________________
સમયસાર : આત્મખ્યાતિ
અનુસંધાન વડે આ ઉદાર ગંભીર મહોદય બોધ ધનુર્ધર આ અધ્યાત્મ રણસંગ્રામ - રણભૂમિમાં આવી પહોંચેલા આસવને શીઘ લીલા માત્રમાં જીતી લે છે - “નયેતિ ટુર્નયલો ઘનુર્ધર, ઉદાર - ગભીર મહોદધિમાં તુચ્છ તણખલું કે પામર મગતરૂં જેમ ક્યાંય વિલીન થઈ જાય ને ગોત્યું ન જડે, તેમ આ ઉદાર - ગભીર મહોદય બોધ – ધનુર્ધર આગળ તુચ્છ તણખલા જેવા ને પામર મગતરા જેવો આગ્નવ વિલય થઈ જઈ ગોત્યો જડતો નથી. આમ જેને જીતવો દુષ્કર છે એવો આ દુર્જય બોધ - ધનુર્ધર આસવ મહાયોધાને પરાજિત કરી વિજયી - “જિન” બને છે, અર્થાતુ જિન ભગવાનનાં વચનામૃતને અનુસરતાં અને તત્ત્વ રમણને આદરતાં બોધમૂર્તિ જ્ઞાની દ્રવ્ય - ભાવ આગ્નવોને પરિહરી જિનચંદ્ર-દેવચંદ્ર પદને વરે છે.
જિનવર વચન અમૃત અનુસરિયે, તત્ત્વ રમણ આદરિયે રે, દ્રવ્યભાવ આસ્રવ પરહરિયે, દેવચંદ્ર પદ વરિયે રે... શ્રી સુબાહુ જિન અંતરજામી, મુજ મનનો વિસરામી રે, આતમ ધર્મ તણો આરામી, પર પરિણતિ નિષ્કામી રે.” - શ્રી દેવચંદ્રજી “ઔર લડાઈ લરે સો બાઉરા, સૂર પછાડે નાઉ અરીરી, ધરમ કરમ કોઉ ઔર ન બૂઝે, રહે આનંદઘન પદ પારીરી. ચેતન.” - શ્રી આનંદઘનજી
૯૮