૂછે તાલ દેતો જેમ રણ માટે કોઈને પણ પડકારે, તેમ આ આસ્રવ મહાયોધો પણ જગજ્જયીપણાથી “મહામઃ નિર્મર મંથર' - “મહામદ નિર્ભર મંથર' - ગજરાજની પેઠે મંદગતિએ ડોલતો ડોલતો ગર્વ ભર્યા મંદ-ધીમા પગલાં ભરતો આ અધ્યાત્મ સમર-રંગમાં - રણ સંગ્રામ ભૂમિમાં આવી પહોંચે છે - “સમરંપરાગતું અને જેની તાકાત હોય તે સામા આવી જાઓ એમ જાણે સર્વ કોઈને પડકારતો રણસ્થંભ રોપીને મૂછ મરડતો ઉભો છે - રોપિ રનથંભ ઠાડી ભયૌ મૂછ મોરિä.” પણ ત્યાં તો તેના પડકારને ઝીલી લેનારો બોધ-ધનુર્ધર- જ્ઞાન - બાણાવળી - “પરમ ધામ
શાન સુભટ અચાનક તે સ્થાનકે આવી પહોંચી, સવાયું બલ હુરાવીને ઉદાર ગભીર મહોદય’ આમ્રવને પછાડે છે - કુસ્તીમાં મલ્લની પેઠે હેઠો પાડે છે અને તેણે રોપેલા શાન મહોદધિ રણસ્થંભને તોડી નાંખે છે, “આસ્રવ પછારયો રનથંભ તોરિ ડારયો તાહિ.”
ગમે તેવા મદવાનું બળવાનું શત્રુને દેખીને ઉદાર-ગંભીર શૂરવીર ધનુર્ધર મહારથીના પેટનું પાણી પણ હાલતું નથી, તેમ “શયમુવાર1મીરમદીયો - “ઉદાર ગભીર મહોદય' આ બોધ - ધનુર્ધરના – જ્ઞાન બાણાવળીના પેટનું પાણી પણ હાલતું નથી અને તે તો ઠંડા પેટે આસ્રવ – સુભટને નખ શિખ નિરખી, ચતુર નાટ્યદ્રષ્ટા જેમ નટના વેષપલટાથી ભ્રાંતિ નહિ પામતાં તેના મૂળ ખરા સ્વરૂપને ઓળખી કાઢે છે અને આસ્રવ હું નથી ને મ્હારૂં સ્વરૂપ નથી, આ આસ્રવ તો આગંતુક ઔપાધિક પરભાવ - વિભાવ છે, મહારો મૂલગત સ્વભાવ નથી, ઈત્યાદિ પ્રકારે તત્ત્વવિચાર રૂપ શરના